Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeરોચક તથ્યોRelationship Advice: પતિના ઓફિસથી ઘરે આવતા જ ના કરશો આ કામ, થઈ શકે છે તકરાર

Relationship Advice: પતિના ઓફિસથી ઘરે આવતા જ ના કરશો આ કામ, થઈ શકે છે તકરાર

husband wfe
Share Now

જ્યારે પણ તમારા પાર્ટનર ઓફિસથી ઘરે આવે છે, ત્યારે સ્વાભાવિક છે કે તમે દિવસભરની ઘણી વાતો તમારા પાર્ટનરને કરવા ઇચ્છતા હોઉ છો. દિવસ શ્રમયાં ઘણી બધી વસ્તુઓ  એવી બની હોય છે જેને તમે તમારા પાર્ટનર સાથે શેર કરવાની ઈચ્છા રાખતા હોઉ છો. અને તે એક સારી વાત છે. આમ કરવાથી તમારું અને તમારા પાર્ટનરનું બોન્ડિંગ ખૂબ જ મજબૂત રહે છે, પરંતુ જો આ જ બાબત તમારી વચ્ચે અણબનાવનું કારણ બની જાય તો? જ્યારે પણ તમારા પાર્ટનર કામ પરથી ઘરે પરત આવે ત્યારે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી તમારા બંને વચ્ચે ક્યારેય કોઈ સમસ્યા ન થાય.

સાસરિયાંની ફરિયાદ ના કરો 

ઘણી વાર એવું બનતું હશે કે, ઘરમાં સાસુ સસરા કે બીજા કોઈ વ્યક્તિની કોઈ વાતની તમને ખોટું લાગ્યું હોય અને તે વાતને તમે આખો દિવસ તમારા મનમાં રાખીને બેસી રહો. અને પતિના કામ પરથી ઘરે આવવાની રાહ જોતા હશો કે જેથી તમે તેમને મનની વાત કહીને તમારું મન હળવું કરી શકો, પરંતુ તેમ છતાં તમારે તમારા પતિને ઘરે આવતાની સાથે જ ફરિયાદ કરવાનું શરૂ ન કરવી જોઈએ.કારણકે આમ કરવાથી ન માત્ર તેમનો મૂડ ઓફ થઈ જશે, પરંતુ તેઓ તમારા પર ગુસ્સે પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં થોડીવાર રાહ જુઓ અને તેઓ ફ્રેશ થાય પછી ધીમે ધીમે તમારા મનની વાત કરો.

husband-wife-dispute

આ પણ વાંચો:બ્લાઉઝની સિલાઈને લઈને પતિ-પત્ની વચ્ચે થઈ તકરાર, પત્નીએ એવું પગલું ભર્યું કે….

જો કોઈ વ્યક્તિ ઓફિસથી થાકીને ઘરે પરત ફરી રહ્યો છે, તો ધ્યાનમાં રાખો કે પહેલા તેને થોડો આરામ કરવા દો અને થોડીવાર પછી કોઈ કામ જણાવો. ઑફિસેથી પાછા ફર્યા પછી તરત જ કોઈને કોઈ કામ કરવા માટે કહો નહીં સિવાય કે તે ખૂબ જ જરૂરી હોય.

ઝગડો કરશો નહિ 

તમારા પાર્ટનર જ્યારે ઓફિસથી પરત આવે છે ત્યારે તે પહેલેથી જ ખૂબ જ થાકેલી હાલતમાં હશે. તેથી તેને આરામ કરવા માટે સમય આપો અને તેની સાથે કોઈ પણ પ્રકારની દલીલ ન કરો. જો તમે પાર્ટનરના ઘરે આવતાની સાથેજ દલીલ કરશો તો તેનાથી તમારા બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. માટે પહેલા તેમને ફ્રેશ થવા દો પછી શાંતિથી એમને સારી લાગે એવી વાતો કરો અને બાદમાં ધીમે ધીમે તમારે જે વાત કરવી હોય તે કરો આમ કરવાથી તમારા અને તમારા પાર્ટનર વચ્ચેનો સબંધ પ્રેમાળ બનશે.  

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment