Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝનીરજ ચોપરાનું ભાલું વેચાયુ અધધ… કરોડમાં, કિંમત જાણીને આંખો થઇ જશે ચાર

નીરજ ચોપરાનું ભાલું વેચાયુ અધધ… કરોડમાં, કિંમત જાણીને આંખો થઇ જશે ચાર

Neeraj Chopra
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને મળેલી ભેટની ઈ-હરરાજી (E-Auction)નો ગઇકાલે ગુરૂવારે અંતિમ દિવસ હતો. આ હરરાજીમાં અનેક કલાકૃતિ સહિત ઓલિમ્પિક (Olympics)ની રમતના સાધનોની બોલી લગાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ માટે આપેલા સ્મૃતિ ચિન્હોની હરરાજીનો ત્રીજો તબક્કો 17મી સપ્ટેમ્બરના રોજથી શરૂ થયો હતો જે ગઇકાલે ગુરૂવારે સાત ઓક્ટોબર સુધી સરકારી વેબસાઈટના માધ્યમથી આયોજીત કરવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, નીરજ ચોપરા (Neeraj Chopra)ના ભાલા સહિત હરરાજીથી ઉભી થનારી આવક નમામિ ગંગે યોજનામાં ઉપયોગમાં લેવામાં આવશે.

Neeraj Chopra ના ભાલા સહિત આટલી વસ્તુઓની થઇ હરરાજી

ત્રીજા તબક્કાની ઓનલાઈન હરરાજી માટે કુલ 1300 થી વધુ સ્મૃતિ ચિન્હ રાખવામાં આવ્યા હતા. હરરાજી (Auction)ની મુખ્ય વસ્તુઓમાં ઓલિમ્પિક (Olympics)પદક વિજેતાઓના રમતના સાધનો, અયોધ્યાનું રામમંદિર મોડલ અને કેટલીક કીમતી અને રસપ્રદ સંગ્રહણીય વસ્તુઓનો સમાવેશ હતો.

ઓનલાઇન હરરાજીમાં સૌથી વધારે બોલી કોની લાગી

ઓનલાઈન હરરાજીમાં સૌથી વધારે બોલી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિની લાગી હતી. તો ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડલ (Gold Medal)વિજેતા નીરજ ચોપરા (Neeraj Chopra)ની તરફથી વડાપ્રધાન મોદીને આપવામાં આવેલા જ્વેલીન (Jewelin)ની (ભાલુ) સૌથી વધારે 1.5 કરોડ રૂપિયા ઉપજ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતી પર ગુજરાતી ભારી, હર્ષલ પટેલ એક સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બોલર બન્યો

જુઓ અન્ય સ્મૃતિ ચિન્હોની કેટલી બોલી લાગી 

આ ઉપરાંત અન્ય સ્મૃતિ ચિન્હોમાં ગણેશજીની લાકડાની મૂર્તિની 117, પુણે મેટ્રો લાઈન સ્મૃતિ ચિહ્નન 104 અને વિજય લો સ્મૃતિ ચિન્હ 98નો સમાવેશ થાય છે. નીરજ ચોપરાના જ્વેલીન સિવાય ભવાની દેવીના હસ્તાક્ષરવાળી ફેન્સની 1.25 કરોડ રૂપિયામાં બોલી લાગી હતી. તો સુમિતના જ્વેલિનની પણ 1.2 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી હતી. ટોક્યો ઓલિમ્પિક 2020ના પેરાઓલિમ્પિક ખેલાડીઓના હસ્તાક્ષરવાળા ટીશર્ટના એક કરોડ રૂપિયા ઉપજ્યા હતા. 

Neeraj Chopra એ સમ્માન સમારોહમાં PM મોદીને ભેટ આપી હતી

ઉલ્લેખનિય છે કે, નીરજ ચોપરાએ 16 ઓગસ્ટના આયોજીત ભારતીય ઓલિમ્પિક દળના સમ્માન સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું ભાલું ભેટમાં આપ્યું હતું. ત્યાબાદ ભાલા સહિત ટોક્યો ઓલિમ્પિકના ખેલાડીઓના વિવિધ રમતમા સાધનો પણ ઓનલાઈન હરરાજીમાં મૂકવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે નીરજ ચોપરાના ભાલાની બજાર કિંમત 80,000 છે.

PM મોદીની જો બાયડન સાથે મુલાકાત જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment