Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝનીરજ ચોપડા સહિત આ ખેલાડીઓને મળશે આ વર્ષે ભારત ખેલ રત્ન એવોર્ડ

નીરજ ચોપડા સહિત આ ખેલાડીઓને મળશે આ વર્ષે ભારત ખેલ રત્ન એવોર્ડ

Neeraj Chopra will be honored with the Khel Ratna Award
Share Now

આ વખતે ટોક્યો ઓલમ્પિક 2021માં ભારતના ખેલાડીઓએ ખૂબ સરસ પ્રદર્શન કર્યું હતું. ત્યારે ભારત દેશ માટે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને (Neeraj Chopra)આ વર્ષે ખેલ રત્ન પુસ્કારથી (Khel Ratna Award 2021) સન્માનિત કરવામાં આવશે. ટોક્યો ઓલમ્પિક 2021માં ભાલાફેકમાં નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના સિવાય ઓલમ્પિક અને પેરાલિમ્પિકમાં દેશ માટે ભાગ લેનાર અને પદક જીતનાર ખેલાડીઓને આ પુરસ્કારથી નવાઝવામાં આવશે. જેમાં મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ (Mithali Raj)અને ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri) સહિત અન્ય 10 વ્યક્તિત્વનો સમાવેશ થાય છે. 

ખેલાડીઓના નામ

  • નીરજ ચોપરા-એથ્લેટિક્સ
  • રવિ દહિયા-કુસ્તી
  • શ્રીજેશ-હોકી
  • લોવિલિના બોક્સિંગ
  • સુનીલ છેત્રી-ફૂટબોલ
  • મિતાલી રાજ-ક્રિકેટ
  • પ્રમોદ ભગત-પેરાબેડમિન્ટન
  • સુમિત અંગુલ-એથ્લેટિક્સ
  • અવની લેખરા-પેરાશૂટિંગ
  • કૃષ્ણા નગર-પેરાબેડમિન્ટન
  • એમ નરવાલ-પેરાશૂટિંગ

પહેલીવાર થઈ 10 ખેલાડીઓની પસંદગી 

આ પહેલીવાર છે જ્યારે ખેલ રત્ન એવોર્ડ (Khel Ratna Award) માટે એક સાથે આટલા બધા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ગયા વર્ષે પાંચ ખેલાડીઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ત્યારે ગયા વર્ષની આ વર્ષ સાથે સરખામણી કરવામાં આવે તો આ વખતે બમણા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવશે. આ વર્ષે ઓલમ્પિક અને પેરાલિમ્પિકમાં ખેલાડીઓએ પણ ખૂબ જુસ્સા અને ઉત્સાહ સાથે રમ્યા હતા.

ત્યારે આ વખતે ટોક્યો ઓલમ્પિકમાં મેડલ મેળવનાર નીરજ ચોપડા સહિત બીજા 4 ખેલાડીઓનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ પેરાલિમ્પિકના વિજેતાઓમાંથી કુલ 5 ખેલાડીઓનો સમાવેશ થયો છે. આ પુરસ્કાર સમારોહમાં 11 ખેલ રત્ન એવોર્ડ સિવાય રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે 35 અર્જુન પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ વર્ષે ખેલ પુરસ્કારની જાહેરાત ઓલમ્પિક અને પેરાલિમ્પિકને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. જેથી આ વર્ષે ખેલ રત્ન પુરસ્કાર આપવામાં વિલંબ થયો હતો. 

જુઓ આ વિડીયો:અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ

આ પણ વાંચો: પાકિસ્તાન સામેની હાર બાદ પત્રકારના સવાલ પર કોહલી ભડક્યો, કહ્યું- શું તમે રોહિતને ટીમમાંથી કાઢી મુકશો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment