Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝ૯૨ વર્ષના મગનભાઈ સુગરીઓ સાથે રહે છે?

૯૨ વર્ષના મગનભાઈ સુગરીઓ સાથે રહે છે?

Share Now

સુગરીનો માળો. કેટલો બ્યુટીફૂલ હોય છે નહિ. લગભગ બધાએ જોયો હશે! પણ માત્ર ફોટામાં…કારણ કે આ શહેરના સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલમાં આજકાલ પક્ષીઓ ક્યાં જોવા જ મળે છે. તો આ પક્ષીઓના માળા શોધવા તો ખુબ મુશ્કેલ કામ છે. પણ એટલી આશા રાખું છું કે તમે આ માળો કોઈ ફોટામાં કે પછી વિડીયોમાં ચોક્કસથી જોયો હશે…અને જો ના જોયો હોય તો આજે હું તમને આખી સુગરીની સોસાયટી (Nests of the Baya weavers) બતાવીશ. હા સોસાયટી! કારણ કે અહિયાં એક બે નહિ પણ બહુ બધા સુગરીના માળા આવેલા છે.

Nest of the Baya weavers

મગનભાઈનો અને સુગરીનો (Nests of the Baya weavers) જાણે કઈક જ અલગ સંબંધ છે…

નવસારીમાં રહેતા ૯૨ વર્ષના મગનભાઈ પટેલ. જાણે એમનો અને સુગરીનો કઈક અલગ જ સંબંધ છે. તેમના ઘર આગળ તેમને એક મોટી વિલાયતી આંબલી વાવેલ છે. જેના પર ચકલી જેવી જ દેખાતી સુગરીની પ્રજાતિએ ઘણા બધા માળા (Nests of the Baya weavers) બનવ્યા છે. આવા વૃક્ષો તો આપણી આસપાસ અપને ઘણી બધી જગ્યાએ જોયા છે. આ પ્રકારની અંબાલી ભુલાફળિયા ગામમાં પણ બીજી ઘણી બધી જગ્યાએ છે. પણ આ સુગરીને તો બસ મગનભાઈના ફળિયામાં આવેલી આ આંબલી પર જ રહેવું છે. તેનું કારણ છે મગનભીનો પક્ષી પ્રેમ.

આ પણ જુઓ : પ્રેમ અને હુંફ માંગતી સુગરી…

Nests of the Baya weaver on tree

“રોજ ચકલી ડે”

એવું નથી કે આપણને પક્ષીઓ નથી ગમતા. આપણે પણ ચકલી ડે ઉજવીએ જ છીએ. પણ માત્ર એક દિવસ માટે પછી . પણ મગનભાઈના મન તો જાણે રોજ ચકલી ડે. આ બધી સુગરીઓ જાણે મગનભાઈના પરિવારનો જ એક હિસ્સો છે. રોજ આ સુઘરીઓને ચણ અને પાણી પણ આપે છે. 

sparrows on tree in front of maganbhai's house

પક્ષીના બચ્ચા નીચે પડે તો તેને ફરી માળામાં મૂકી દે છે…

સુગરી નામનું પક્ષી આમતો ખુબ પ્રચલિત છે અને તેનું કારણ તેનો માળો છે. હવે થોડું જાણીએ આ સુગરીના માળા વિશે. તે પોતાનો માળો એકદમ યુનિક રીતે ગૂંથે છે. જે લોકોને આકર્ષિત કરે છે. આ માળો બનવવા તે દાભડા નામના ઘાસનો ઉપયોગ કરે છે. તે પોતાનો માળો સૌથી ઉચા ઝાડ, જેવા કે તાળ, નારિયેળ, અને લીમડાના વૃક્ષ પર બનાવે છે. પરંતુ મગનભાઈ આ પક્ષીઓને એટલો પ્રેમ અને હુંફ આપે છે કે સુગરીએ તેમના વિલાયતી આંબલીના ઝાડ પર મોટી સંખ્યામાં માળા બનાવી વસવાટ કરી દીધો છે. મગનભાઈ પટેલ આખા વર્ષ માટે આ પક્ષીઓને ચણ અને પાણીની વ્યવસ્થા કરી રાખે છે. તો પક્ષીના બચ્ચા નીચે પડે તો તેને ફરી માળામાં મૂકી આપે છે તો કાગળા જેવા પક્ષી આવા બચ્ચા ઓને નુકશાન ન પહોચાડે તેની પણ વિશેષ કાળજી રાખે છે.

92 years old maganbhai patel

 આધુનિક જમાનામાં લોકોને પોતાના ઘરમાં બનેલો નાનો માળો પણ ભારે લાગે છે. અને તેને કાઢી નાખતા હોય છે. તો વહેલી સવારમાં મ્યુજિક સંભાળવાની પણ હોટ જામી છે, ત્યારે મગનભાઈની સવાર તો ૯૨ વર્ષેથી પોતાના ઘરની બહાર રહેતા પક્ષીઓના કલરવ વચ્ચે જ થાય છે. જો આવા પ્રકૃતિ પ્રેમી દરેક શહેર અને ગામમાં હોય તો આવનારી પેઢીને કોઈ પક્ષીની ઓળખ માત્ર પુસ્તકોનો ફોટો બતાવીને નહિ આપવી પડે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment