Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeઑટો & ગેજેટ્સ6 સીટ વાળી અને દમદાર લેન્ડ રોવર ડિફેન્ડર ભરતમાં લોન્ચ, શરૂઆતી કિંમત 76.57 લાખ રૂપિયા

6 સીટ વાળી અને દમદાર લેન્ડ રોવર ડિફેન્ડર ભરતમાં લોન્ચ, શરૂઆતી કિંમત 76.57 લાખ રૂપિયા

land rover, defender 90
Share Now

લેન્ડ રોવર ઈન્ડિયાએ તેની ડિફેન્ડર 90 ભારતમાં વેચવાની શરૂઆત કારી દીધી છે. કારને ગયા વર્ષે જ લોન્ચ કારી દીધી હતી પણ હવે તેનું વેચાણ શરૂ થયું છે. લેન્ડ રોવર હમેશાથી એક અલગ અને luxurious કાર બનાવતી આવી છે. લેન્ડ રોવર તેના દમદાર પાવર અને ફોર વ્હીલ ડ્રાઇવ માટે જાણીતી છે સાથે સાથે કમ્ફર્ટ પણ કારનું બેસ્ટ હોય છે. લેન્ડ રોવરની પહેલી ડિફેન્ડર કાર 1948માં લોન્ચ કરવામાં આવી હતી ત્યારથી લઈ ને અત્યાર સુધી કારની 6 જનરેશન લોન્ચ થઈ ગઈ છે. ડિફેન્ડર હમેશાથી ઓફ રોડ માટે બેસ્ટ કાર રહી છે. સમય જતાં તેના પાવરમાં અને ફીચર્સમાં પણ વધારો થયો છે. ડિફેન્ડર 90નું સ્ટાન્ડર્ડ વેરિયન્ટ જે 3 ડોરમાં આવશે અને તેની એક્સ શો રૂમ કિમત 76.57 રૂપિયા છે. તેની સાથે કારનું ટોપ મોડેલ જે defender X છે તેની કિમત 1.12 કરોડ રૂપિયા સુધીની છે. 

land rover, defender 90

pc-autocar India

કેટલા વેરિયન્ટમાં આવશે ? 

લેન્ડ રોવર ઈન્ડિયા ડિફેન્ડર90ને માર્કેટમાં ઘણા વેરિયન્ટમાં ઉપલબ્ધ કરશે. જેમાં defender, defender X, X-Dynamic, શામેલ છે. સાથે સાથે ગ્રાહકો S, SE, અને HSE સ્પેસિફિકેશન પણ પસંદ કરીશકે છે. 

કારના ફીચર્સ 

ડિફેન્ડરમાં ગ્રાહકોને 6 સીટની સ્પેસ મળે છે. સાથે કારમાં આધુનિક ટેકનોલોજી છે. કારમાં જરૂરિયાતની તમામ વસ્તુઓ હજાર છે. ડિફેન્ડરમાં લેન્ડ રોવરની પીવી ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. સાથે સાથે કંપની એડવાન્સ સોફ્ટવેર ઓવર ધ એર પણ આપે છે જેના કારણે ગ્રાહકોને વિશ્વના કોઈ પણ ખુણા માં હોય કે પછી કોઈ પણ સમયે લેટેસ્ટ સોફ્ટવેરનો લાભ મળી શકે છે. 

સાથે સાથે કાર ને ઓફ રોડ માટે કંપની 22″ના ટાયર આપે છે અને  તેજ સાઇઝનું સ્પેર વ્હીલ પણ આપે છે. કારની ઊંચાઈ વધારે હોવા થી તેને એડજસ્ટ કરવાના ઓપ્શન પણ મળે છે.  જેથી કાર ની ઊંચાઈમાં વધારો કે ઘટાડો થઈ શકે. કારમાં ઘણા બધા ચાર્જિંગ કરવાના પ્લગ મળે છે. જેથી કારમાં ફોન કે પછી બીજી કોઈ બેટરી થી ચાલતી વસ્તુ ને આરામ થી ચાર્જ કરીશકાય છે. કારમાં ઇલેક્ટ્રોનિક એડજસ્ટેબલ મિરર પણ મળે છે. 

એન્જિન 

લેન્ડ રોવર ડિફેન્ડર 90 એ ભારતમાં ત્રણ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, તેમાં defender, defender X, X-Dynamic, શામેલ છે અને બધા જ વેરિયન્ટનો એન્જિનનો પાવર અલગ અલગ છે. લેન્ડ રોવર દ્વારા 3 એન્જિન આપવામાં આવ્યા છે. તેમાં 2.0- લિટર પેટ્રોલ એન્જિન જે 296bhp ની મેક્સિમમ પાવર આવે છે અને સાથે સાથે 400nm નો ટોર્ક જનરેટ કરે છે,   પેટ્રોલ ઉપરાંત 2.0 લિટરનું ડીઝલ એન્જિન કારના બીજા વેરિયન્ટમાં મળે છે જે 296bhp ની પાવર સાથે 650nmનો ટોર્ક જનરેટ કરે છે. કારના ટોપ વેરિયન્ટમાં 3.0 લિટરનું પેટ્રોલ એન્જિન મળે છે જે 396bhpની પાવર જનરેટ કરે છે અને 500nmનો ટોર્ક જનરેટ કરે છે.

લેન્ડ રોવરની કારમાં હંમેશા સારા અને પાવર વાળ એન્જિન આવતા રહ્યા છે જેની તાકાત તેની હરીફ કંપનીની કાર કરતાં વધારે જ હોય છે. લેન્ડ રોવર એ એક સારું સ્થાન ધરાવે છે માર્કેટમાં. અને વર્ષો થી તે અલગ વાહન બનાવતા આવ્યા છે.  

આ પણ વાંચો:વિડિયોની ક્વાલિટી નહીં બગડે. આવી ગયું છે વોટ્સએપનું નવું ફીચર

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android:http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment