Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટHBD:  સમોસા વેચતા પિતાની પુત્રી બની ગઇ ફેમસ સિંગર

HBD:  સમોસા વેચતા પિતાની પુત્રી બની ગઇ ફેમસ સિંગર

Neha Kakkar
Share Now

એન્ટરટેનમેન્ટ ડેસ્ક: આજે આપણે જે વ્યક્તિની વાત કરવાના છે, તે સુરોની રાણી છે, એક્સપ્રેશન આપવામાં પણ આગળ છે, અને સાથે સાથે ખુબજ ઇમોશનલ પણ છે, કોઇ પણ વ્યક્તિની સ્ટોરી સાંભળીને તે જલ્દી જ રડી પડે છે. વાત કરી રહ્યાં છીએ, પોપ્યુલર સિંગર નેહા કક્કર (Neha Kakkar) ને કોણ નથી ઓળખતુ? તેને કોઇ પરિચયની જરુર નથી. જે આજે પોતાના 33 મા જન્મ દિવસની ઉજવણી કરી રહી છે.

નેહા ક્કકરને કોઇ હિટ મશિન કહીએ તો નવાઇ નહી. ઇન્ડિયન આઇડલના સ્ટેજથી શરુ થનારી તેની આ કારર્કીર્દી આજે ક્યાં છે તે કહેવાની જરુર નથી.

કોલેજની બહાર નેહાના પિતા સમોસા વેચતા

Neha Kakkar childhood 1

Pc: nehakakkar

ઉત્તરાખંડના ઋષિકેશમાં જન્મેલી Neha Kakkar (નેહા કક્કર) વિશે જાણીને નવાઇ લાગશે. એક કોલેજની બહાર નેહાના પિતા સમોસા વેચતા હતા, એ સમયે નેહાનો પરિવાર ગરીબ હતો. આ પરિવાર રેન્ટ પર રહેતો હતો. એ પણ એક રુમમાં જ રસોઇ અને સુવા જેટલો રુમ હતો.

નેહા કક્કરે કઇ રીતે કરી હતી શરુઆત?

Neha Kakkar childhood

PC: nehakakkar

નેહા કક્કર અને તેની બહેનને પહેલાથી જ ગાવાનો શોખ હતો જેથી બંને બહેનો જાગરણમાં ગાતી હતી. માત્ર 18 વર્ષની ઉમંરમાં નેહા કક્કર ઇન્ડિયન આઇડલના મંચ પર આવી અને તેની કિસ્મત ચમકી ગઇ. ઇન્ડિયન આયલડના શો માં તે જીતી ન શકી પણ હા તેના અવાજે લોકોનું દિલ જીતી લીધુ હતુ.

નેહા કક્કરે સાબિત કર્યુ છે કે, સામાન્ય ઘરમાંથી આવેલી એક યુવતી પોતાના મહેનતથી કઇ રીતે જાગરણમાં ગાઇને પછી એક શો જેમાં જવુ લોકોનું સપનું હોય છે ત્યાં ઓડિશનમાં જ ધમાલ મચાવી, તેનુ ઓડિશન આખા દેશે નિહા્યુ હતુ.    

વર્ષ 2008માં નેહાએ લોન્ચ કર્યું નેહા દ રોકસ્ટાર

પછી શું હતુ નેહાનું કોઇ પણ સોન્ગ ટોપ ટ્રેન્ડિંગમાં આવવા લાગ્યુ.પણ છતાં નેહા કક્કરને બોલિવુડમાં કોઇ કામ ન મલ્યુ જે બાદ નેહા ક્ક્કર નિરાશ થઇ હતી. તેને લોકો જય માતા ગર્લ કહેવામાં આવતી હતી.

એક્ટીંગમાં પણ કર્યો ડેબ્યુ

બોલિવુડમાં વર્ષ 2012માં ફિલ્મ કોકલેટ આવી જેમાં નેહા કક્ક્ડે હૈંડ જવાની સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો, અને પછી શું હતુ આ સોન્ગે નેહાને સ્ટાર બનાવી લીધી. જે બાદ નેહા કક્કર પોતાના સિંગલ્સ રિલીઝ કરવા લાગી અને વ્યુજ પણ મિલિયન્સ ઉપર જવા લાગ્યા. આ સિવાય નેહા કક્કર ખુબ સુંદર રીતે ડાન્સ પણ કરી લે છે અને પોતાની યુટ્યુ ચેનલમાં ડાન્સના વીડિયો પર શેર કરતી રહે છે. કહી શકાય કે નેહા કક્કર ડાન્સિંગ, સિંગિગ અને એક્ટીંગનું એક કોમ્બો પેકેજ છે. 

નેહા કક્ક્ડના યુટ્યુબ પર 1 કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.  

નેહા કક્ક્ડ એકમાત્ર ભારતીય ગાયિકા છે જેને યુ-ટ્યુબે ડાયમંડ એવોર્ડ આપ્યો હોય. નેહા કક્ક્ડના સોન્ગ દિલબર, આંખ મારે, એક તો કમ જીન્દગાની, દિલબર જેવા સોન્ગમાં અવાજ આપ્યો છે. આ સિવાય ફિલ્મ સત્યમેવ જયતેનું સોન્ગ દિલબર એવુ પહેલુ ભારતીય સોન્ગ હતુ જેને બિલબોર્ડ યુટ્યુબ મ્યુઝિક ચાર્ટ પર ત્રીજા નંબર પર હતુ.

આ પણ વાંચો: “શેરની અપના રાસ્તા ઢુંઢ હી લેતી હૈ”,વિદ્યા બાલનની ફિલ્મ શેરનીનું ટ્રેલર રિલીઝ

દિલબર દિલબર સોન્ગ

પર્સનલ ફ્રન્ટ

નેહા ક્ક્કરની યુટ્યુબ ચેનલ પર આ એક સુંદર વીડિયો છે જે જોવા જેવો છે જેમાં તેના નાનપણથી લઇને અત્યારસુધીના ફોટોઝ અને યાદો મુકે છે તેમજ તેની પોપ્યુલારિટી કેટલી છે તે તમને જોવા મળશે. ધીમે ધીમે નેહા કક્કરમના લુકમાં પણ ફેરફાર થવા લાગ્યો અને એકદમ તે સ્ટાઇલિશ થવા લાગી.

એક સરપ્રાઇઝથી ફેન્સને નેહા કક્કરે અચંબિત કરી દીધા, 24 ઓક્ટોબરના રોજ પંજાબી સિંગર રોહનપ્રિત સાથે તેણે લગ્ન કરી લીધા હતા.આ સ્પેશયલ ડે પર રોહનપ્રિતે સુંદર પોસ્ટ શેરલ કરી છે જેમાં પોતાની ફિલિંગ્સ લખતા તે કહે છે,

હે માય લવ માય ક્વીન એન્ડ દ નેહા કક્કર, આજે તમારો બર્થ ડે છે, મારે કહેવુ છે કે જેટલી કેર મે તારી અત્યાર સુધી કરી છે, આવનારા એ દિવસોમાં હું વધુ કેર કરીશ.. તમે મને દરેક રીતે પ્રેમ આપતા રહેજો.. હેપ્પી બર્થ ડે માય લવ

નેહા કક્ક્ડ ઘણા સિંગિગ શો ને જજ કરી ચુકી છે. જેમાં સારે ગામા પા, ઇન્ડિયન આયડલ, લિટલ ચેમ્પિયન જેવા રિયાલિટી શો માં જજ બની ચુકી છે. આ સિવાય નેહા કક્ક્ડ તેના સોશિયલ મીડિયામાં પણ એક્ટીવ રહે છે. જેમાં તે પોતાના reals અને સોન્ગ મુકતી રહે છે.

આ પ્રકારની સ્ટોરી અને એન્ટરટેન્મેન્ટને લગતા ન્યુઝ જાણવા તેમજ દિશ અને દુનિયાની કોઇ પણ ખબર માટે જોતા રહો Ottindia 

આ પણ વાંચો: દિશા પટાણી અને ટાઇગર શ્રોફને ‘હિરોપંતિ’ કરવી પડી ભારે?

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment