કોરોના નામનો વાયરસ ચીનના વુહાન શહેરમાંથી આવ્યા બાદ દેશભરમાં આ વાઇરસ પોતાની તાકાત વધારતુ જાય છે અને લોકોને પોતાની ઝપેટમાં લેતુ જાય છે, ત્યારે ચીની વૈજ્ઞાનિકો હવે આ વાયરસને લઇને એક ચામાચિડિયા પર સંશોધન કરી રહ્યાં છે. કોરોના વાયરસ (Corona Virus) ને લઇને ચાઇના( China)માં ચામાચિડિયા પર કર્યું પરિક્ષણ કરવામાં આવ્યું, જેમાં ચામાચિડિયા પર કરેલ સંશોધન પર તેમને કોરોનાવાયરસનો નવો નમુનો ( New Cororna Virus Batch ) મળ્યો છે, ચામાચિડિયામાં નવા આવેલા વાયરસમાં એક વાયરસનો સમાવેશ થાય છે, જેને વૈજ્ઞાનિકો આનુવંશિક રીતે સૌથી કોવિડનો બીજો વાયરસ ( New Cororna Virus Batch ) હોઇ શકે છે.
PC: Down to Earth
શોધકર્તાઓનું કહેવુ છે કે, દક્ષિણી ચીનમાં તેમની શોધથી પ્રાપ્ત થયુ છે કે, ચામાચિડિયામાં કેટલાં કોરોનાવાયરસ હોય છે, તે કેટલાં લોકોમાં ફેલાવવાની ક્ષમતા ધરાવે છે.
જર્નલ સેલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં, શેડોંગ વિશ્વવિધાલયના ચીની શોધકર્તાઓનું કહેવુ છે કે,
“કુલ મળીને અમે અલગ ચામાચિડિયાની પ્રજાતિઓથી 24 નવા કોરોનાવાયરસ જીનોમ એકત્ર કર્યા હતા, જેમાથી 4 SARS-Cov2 જેવા કોરોનાવાયરસનો સમાવેશ થાય છે. ”
જંગલમં રહેનારા ચામાચિડિયાને 2019 અને 2020 ની વચ્ચે એકત્ર કરવામાં આવ્યા હતા. જેમને પરિક્ષણ માટે લઇ જવામાં આવ્યા હતા, જે બાદ તેમના ફેસ અને મળમુત્રને પણ પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. ચીની શોધકર્તાઓ મુજબ, ચામાચિડિયામાં થયેલા આ સંશોધન પર આનિવંશિક રુપથી SARS-CoV-2 વાયરસને સમાન હતો, જે મહામારીનું કારણ બન્યો હતો.
PC: affp
શોધકર્તાઓનું કહેવુ છે કે, SARS-CoV-2 વાયરસ એક સ્પાઇક પ્રોટીન પર આનુવંશિક અંતરને છોડીને SARS-CoV-2 નું સોથી કરીબી સ્ટ્રેન હશે. 2020માં થાઇલેન્ડમાં એકત્ર કરવામાં આવ્યા SARS-CoV-2 સંબંધિત વાયરસની સાથે આ પરિણામ સ્પષ્ટ રુપથી પ્રદર્શિત કરે છે. જેમાં SARS-CoV-2 ની કરીબી સંબંધતિ વાયરસ ચમગાદડની આબાદીમાં ફેલાઇ રહ્યાં છે.
WHO એ કોવિડ 19 ની ઉત્પત્તિ ક્યારે થઇ અને તેનાથી જોડાયેલા આગલા પગલાઓ માટે વધતી જતી માંગ અને પ્રતિક્રિયા વચ્ચે ચામાચિડિયા પર કોરોનાવાયરસની તપાસ અને તેના પર પરિક્ષણની માંગ વધી હતી.
PC: AP
કોરોના વાયરસના કેસ દેશમાં દિવસે દિવસે વધી રહ્યાં છે, ત્યારે તેની સામે કોરોનાથી લોકો દમ તોડી રહ્યા હોય તેનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોના વાયરસને લઇને ગુજરાતમાં હાલ 8 લાખથી વધુ કેસ નોંધાઇ ચુક્યા છે, જ્યારે અત્યાર સુધી કોરોનાએ માત્ર ગુજરાતમા જ 9,985 લોકોનો જીવ લઇ લીધો છે. દેશમાં કોરોનાના આંકડાની ડજો વાત કરીએ તો ભારતમાં કોવિડના કેસ 2 કરોડ 93 લાખથી વધુ નોંધાઇ ચુક્યાં છે. કોરોનાની સામે લડવા દેશની પ્રજા માટે કોરોનાવેક્સિન પણ આવી ગઇ છે, લોકો રસિકરણની પ્રક્રિયામાં પણ જોડાઇ રહ્યાં છે છતાં થોડા સુધારો ભારતમાં જોવા મળી રહ્યો છે. આ મહામારી ચાઇનામાંથી આવી હોય તેવુ મનાય છે, પણ હકીકત જે પણ હોય પણ હાલ આપણે કોરોના સામે લડવાનુ છે અને રસીકરણની પ્રક્રિયામાં જોડાઇને કોરોનાને હરાવવાનો છે.
આ સિવાય જો વાત કરીએ કોરોના વાયરસની તો કોરોના વાયરસના 1.5 વર્ષ બાદ પણ આ વાયરસ એક રહસ્ય બનેલુ છે. મહામારીનો આ પહેલી ઘટના ચીનના વુહાનમાંથી સામે આવ્યુ હતુ. હાલ ઘણા દેશો આની ઝપેટમા છે, કોરોનાનો આ વાયરસ ચીનની કોઇ લેબમાંથી ખરેખર લીક થયો હતો કે નહી તે પણ તપાસનો વિષય બની રહ્યો છે.
આ પણ વાંચો: શા માટે ઘણા દેશોએ આ વેક્સીન પર લગાવી છે રોક ?