Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeનેચર & વાઈલ્ડ લાઈફSOU સફારી પાર્કમાં સફેદ વાઘ-વાઘણની બની અદભુત જોડી: “વીર-શક્તિ”

SOU સફારી પાર્કમાં સફેદ વાઘ-વાઘણની બની અદભુત જોડી: “વીર-શક્તિ”

Share Now

કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક અર્થાત જંગલ સફારી પાર્ક. એમાં પણ વાઘ અને તે પણ સફેદ વાઘ (white tiger) પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પાર્કમાં અત્યાર સુધી એક નર સફેદ વાઘ હતો. પણ હવે વધુ એક માદા સફેદ વાઘણને જંગલ સફારી પાર્કમાં  લાવવમાં આવતા નવું આકર્ષણ ઉમેરાયું છે.

  • વધુ એક માદા સફેદ વાઘણને જંગલ સફારી પાર્કમાં આગમન
  • અત્યાર સુધી એક નર “વીર” સફેદ વાઘ (white tiger)
  • સફેદ નર વાઘ “વીર”ની નવી સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”
  • “શક્તિ”ને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરથી નર્મદા લાવામાં આવી
  • ભવિષ્યમાં સફેદ વાઘના બચ્ચાઓ પ્રવાસીઓને જોવા મળશે

white tiger in safari park

આ અંગે જંગલ સફારી પાર્કનાં નિયામક ડૉ. રામ રતન નાલાએ જણાવ્યું હતું કે સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં પ્રવાસીઓ માટે અનોખુ નવુ આકર્ષણ લાવવામાં આવ્યું છે. કેવડીયા ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં સફેદ નર વાઘ “વીર”ને નવી સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ” મળી છે. સફેદ માદા વાઘ “શક્તિ”ને (white tiger) ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરથી અત્રે લાવવામા આવેલ છે. સેન્ટ્રલ ઝુ ઓથોરીટીએ માત્ર ૧ જ દિવસમાં પરવાનગી આપીને. તેને અહીં લાવવામા આવ્યા છે. એમણે જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં વીર અને શક્તિની જોડી બનશે. અને ભવિષ્યમાં સફેદ વાઘના બચ્ચાઓ પ્રવાસીઓને જોવા મળે તો નવાઈ નહીં.

“મોહન” રીવાના સફેદ વાધનો (white tiger) જનક

આ અંગે ડો. રતન નાલાએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે સફેદ વાઘ જે એક અતિસુંદર દેખાતી બંગાળ વાઘની જ એક પ્રજાતી છે. જેમાં “મોહન” નામનો પહલો સફેદ વાઘ હતો કે જેને હાલના મધ્યપ્રદેશ રાજયનાં રીવાના મહારાજાએ વર્ષ ૧૯૫૧માં પકડયો હતો.

આ પણ વાંચો: કરોડો ખર્ચાતા હોવા છતાં નર્મદા શિક્ષણમાં પાછળ કેમ? : મનસુખભાઇ વસાવા

safari jungle park of statue of unity

“મોહન” રીવાના સફેદ વાધનો જનક કહેવાય છે. આજે જેટલા પણ સફેદ વાઘ જોવા મળે છે. તે તમામ “મોહન”નાં જ વંશજો છે. આ વીર અને શક્તિ પણ “મોહન”નાં જ વંશજો છે. કેવડીયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે. હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે. જેથી જંગલ સફારીમાં આવતા હજારો આંગતુક પ્રવાસીઓ માટે એકવધારાનું આકર્ષણ બની રહેશે. અહીં વીર અને શક્તિ બન્ને જોડીનું નિયમિત હેલ્થ ચેકઅપ થશે. ફૂડ ચેકઅપ પણ થશે. હાલ શનિ, રવિ અને સોમવાર ત્રણ દિવસની રજા હોવાથી જંગલ સફારી પાર્ક જોવા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment