બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)સાથે સંબંધિત ડ્રગ્સ કેસ (Drugs Case)માં વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. ગઇકાલે શનિવારે એનસીબીએ શાહરૂખના ડ્રાઈવરને લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ, ડ્રાઈવરે સ્વીકાર્યું છે કે, તેણે આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને ક્રૂઝ ટર્મિનલ પર ઉતાર્યા હતા.
NCB એ ડ્રાઈવરને Aryan Khan વિશે પૂછપરછ કરી હતી
એનસીબીએ શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલ્યું હતુ અને આ મામલે લગભગ 12 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. NCB એ ડ્રાઇવરને આર્યન ખાન અને તેના મિત્રોની પ્રવૃત્તિઓ અંગેની પૂછપરછ કરી છે. એનસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડ્રાઇવરે કબૂલાત કરી છે કે તેણે આર્યન અને અરબાઝને ક્રુઝ ટર્મિનલ પર ઉતાર્યા હતા. NCB એ ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે.
આ પણ વાંચો: આર્યન ખાન ડ્રગ્સ કેસ મામલે NCB હવે શાહરુખના ડ્રાઈવર સાથે કરી રહી છે પૂછપરછ
એનસીબી આર્યનના જામીનનો વિરોધ કરશે
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ એ પણ સામે આવ્યું છે કે, આગામી દિવસોમાં શાહરૂખ ખાનના ડ્રાઈવર (Driver)નું નિવેદન NCB કોર્ટમાં ઉપયોગમાં લેશે. NCB તમામ પુરાવા સાથે કોર્ટમાં આર્યન ખાનના જામીનનો વિરોધ કરશે.
NCB ની તપાસમાં આ મોટો ખુલાસો થયો
તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, પ્રતીક ગાબાની સાથે એક અન્ય વ્યક્તિ આર્યનના બંગલા મન્નતથી એક સાથે મર્સિડીઝ કારમાં નીકળ્યા હતા. NCB મુજબ, આ તમામ લોકો ક્રૂઝ પાર્ટી (Cruise Party)માટે એકસાથે બહાર ગયા હતા. ક્રુઝ પાર્ટીના થોડા દિવસો પહેલા ડ્રગ્સ વિશે વાતચીત પણ થઈ હતી, જેમાંથી NCB ને પુરાવા મળ્યા છે. તે એક ષડયંત્ર હતું અને આ માહિતી બાદ, NCB એ FIR માં NDPS ની કલમ -29 ઉમેરી. NCB એ વધુ પુષ્ટિ કરવા માટે ડ્રાઈવરનું નિવેદન નોંધ્યું છે.
NCB એ શનિવારે રાત્રે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસ (Cruise Drug Case)માં દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. NCB સતત અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે. નવી માહિતી અનુસાર, NCB એ ગત રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં NCB ના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હતા. આ સિવાય ગોરેગાંવ વિસ્તારમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. કેટલાક લોકોને કસ્ટડી (Custody)માં પણ લેવામાં આવ્યા છે.
Aryan Khan જેલમાં છે
શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં 8 ઓક્ટોબરથી આર્થર જેલમાં છે. આર્યન ખાનને 2 ઓક્ટોબરના રોજ NCB એ મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રુઝ શિપ પર તેના મિત્ર અરબાજ ખાનની સાથે પકડ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે NCB ને આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ નથી મળ્યુ. આર્યને પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવાની વાત કબૂલાત કરી હતી. તેના મિત્ર અરબાઝ મર્ચન્ટે ડ્રગ્સને તેના પગરખામાં છુપાવ્યો હોવાની વાત સામે આવી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4