Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeસ્પોર્ટ્સનીરજ ચોપડા જ નહીં તમામ નીરજ પર ઓફરની લહાણી, કયાંક પેટ્રોલ તો ક્યાંક રોપવેની સવારી ફ્રી…

નીરજ ચોપડા જ નહીં તમામ નીરજ પર ઓફરની લહાણી, કયાંક પેટ્રોલ તો ક્યાંક રોપવેની સવારી ફ્રી…

Niraj Junagadha
Share Now

ટોક્યો ઓલ્મિપિકમાં ભારતને ઐતિહાસિક જીત અને સમ્માન અપાવનાર અને લોકોના દિલ જીતનારા નીરજ ચોપડા (Neeraj Chopara) ના સમ્માનમાં એક સુંદર નિર્ણય લીધો છે. જૂનાગઢ ગિરનાર રોપવે ઉષા બ્રેકો કંપનીએ પણ અનોખી ઓફર આપી રહી છે, નીરજ નામના (Neeraj Chopara) વ્યક્તિઓનો તો ખુશીનો પાર નથી રહ્યો. 

ગીરનાર રોપ વે (Ginar Rope Way)પર ફ્રી માં સવારી કરો

જુનાગઢ(Junagadh) રોપવે ઉષા બ્રાકો કંપનીએ નીરજ નામના વ્યક્તિને 20 ઓગસ્ટ સુધી ફ્રીમાં રોપ વે પર યાત્રા કરવાની અનુમતિ મળી છે.હા, જેટલા પણ નીરજ નામના વ્યક્તિઓ છે, તે હવે રોપ વે ની ફ્રીમાં યાત્રા કરવા માટે તૈયાર થઇ જાઓ. આ સુવિધા 20 ઓગસ્ટ સુધી જ મેળવી શકાશે.

નીરજ ચોપડા 9 ઓગસ્ટે ભારત પાછા ફરવાના છે, ત્યારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં ફાઇનલ મેચમાં પોતાના બીજા પ્રયાસમાં 87.58 મીટર ભાલો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને દેશમાં ખુશીની લહેર જાણી છવાઇ ગઇ હતી.

Udan khadola

Image Courtesy: Udan khadola Website

પ્રથમવાર કોઇ ભારતીય એથ્લિટે ઓલિમ્પિકના ટ્રેક એન્ડ ફિલ્મ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, સોમવારે સાંજે લગભગ સવા પાંચ વાગ્યે એર ઇન્ડિયાની ફ્લાઇટથી દિલ્હી એરપોર્ટ પર આવી જશે. જે બાદ દિલ્હી કેન્ટ વિસ્તારમાં આવેલા રાજરીફ સ્પોર્ટ્સ સેન્ટર જવાના છે, અહી તેઓનું એક ઇવેન્ટમાં સ્વાગત કરવામાં આવશે.

હા, એક જગ્યાએ બોર્ડ માર્યું છે, કે નીરજ નામના વ્યક્તિને 501 નું પેટ્રોલ ફ્રી પુરાવવી વાત લખવામાં આવી છે, ગુજરાતના(Gujarat) નેત્રરંગમાં (Netrang) આ સુવિધા મળી રહી છે, એક ટ્વીટ પરથી આ વાતની જાણકારી મળી છે,

મિલ્ખા સિંહને પોતાનો ગોલ્ડ મેડલ અર્પણ કર્યો

નીરજ ચોપડાએ પોતાનો ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ મિલ્ખા સિંહને પોતાનો ગોલ્ડ મેડલ અર્પણ કર્યો હતો, દેશમાં પણ જાણે ચારેબાજુ  ખુશીની લહેર આવી ગઇ છે,  ભારતીય ખેલમાં નવો ઇતિહાસ રચી દીધો છે, ઓલમ્પિક એથલિટ્સમાં ભારતનો પ્રથમ પદક છે.ભારતનો ઓલમ્પિકમાં 100 વધુ વર્ષનો ઇંતજાર હવે ખત્મ થયો છે.  ક્વોલિફાઇનલમાં નીરજે 86.59 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ મેડલમાં જગ્યા બનાવી હતી.

દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ અને કોલ કરીને દેશને ગૌરવ અપાવનારા નીરજ ચોપડાને શુભકામનાઓ પણ આપી હતી, આ સિવાય રામનાથ કોવિંદે પણ ટ્વીટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.

હા પણ જે લોકોના નીરવ નામના લોકોને દુખ પણ થતુ હશે, કે એક અક્ષર ના કારણે તેઓ પાછા પડી ગયા, નીરજ નામના લોકોને આ સિવાય એક જગ્યાએ પેટ્રોલ પણ ફ્રી માં મળી રહ્યું છે.

આ પણ વાંચો: ટોક્યો ઓલમ્પિક: “અગર તુમ મેડલ નહીં જીત પાયે,તભ ભી તુમ બેસ્ટ હો”

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment