Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeનેચર & વાઈલ્ડ લાઈફગોરિલાએ કેરટેકરના ખોળામાં લીધો અંતિમ શ્વાસ,હૃદયસ્પર્શી તસવીર વાયરલ

ગોરિલાએ કેરટેકરના ખોળામાં લીધો અંતિમ શ્વાસ,હૃદયસ્પર્શી તસવીર વાયરલ

Ndakasi
Share Now

કોંગોમાંથી એક હૃદયસ્પર્શી ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક માદા ગોરિલા અને તેનો કેરટેકર છે. કોંગોનાં વિરુંગા નેશનલ પાર્કનાં આ ફોટોમાં માદા ગોરિલા  Ndakasi તેના કેરટેકરના ખોળામાં આખરી શ્વાસ લઈ રહી છે.

આફ્રિકન દેશ કોંગોના નેશનલ પાર્કમાં લાંબી બીમારી બાદ માદા ગોરિલાએ પોતાના આખરી શ્વાસ લીધા છે. પોતાના કેર ટેકરના ખોળામાં જ તેણે દેહ છોડી દીધો છે. આ જ કેરટેકરે તેને 14 વર્ષ પહેલા બચાવી હતી.

કેરટેકરના ખોળામાં આખરી શ્વાસ લઈ રહેલી આ માદા ગોરિલાની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. તસવીર અત્યંત હૃદયસ્પર્શી છે. 2019માં આ ગોરિલા પોતાના કેરટેકર સાથે લીધેલી સેલ્ફી ભારે વાયરલ થઈ હતી. જેમાં ગોરિલાનો સ્વેગ જોઈને લોકો ખુશ થઈ ગયા હતા.  એક મહિના પહેલા જ Ndakasi નામની માદા ગોરિલા માંદી પડી હતી. હવે નેશનલ પાર્કે જાણકારી આપી છે કે, Ndakasiનું મોત થયુ છે.

Ndakasi

આમ તો માદા ગોરિલા અનાથ હતી. તેના કેરટેકર આંદ્રે બોમા સાથે તેને દોસ્તી થઈ ગઈ હતી. Ndakasi બે મહિનાની હતી ત્યારે બોમાએ તેને પોતાની મૃત માતાના શરીરને બાઝેલી હાલતમાં જોઈ હતી. તેને રેસ્ક્યૂ સેન્ટરમાં લવાઈ હતી અને એ પછી બોમા જ તેના કેરટેકર રહ્યા હતા.

આ પણ વાંચો : વાયરલ વીડિયો : હાથીના બચ્ચાંનું પરિવાર સાથે મિલન, માતાને જોઈને બચ્ચું થયું ખુશ

નેશનલ પાર્કના કહેવા પ્રમાણે Ndakasi જ્યારે પહેલી વખત બોમાને મળી ત્યારે આખી રાત તેને ગરમી આપવા માટે બોમા પોતાના શરીર સાથે લગાવીને બેસી રહ્યા હતા. Ndakasiને બાદમાં નેશનલ પાર્કમાં લાવવામાં હતી. Ndakasi પર સંખ્યાબંધ ડોક્યુમેન્ટરી પણ બની છે. બોમા કહે છે કે, હું નસીબદાર છું કે મને Ndakasiની સંભાળ રાખવાનો મોકો મળ્યો હતો.

Ndakasi

Ndakasi એ તેના અંતિમ શ્વાસ તેની સંભાળ રાખનાર અને આજીવન મિત્ર આન્દ્રે બોમાના હાથમાં લીધો હતો. બોમાએ 2007 થી Ndakasiની દેખરેખ રાખી હતી. જ્યારે Ndakasi મળી ત્યારે રેન્જર્સ સમજી ગયા કે આ બચ્ચાંને જંગલમાં મુકવામાં ખતરો છે. ત્યારથી જ માદા ગોરિલા Ndakasi ને નેશનલ પાર્કમાં રાખવામાં આવી હતી. જ્યાં તેની દેખરેખ બોમા કરતાં હતા. સમગ્ર જીવન દેખરેખ રાખનાર બોમાના ખોળામાં જ માદા ગોરિલાએ તેનો અંતિમ શ્વાસ લીધો. હાલમાં આ ફોટો પૂરી દુનિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment