Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝઆજે નવા મંત્રીમંડળની શપથવિધિ થઇ શકે છે, તમામ MLA ને બોલાવ્યા ગાંધીનગર

આજે નવા મંત્રીમંડળની શપથવિધિ થઇ શકે છે, તમામ MLA ને બોલાવ્યા ગાંધીનગર

Swearing
Share Now

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bupendra Patel)સોમવારે શપથ લીધા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ આજે બુધવારે શપથ ગ્રહણ (Swearing)કરી શકે છે. આજે બુધવારે બપોરે 2 કલાકે મંત્રીઓના શપથ (sworn)યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. રાજભવન ખાતે આ શપથગ્રહણ (Swearing)સમારોહ યોજાનાર છે. નવા મંત્રી (New minister)ઓની શપથવિધિને લઈને ભાજપના ધારાસભ્યો (MLA)માં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. જેમાં સવારે 10 કલાકે તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચી જવાનું કહી દેવામાં આવ્યું છે.

નવા મંત્રી મંડળની શપથ (sworn)લઇ શકે છે?

મહત્વનું છે કે આજે બુધવારે બપોરે 2 કલાકે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) નવા મંત્રી (New minister)ઓને શપથ (Oath)લેવડાવશે તેવા સમાચાર મળી રહ્યાં છે. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર પટેલ (Bupendra Patel)નું આ નવું મંત્રીમંડળ જુના મંત્રીમંડળ કરતાં અલગ હોઇ શકે છે તેમા શંકાને કોઇ સ્થાન નથી. તો એ પણ કહી શકાય કે નવા મંત્રીમંડળમાં યુવા અને અનુભવી ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે. જેમાં ઓબીસી અને દલિત ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ શક્યતાઓ છે.

ક્યા ચહેરાઓ રિપીટ થશે?

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ( Vijay Rupani)સરકારમાં રહેલા કેટલાક મંત્રી (Minister)ઓને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં રિપીટ કરવામાં આવી શકે છે. જો રિપીટ ચહેરાઓની વાત કરવામાં આવે તો તેમાં પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, ગણપત વસાવા અને દિલીપ ઠાકોરનો સમાવેશ થવાની શક્યતા હાલ પુરતી તો વર્તાઈ રહી છે.

આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલે લીધા નવા CM પદના શપથ, PM મોદીએ રૂપાણીને લઇને કહી મોટી વાત

આજે બુધવારે નવા મંત્રીમંડળની શપથવિધિ (Swearing in)યોજાવાની સંભાવના છે. ત્યારે નવા મંત્રીમંડળ (Cabinet)માં કયા નવા ચહેરાઓને સ્થાન મળશે. આ વાત પર તમામની નજર હાલમાં મંડરાયેલી છે. ત્યારે અમદાવાદના એલિસબ્રીજના ધારાસભ્ય રાકેશ શાહને પણ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન મળી શકે છે. તો નિકોલ વિધાનસભા બેઠકના ધારાસભ્ય જગદીશ પંચાલને પણ સ્થાન મળવાની સંભાવના રહેલી છે.

મધ્ય ગુજરાતમાંથી આ ચહેરા શપથ (Swearing)લઇ શકે છે

બીજી તરફ મધ્ય ગુજરાતમાંથી જો વાત કરવામાં આવે તો મનીષા વકીલને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો કેતન ઈનામદારનું નામ પણ મંત્રીમંડળ (Cabinet)માં સમાવાય તેવી ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત ગઢડાના ધારાસભ્ય આત્મારામ, વીસનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, લીંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા, ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા, સુરત પૂર્વના અરવિંદ, મજૂરાના ધારાસભ્ય હર્ષ સંધવી અને સંગીતા પાટીલને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળવાની ચર્ચાઓ ચાલી રહી છે.

ગુજરાત પેટાચૂંટણીની સમીક્ષા જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment