Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝખાદ્ય તેલને લઈને સામાન્ય પ્રજા માટે સૌથી મોટી રાહતના સમાચાર, કેન્દ્રનો મહત્વનો નિર્ણય

ખાદ્ય તેલને લઈને સામાન્ય પ્રજા માટે સૌથી મોટી રાહતના સમાચાર, કેન્દ્રનો મહત્વનો નિર્ણય

Oil
Share Now

માનવામાં આવે છે કે, (Oil) ઓઈલ કિંગની સંડોવણીથી જ ખાદ્ય (Oil) તેલના ભાવમાં વધારો અને ઘટાડો થાય છે. તહેવાર નજીક આવે ત્યારે (Oil) ખાદ્યતેલના ભાવમાં ઓંચિતી તેજી આવી જાય છે અને જ્યારે તહેવાર જાય ત્યારે તેલની કિંમતોમાં નજીવો ઘટાડો થાય છે. આવા ઓઈલ કિંગ્સને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.

હવે કેન્દ્ર સરકાર દ્વારા બેફામ બનેલા ખાદ્યતેલના ભાવને નિયંત્રણમાં લાવવા સ્ટોક મર્યાદા લાદવાનો નિર્ણય કર્યો છે. તો તેની સત્તા રાજ્ય સરકારોને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેન્દ્રના સ્ટોક નિયંત્રણના નિર્ણયને GSEOOSASએ ગેરવ્યાજબી ગણાવ્યો. કેન્દ્ર સરકારના ખાદ્યતેલના ભાવ નિયંત્રણ કરવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતો અને વેપારીઓમાં નારાજગી છે. સ્ટોક નિયંત્રણના નિર્ણયને ગુજરાત સ્ટેટ એડીબલ ઓઇલ એન્ડ ઓઇલ સિડ્સ એસોસિએશન ગેરવ્યાજબી ગણાવે છે.

કેટલાક ખાદ્ય તેલ ઉત્પાદકોનું કહેવું છે કે, ભારતમાં 65 ટકા ખાદ્યતેલ આયાત થાય છે, જેના પર સરકારના કોઈ નિયંત્રણ નથી. આ ખાધતેલના ભાવમાં વધારો ઘટાડો એ આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રાખે છે. કારણ કે 65 ટકા ખાદ્યતેલ તો આયાત થાય છે, ઉલટાનું આ નિર્ણયથી ખેડૂતોને નુકસાની જશે, ખુલતી બજારમાં સ્ટોક નિયંત્રણના લીધે ખેડૂતોને મગફળીના પુરા ભાવ નહીં મળે.

  • 2016માં  મગફળીના ભાવ 800-900 હતા જ્યારે સીંગતેલના ભાવ 1745-1750 હતા.
  • 2017માં મગફળીના ભાવ 750-830 હતા જ્યારે સીંગતેલના ભાવ 1760-1770 હતા.
  • 2018માં મગફળીના ભાવ 475-750 હતા જ્યારે સીંગતેલના ભાવ 1470-1480 હતા.
  • 2019માં મગફળીના ભાવ 690-988 હતા જ્યારે સીંગતેલના ભાવ 1660-1670 હતા.
  • 2020માં મગફળીના ભાવ 1050-1200 હતા જ્યારે સીંગતેલના ભાવ 2060-2070 હતા.
  • 2021માં મગફળીના ભાવ 1050-1235 હતા જ્યારે સીંગતેલના ભાવ 2780-2800 હતા.

આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે વર્ષોથી ખેડૂતોને જે ભાવ મળે છે, તેમાં કોઈ મોટો વધારો નથી થયો, પરંતુ તેલના ભાવ ડબલ કરતા પણ વધી ગયા છે. તેનું કારણ વચગાળાના કમિશન છે અને સંગ્રહખોરી છે.

આ પણ વાંચો: Jammu Kashmir Encounter: જમ્મુના પૂંછ જિલ્લામાં એક JCO અને ચાર જવાન શહિદ

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment