Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeઑટો & ગેજેટ્સદેશમાં વધુ એક ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ; એથર, હીરો, ઓકિનાવા, ઓલા સાથે સીધી ટક્કર

દેશમાં વધુ એક ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ; એથર, હીરો, ઓકિનાવા, ઓલા સાથે સીધી ટક્કર

New EV Launched Simple Energy launches electric scooter in India, know what are the features and price
Share Now

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને પ્રદૂષણ (Pollution)ને અટકાવવા અમુક નિર્ણયોને કારણે દેશમાં ઈલેક્ટ્રીક વાહનોનો જેટલો ક્રેઝ વધી રહ્યો છે. અમુક કંપનીઓએ ભારતમાં પોતાના સ્કૂટર લોન્ચ કરેલા છે જેમાં હાલમાં ઓલા દ્વારા લોન્ચ થયેલ ઈ-સ્કૂટર ચર્ચામાં છે. આ સાથે જ અન્ય એક સ્ટાર્ટઅપે પણ પોતાનું ઈ-સ્કૂટર લોન્ચ (New EV Launch) કર્યું છે. તો હવે દેશવાસીઓને વિકલ્પ પણ મળી રહેશે.

હકીકતમાં, ઈલેક્ટ્રીક વ્હીકલ સ્ટાર્ટઅપ સિંપલ એનર્જીએ દેશમાં પોતાનું પહેલું ઈલેક્ટ્રીક સ્કૂટર લોન્ચ (New EV Launch) કર્યું છે. કંપનીએ પોતાના ફ્લેગશીપ ઈલેક્ટ્રીક સ્કૂટર માટે પોતાની ઓફિશીયલ વેબસાઈટ પર બુકિંગ શરૂ કરી દીધુ છે, જે રિફંડેબલ છે. જેને તમે સરળતાથી કંપનીની વેબસાઈટ પર જઈને બુક કરાવી શકો છો. કંપની આ ઈ-સ્કૂટરને ભારતમાં જ બનાવશે. સિંપલ વન ઈલેક્ટ્રીક સ્કૂટર તમિલનાડુના હોસુરમાં ઈવી મેકર પ્લાન્ટ (EV Maker Plant)માં બનાવશે, જેની પહેલી ફેઝમાં દસ લાખ વાહનોની એન્યુઅલ પ્રોડક્શન કેપેસિટી છે. ઈ-સ્કૂટરને પહેલા ફેઝમાં કર્ણાટક, તમિલનાડુ, દિલ્હી, ગોવા અને ઉત્તર પ્રદેશ સહિત દેશભરના કુલ 13 રાજ્યોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Simple Energy to raise Rs 75 crore for e-scooter launch in 2021 - Autocar India

આ છે આકર્ષક ફીચર્સ

સિંપલ વન ઈ-સ્કૂટર (Simple One E Scooter) ચાર કલર ઓપ્શનમાં મળશે, જેમાં રેડ, વ્હાઈટ, બ્લેક અને બ્લૂ કલર ઉપલબ્ધ છે. સિંપલ વન ઈ-સ્કૂટર ઈથર, હીરો ઈલેક્ટ્રીક, ઓકિનાવા અને ઓલાના ઈલેક્ટ્રીક સ્કૂટરોને ટક્કર આપશે.

ઈલેક્ટ્રીક સ્કૂટક ફ્યૂચરિસ્ટિક ડિઝાઈનને સ્પોર્ટ કરશે અને મિડ-ડ્રાઈવ મોટર પર બેસ્ડ રહેશે. તે 30 લીટરની બૂટ કેપેસિટી, 12 ઈંચના વ્હીલ, 7 ઈંચના કસ્ટમાઈઝ્ડ ડિજિટીલ ડેશબોર્ડ, ઓન-બોર્ડ નેવિગેશન, જિયો-ફેંસિંગ, એસઓએસ મેસેજ, ડોક્યુમેન્ટ્સ સ્ટોરેજ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવશે.

આ પણ વાંચો : સોમનાથની થશે કાયાપલટ

બેટરી-ચાર્જ

સિંપલ એનર્જીનું ઈલેક્ટ્રીક સ્કૂટર 4.8 kwh પોર્ટેબલ લિથિયમ-આયન બેટરી પેકથી સજ્જ છે, જેનું વજન 6 કિલોગ્રામથી વધુ છે. તેનું ડિટેચેબલ અને પોર્ટેબલ નેચર ઘરોમાં ઈ-સ્કૂટરની બેટરીને ચાર્જ કરવી સરળ બનાવશે. સિંપલ લૂપ ચાર્જર 60 સેકન્ડમાં સિંપલ વન ઈલેક્ટ્રીક સ્કૂટરને 2.5 કિમી સુધી ચાર્જ કરવાની કેપિસિટી સાથે આવશે. ઈવી કંપની આગલા ત્રણથી 7 મહિનામાં દેશભરમાં 300થી વધુ પબ્લિક ફાસ્ટ ચાર્જર પણ લગાવશે.

Simple One electric scooter to get 6 kg portable battery: Range, launch date, expected price - The Financial Express..

સિંપલ વન ઈલેક્ટ્રીક સ્કૂટર રેન્જ, પર્ફોર્મન્સ

ઈ-સ્કૂટર એક વાર ચાર્જ કરવાથી ઈકો મોડમાં 203 કિલોમીટર અને આઈડીસી કંડીશનમાં 236 કિલોમીટરની રેન્જ આપે છે. તેની ટોપ સ્પીડ 105 કિમી પ્રતિ કલાક છે અને તે 0થી 50 કિમી પ્રતિ કલાકની સ્પીડ 3.6 સેકન્ડમાં અને 0થી 40 કિમી પ્રતિ કલાકની સ્પીડ 2.95 સેકન્ડમાં પકડી લે છે. સ્કૂટરમાં 4.5 KWનો પાવર આઉટપુટ અને 72 Nmનો ટાર્ક મળે છે.

કિંમત

કંપનીએ પોતાના ફ્લેગશીપ ઈલેક્ટ્રીક સ્કૂટર માટે પોતાની ઓફિશીલ વેબસાઈટ પર 1,947 રૂપિયાના રિટર્નેબલ ટોકન અમાઉન્ટ પર બુકિંગ (Booking) શરૂ કરી દીધુ છે. આ ઈલેક્ટ્રીક સ્કૂટર 1.10 લાખ રૂપિયામાં લોન્ચ કર્યું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment