તાજેતરમાં ટેલિકોમ કંપનીઓએ તેમના પ્રીપેડ પ્લાનને(Prepaid Plans) મોંઘા કર્યા છે. એમેઝોન પ્રાઈમે(Amazon Prime) પણ પોતાના પ્લાનને મોંઘા કર્યા છે. જોકે નેટફ્લિક્સ પ્લાન સસ્તા થઈ ગયા છે. પરંતુ તમે Netflix, Amazon Prime અને Disney + Hotstar નુ સબ્સ્ક્રિપ્શન ફ્રિ માં જ જોઈ શકો છો.
Netflix, Amazon Prime અને Disney + Hotstar નુ સબ્સ્ક્રિપ્શન કરાવ્યા વગર ફ્રિ માં જોવા માટે Jio ઘણા પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે. તેની કિંમત 399 રૂપિયાથી શરૂ થાય છે. આ પોસ્ટપેડ પ્લાનમાં વપરાશકર્તાઓને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની + હોટસ્ટારનું ફ્રિ સબ્સ્ક્રિપ્શન મળે છે. અહીં અમે Jioના આવા જ પોસ્ટપેડ પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.
399 રૂપિયાનો Jio પોસ્ટપેડ પ્લાન
Jioનો આ પોસ્ટપેડ પ્લાન સ્ટ્રીમિંગ બેનિફિટ્સ, કૉલિંગ અને SMS બેનિફિટ્સ સાથે આવે છે. આ પ્લાનમાં 75GB ડેટા આપવામાં આવ્યો છે. ડેટા સમાપ્ત થયા પછી, તમારે 10 રૂપિયા પ્રતિ GB ખર્ચવા પડશે. તે 200GB રોલઓવર ડેટા સાથે આવે છે. આ પ્લાન સાથે, તમને Netflix, Amazon Prime અને Disney + Hotstarનું ફ્રિ સબ્સ્ક્રિપ્શન મળે છે.
આ પણ વાંચો:રિલાયન્સ જિયોનો રિચાર્જ પ્લાન થયો મોંઘો, 1 ડિસેમ્બરથી લાગુ થશે નવી કિંમતો
આ પોસ્ટપેડ પ્લાનમાં 100GB ડેટા આપવામાં આવે છે. આ પછી તમારે 10 રૂપિયા પ્રતિ GB ખર્ચવા પડશે. આ પ્લાનમાં 399 રૂપિયાના પ્લાનના તમામ ફાયદા પણ આપવામાં આવ્યા છે. એટલે કે, આ પ્લાન સાથે પણ તમને Netflix, Amazon Prime, Disney + Hotstar જેવા OTT પ્લેટફોર્મની ઍક્સેસ મળશે.
799 રૂપિયાનો Jio પોસ્ટપેડ પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને કુલ 150GB ડેટા આપવામાં આવે છે. આમાં પરિવારના સભ્ય માટે બે વધારાના સિમ કાર્ડ આપવામાં આવ્યા છે. તેના બાકીના ફાયદા ઉપરોક્ત પ્લાન મુજબ જ છે.
999 રૂપિયાનો Jio પોસ્ટપેડ પ્લાન
આ પ્લાનમાં યુઝર્સને 200GB ડેટા આપવામાં આવે છે. આ પછી યુઝર્સને 10 રૂપિયા પ્રતિ GB ખર્ચવા પડશે. આ પ્લાનમાં 500 GB રોલઓવર ડેટા ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે પરિવારના સભ્યોને ત્રણ વધારાના સિમ કાર્ડ આપવામાં આવે છે. તેના બાકીના ફાયદા 799 રૂપિયાના પ્લાન જેવા જ છે.
1499 રૂપિયાનો Jio પોસ્ટપેડ પ્લાન
1499 રૂપિયાના પ્લાનમાં 300GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાન 500GB રોલઓવર ડેટા સાથે આવે છે. આ પ્લાનમાં ત્રણ વધારાના ફેમિલી પ્લાન સિમ કાર્ડ આપવામાં આવ્યા છે. આ પ્લાનમાં પણ તમને OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્શન ફ્રિ માં આપવામાં આવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4