Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝસંકટ સમયમાં પણ મિત્રતા નિભાવી રહ્યું છે ભારત, ભારતીયો સાથે 11 નેપાળીઓને પણ કાબુલથી લવાશે

સંકટ સમયમાં પણ મિત્રતા નિભાવી રહ્યું છે ભારત, ભારતીયો સાથે 11 નેપાળીઓને પણ કાબુલથી લવાશે

nepal,india,afghanistan,kabul,taliban
Share Now

અફઘાનિસ્તાનમાં(Afghanistan) તાલિબાનના(Taliban) કબ્જા બાદથી જ ભારત સહિત ઘણા દેશોના નાગરિકો કાબુલ છોડવા માંગે છે. ભારત પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવા માટે ઓપરેશન દેવી શક્તિ પણ ચલાવી રહ્યું છે. જો કે, ભારત આ સંકટ સમયમાં માત્ર પોતાના દેશના જ નહીં પરંતુ અન્ય દેશોના નાગરિકોને બહાર કાઢવામાં પણ મદદ કરી રહ્યું છે. આજ રોજ ગુરુવારે ભારતીય હવાઈ દળનું એક વિમાન 24 ભારતીયો અને 11 નેપાળી(Nepalese) નાગરિકોને લઈને કાબુલથી દિલ્હી આવવા માટે રવાના થયું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આપી માહિતી 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ગયા અઠવાડિયે કાબુલમાંથી નાગરિકોને પાછા લાવવાના અભિયાનને ‘ઓપરેશન દેવી શક્તિ'(Operation Devi Shakti) નામ આપવામાં આવ્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર, અભિયાનનું નામ દેવી શક્તિ પસંદ કરવામાં આવ્યું છે કારણ કે જેમ ‘મા દુર્ગા’ નિર્દોષોને રાક્ષસોથી બચાવે છે. એમ આ રેસ્ક્યૂ પણ માસૂમ અને નિર્દોષ લોકોને હિંસાથી બચાવવાનો પ્રયાસ છે. 

nepal,india,afghanistan,kabul,taliban

કાબુલથી 626 લોકોને ભારત લાવવામાં આવ્યા

અગાઉ, વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં(Afghanistan) રહેતા તમામ ભારતીયોને અપીલ કરી હતી કે જો તેઓ યુદ્ધગ્રસ્ત દેશમાં કોઈ મદદની જરૂર હોય તો તાત્કાલિક સ્પેશિયલ અફઘાનિસ્તાન સેલનો સંપર્ક કરે. અત્યાર સુધીમાં, કાબુલથી લગભગ 626 લોકોને ભારત લાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય નાગરિકો તેમજ અફઘાન અને નેપાળીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કુલ 626 લોકોને કાબુલથી લાવવામાં આવ્યા છે, જેમાંથી 228 ભારતીય નાગરિકો અને 77 અફઘાની શીખો છે.

કાબુલથી આજે 180 લોકો પરત લવાશે

અફઘાનિસ્તાનમાંથી(Afghanistan) અમેરિકી સૈનિકોને પરત ખેંચવાની 31 ઓગસ્ટની સમયમર્યાદા આપવામાં આવી છે. જેને લઈને વિવિધ દેશો દ્વારા તેના નાગરિકોને બહાર કાઢવાના તીવ્ર પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ગુરુવારે કાબુલથી લશ્કરી વિમાનમાં ભારત આશરે 180 લોકોને પરત લાવશે. આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું કે જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તેમાં ભારતીય અને ઘણા અફઘાન શીખ અને હિન્દુઓનો સમાવેશ થાય છે.

800 થી વધુ લોકોને ‘ઓપરેશન દેવી શક્તિ’ હેઠળ લાવવામાં આવ્યા 

કાબુલમાં 15 ઓગસ્ટના રોજ તાલિબાનોના કબજામાં આવ્યા બાદ ઝડપથી બગડતી સુરક્ષા પરિસ્થિતિને જોતા ભારત તેના મિશન ‘ઓપરેશન દેવી શક્તિ’ હેઠળ 800 થી વધુ લોકોને પરત લાવી ચૂક્યું છે.

અમેરિકા તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટનો ગેટ છોડી દેવા કહ્યું

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં(Afghanistan) ફસાયેલા તેના નાગરિકોને તાત્કાલિક કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા માટે એલર્ટ જારી કર્યું છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે બુધવારે મોડી રાત્રે જારી કરેલી સુરક્ષા ચેતવણી અનુસાર, કાબુલમાં અમેરિકી દૂતાવાસે અમેરિકી નાગરિકોને આ સમયે હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. વિદેશ ડિપાર્ટમેન્ટે કબૂલ એરપોર્ટની બહાર ગેટ પર અમેરિકી નાગરિકોને ધમકીઓના કારણે તાત્કાલિક એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું હતું. કાબુલમાં અમેરિકી દૂતાવાસ દ્વારા જારી કરાયેલ સુરક્ષા ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, “જે અમેરિકી નાગરિકો એબી ગેટ, ઈસ્ટ ગેટ અથવા નોર્થ ગેટ પર છે તેમને હવે તાત્કાલિક ત્યાથી ખસી જવું જોઈએ.

1,500 અમેરિકનો હજુ પણ અફઘાનિસ્તાનમાં

અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને કહ્યું કે વહીવટીતંત્રનું માનવું છે કે લશ્કરી વિમાનોથી અમેરિકનોને બહાર કાઢવાના 12 દિવસના અભિયાન છતાં અફઘાનિસ્તાનમાં હજુ પણ લગભગ 1,500 અમેરિકનોને લાવવાના બાકી છે. બ્લિંકને બુધવારે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તાલિબાન 14 ઓગસ્ટના રોજ કાબુલ પહોંચ્યા ત્યારથી દિવસ-રાત અમેરિકી નાગરિકોને બહાર કાઢવાના અભિયાનમાં અત્યાર સુધી 4500 અમેરિકનોને બહાર કાઢવામાં આવ્યા છે. . બ્લિંકને કહ્યું કે યુએસ અધિકારીઓ લગભગ 500 અમેરિકનોના સંપર્કમાં છે અને તેમને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત બહાર કાવાનો પ્રયાસ કરી રહ્યા છે. બ્લિન્કેને કહ્યું કે અન્ય 1,000 સુધીપણ  પહોંચવાના પ્રયાસો ચાલુ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment