Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeઑટો & ગેજેટ્સફોર્ડની ફિગો થઈ રીલોન્ચ: ઓટોમેટિક ગિયર સાથે આવશે.

ફોર્ડની ફિગો થઈ રીલોન્ચ: ઓટોમેટિક ગિયર સાથે આવશે.

ford figo
Share Now

ફોર્ડ મોટર્સ જાણે માર્કેટમાંથી નીકળી ગઈ હોય એમ લાગે છે. કારણકે ફોર્ડ દ્વારા ઘણા સમયથી નવી કોઈ ગાડી લોન્ચ કરવામાં આવી નથી. પણ કંપનીએ પોતાની ફિગો કારને ઓટોમેટિક વર્ઝન સાથે ભારતીય બજારમાં પછી લોન્ચ કરી છે. ફોર્ડે  2020માં આ કારના 2,570 યુનિટ નું વેચાણ કર્યું હતું, જે તેની હરીફ કાર કરતાં ઘણું ઓછુ છે. ફોર્ડ દ્વારા કોઈ નવી કાર લાવાવમાં આવી રહી  નથી જેના કારણે લોકોને લાગી રહ્યું છે કે જનરલ મોટર્સની જેમ ફોર્ડ પણ ભારત છોડીને જતી રહેશે.

ford figo automatic

pc-carwale

નવી ફોર્ડ ફિગો ઓટોમેટિક 

ફોર્ડ ફિગોએ ઇકો સ્પોર્ટ્સના 1.5 લિટરના એન્જિન સાથે આવતી હતી જે BS6 મોડલ પહેલા તેને 2020માં બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કંપનીએ નવા ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે ફરી લોન્ચ કરવામાં આવી છે. ફોર્ડ ટાઈટિનીયમ+ માં ઓટોમેટિક જોવા મળશે. જો ખાલી ટાઈટિનીયમ લેવા માંગતા હોવ અને તે પણ ઓટોમેટિક તો તમારે 93000 રૂપિયા વધારાના ચૂકવવા પડશે. 

આ પણ વાંચો:આવી રહી છે મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર

એન્જિન 

નવી ફિગોમાં એન્જિનના બે વિકલ્પ મળી જાય છે જેમાં 1.2 લિટર  પેટ્રોલ એન્જિન જે 96psની પાવર જનરેટ કરે છે.  આ વિકલ્પ સાથે 6 ઓટોમેટિક ગિયર બોક્સ મળે છે. જે 16kmplનું માઇલેજ આપે છે. તેની સાથે કારમાં સ્પોર્ટ્સ મોડ પણ મળે છે, જે જેમાં મેન્યુયલી ગિયરને બદલી શકાય છે. બીજા વિકલ્પ તરીકે કારમાં 100ps 1.5 લિટર ડીઝલ એન્જિન મળી જાય છે 

ford figo automatic

pc- times of India

ફીચર્સ

કારમાં 7 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેટ સિસ્ટમ મળી જાય છે જેમાં Android auto અને apple carplay નો સપોર્ટ જોવા નથી મળતો, ઓટોમેટિક AC, પુષ બટન સ્ટાર્ટ, ઇલેક્ટ્રિકલ એડજસ્ટેબલ અને ફોલ્ડેબલ બહારનો રિયરવ્યૂ મિરર, ઓટોમેટિક હેડલેમ્પ, આ સાથે કારમાં કોનેકટેડ ટેચ્નોલોજી જોવા મળે છે. જેના દ્વારા રિમોટ વડે કાર ને ચાલુ/બંધ કરીશકાય છે અને કેબિન પ્રિકૂલનો વિકલ્પ પણ મળી જાય છે. 

ford ecosport automatic

pc-carwale

 ફોર્ડની 2021માં સૌથી વધારે વેચાયેલી કાર

ફોર્ડ ઇકો સ્પોર્ટ એક કોમ્પેક્ટ એસયુવી છે.  જેનું વેચાણ ભારતના બજારમાં સૌથી વધારે થયું છે.  કારની કિંમત 8.19 લાખ રૂપિયા થી લઈને 11.69 લાખ એક્સ શોરૂમની કિંમત થાય છે. ફોર્ડની આ કોમ્પેક્ટ એસયુવી એ 5 સીટર છે. તેમાં 11 વેરિયન્ટ અને 2 એન્જિનના વિકલ્પ જોવા મળે છે મળે છે. કારમાં 2 ટ્રાન્સમિશન મળે છે 1 મેન્યુયલ અને 2 ઓટોમેટિક.  

ફોર્ડ ફિગોનું કોમ્પિટિશન 

  • મારુતિ સ્વિફ્ટ 
    maruti swift

    pc-carwale

આ કાર સાથે ફોર્ડ ફિગોનું ડાઇરેક્ટ કોમ્પિટિશન છે. સ્વિફ્ટની વાત કરીયે તો આ કાર ભારતમાં  સૌથી વધારે વેચાયેલી કારમાં 2નંબર ઉપર છે. જૂનમાં આ કારના 90,000થી પણ વધારે મોડલ વેચાઈ ચૂક્યા છે. કિંમતની વાત કરીયે તો 5.81 લાખ થી શરૂ થઈને 8.56 લાખ સુધીમાં મળી જાય છે તેમાં 9 વેરીયન્ટમળી જાય છે. 1 લિટર એન્જિન મળી જાય છે સાથે 2 ટ્રાન્સમિશનના વિકલ્પ મળી જાય છે. 

  • હુંડાઈ i10 નીઓસ
grand i10

pc-carwale

ટોચની સૌથી વધારે વેચાયેલી કારમાં આ કાર 10માં સ્થાન પર આવે છે. જૂન 2021માં આ કારના 56,000થી પણ વધારે યુનિટ વેચાઈ  ચૂક્યા છે. કાર 5.23 લાખ થી લઈને 8.45 લાખ સુધીમાં મળી જાય છે.  જેમાં કારના 17 વેરિયન્ટ મળી જાય છે. સાથે કારમાં મેન્યુઅલ અને ઓટોમેટિકનો વિકલ્પ મળી જાય છે. 

આ પણ વાંચો:બહાર ફરવાનું થયું મોંઘું, ખાનગી બસના ભાડાંમાં 20% સુધીનો વધારો.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

   

No comments

leave a comment