Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝસુરતમાં ઑક્સીજન અછત સામે નવી હોસ્પિટલ તૈયાર

સુરતમાં ઑક્સીજન અછત સામે નવી હોસ્પિટલ તૈયાર

Share Now

સુરતમાં (Surat) એકાએક જે રીતે ઑક્સીજન મોટા પ્રમાણમાં ખપત સર્જાઈ છે.દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે.તેવામાં હજીરા ખાતે આવેલ આર્સેલર મિત્તલ સ્ટીલ (ArcelorMittal Steel Company) કંપનીમાં ઓક્સિજનની સગવડ મળી રહેતા હંગામી ધોરણે કંપનીની અંદર જ ઓક્સિજન સાથેની કોઈ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે શરૂઆતમાં ૨૫૦ બેડ સાથેની આ કોવિડ હોસ્પિટલ શરૂ કરી દેવાઇ છે.આગામી દિવસોમાં આ 1000 બેડ સાથેની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવશે.

સુરત :હંગામી કોવિડ હોસ્પિટલનો કરાયો આરંભ

આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલનો કરાયો આરંભ

કોરાના બીજા સ્ટ્રેઇનમાં દર્દીઓની સંખ્યા સમગ્ર દેશ ગુજરાત અને સુરતમાં ઉત્તરોત્તર વધતી જોવા મળી રહી છે. આ સ્ટ્રેઇનમાં સૌથી વધુ ઓક્સિજનની જરૂરિયાતવાળા સામે આવ્યા છે.જેથી સમગ્ર દેશમાં ઓક્સિજનની માંગ વધતા મોટી ખપત સર્જાઈ છે.અન્ય રાજ્ય અને અન્ય શહેરો ની સામે સુરતમાં અત્યાર સુધી ઓક્સિજનની મોટી ખપત જોવા મળી ન હતી.

આર્સેલર મિત્તલ પ્લાન્ટમાં દર્દીઓને ઓક્સિજન સાથે સારવાર લઇ શકાય છે

પરંતુ ગુજરાતમાં તમામ જગ્યાએ માંગ વધી જતાં સુરતમાં આવતા ઓક્સિજનના સ્ટોક પર કાપ મુકાઈ ગયો છે.જેને લઈ સુરતમાં એકાએક જ ઓક્સિજનની મોટી તંગી સર્જાઈ ગઈ છે. ઓક્સિજનની તંગી સર્જાતા જ ખાનગી હોસ્પિટલ ના ડોક્ટરો દોડતા થઇ ગયા હતા અને ચિંતામાં મુકાઈ ગયા હતા. કારણ કે સુરત થી 400 હોસ્પિટલ માં સારવાર લઈ રહી ચાર હજાર દર્દીઓ ના જીવ ઓક્સિજનને લઈ જોખમમાં મુકાયા છે જેથી ઓક્સિજનની ખપત તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને રજૂઆત કરી હતી. સુરત વહીવટીતંત્ર આ સમસ્યા દૂર કરવા ચિંતા માં મુકાયું હતું.અને સતત પ્રયત્ન કરી રહ્યું હતું તે દરમિયાન હજીરા ખાતે આવેલ આર્સેલર મિત્તલ પ્લાન્ટમાં દર્દીઓને ઓક્સિજન સાથે સારવાર લઇ શકાય છે તેવું એક અણસાર દેખાયો હતો.

આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પરિસરમાં ૨૫૦ બેડની કોવિડ હોસ્પિટલ

જેને લઇ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે તાત્કાલિક કંપનીનો ઓક્સિજન કોરોના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવા માટે રજૂઆત કરી હતી.અને સરકારની રજૂઆતને ધ્યાને રાખી આર્સેલર મિત્તલની કંપની દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જો કે આ તમામ માં મૂંઝવતો પ્રશ્ન એ હતો કે આર્સેલર મિત્તલનો હજીરા પ્લાન્ટ ગેસ બેઝ્ડ ઓક્સિજન પ્લાન્ટ હોવાથી ઓક્સિજનને અન્યત્ર લઈ જઈ શકાય તેમ નથી. પરંતુ જો કંપનીના સ્ટીલ પ્લાન્ટના સ્થળે જ હંગામી હોસ્પિટલ ઊભી કરવામાં આવે તો એ જ સ્થળે પૂરતો ઓક્સિજન મળતાં દર્દીઓને સારવાર મળી શકે.

રાજ્ય સરકાર (State Government) અને સ્થાનિક તંત્ર સાથે આ વિચારને મૂર્તિમંત કરી માત્ર ૭૨ કલાકમાં ઓક્સિજન સુવિધા સાથેની 250 બેડ સાથેની હોસ્પિટલનું કંપની દ્વારા નિર્માણ કરાયું છે.આવનારા ટૂંક સમયમાં આ હોસ્પિટલને ૧૦૦૦ બેડ સુધી લઈ જવાની તૈયારી દર્શાવી છે.કઝાકિસ્તાનથી વર્ચ્યુઅલ આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ ,રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્લાન્ટ પર રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ,ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આ હોસ્પિટલનું ઉદઘાટન કરાયું હતું.સુરતમાં ઓક્સિજનની અછતમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જરૂરિયાત ઉભી થયા ત્યારે ત્યકાલિક સારવાર આપવા માટે શરૂઆત કરાવી દેવાઈ છે. 

લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને ૩૦ ટકા વધારી અંદાજે 200 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન

ઓક્સિજન ઉત્પાદનને ૩૦ ટકા વધારી અંદાજે 200 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન

સુરત નજીક હજીરામાં કાર્યરત આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ પોતાના સ્ટીલ ઉત્પાદન માટે ગેસ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓની જરૂરિયાત માટે ગેસ ઓક્સિજનનું પરિવહન શક્ય થઈ શકતું નથી. પરિવહન માટે લિક્વીડ ઓક્સિજન ગેસની આવશ્યકતા હોય છે. અહીં ઉલ્લેખનીય છે કે, આર્સેલર મિત્તલ સ્ટીલ પ્લાન્ટ તરફથી અત્યારે પોતાના લિક્વીડ ઓક્સિજન ઉત્પાદનને ૩૦ ટકા વધારી અંદાજે 200 મેટ્રીક ટન લિક્વીડ ઓક્સિજન (Liquid Oxygen) કોરોનાના ગુજરાતના દર્દીઓ માટે આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વિડીયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આર્સેલર મિત્તલે ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતની આ વેળાએ સમાજ પ્રત્યેની જવાબદારી ઉમદા રીતે નિભાવી છે. તેમણે આર્સેલર મિતલ પરિવારની આ પહેલને આવકારતા કહ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા એક મહિનામાં કોવિડ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ૪૧ હજારથી વધારીને ૯૨ હજાર જેટલા કર્યા છે. આજે ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલની ખૂબ જ આવશ્યકતા છે ત્યારે કંપનીએ ‘ખરા સમયે, ખરી મદદ’ કરીને સ્થળ પર જ ઓક્સિજનની આપૂર્તિ કરવાનું સરાહનીય પગલું ભર્યું છે .

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક કરી 
કઝાકિસ્તાનથી વર્ચ્યુઅલ સંબોધન કરતાં આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેનશ્રી લક્ષ્મી મિત્તલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અગ્રણી ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી, જેમાં કોરોના મહામારી સામે લડવા સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો, ત્યારે AMNS સમૂહે ઓક્સિજન પુરવઠો પૂરો પાડવાની તત્પરતા દર્શાવીને હજીરા ખાતે હોસ્પિટલ ઊભી કરવાંનો પ્રસ્તાવ રાખ્યો હતો, જે ગુજરાત સરકારના સહયોગથી આજે સાકાર થયો છે. રાષ્ટ્ર પર આવેલી વિકટ સ્થિતિમાં આઈનોક્સ એર પ્રોડક્ટ્સ સાથેની ભાગીદારીમાં કાર્યરત AMNS (India Group Hazira Oxygen Plant)   ઇન્ડિયા ગ્રુપના હજીરા ઓક્સિજન પ્લાન્ટમાંથી ગુજરાતને દરરોજ ૨૦૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાય કરે છે. કોરોના વોરિયર્સ અને સરકાર સાથે ખભેખભા મિલાવી કામ કરવા અમે પ્રતિબદ્ધ છીએ અમે જણાવી તેમણે ગર્વ સાથે ઉમેર્યું કે કોરોનાના વધી રહેલા કહેર અને પડકારજનક સ્થિતિ જોતાં આપણા દેશબાંધવોના આરોગ્ય અને સુખાકારી અમારા માટે અગ્રસ્થાને છે, અને હાલની સ્થિતિમાં લોકોના જીવન બચાવવા સિવાય બીજું કંઈ મહત્વપૂર્ણ નથી.

૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ

આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સર્વ શ્રીમતી ઝંખનાબેન પટેલ અને હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ અનેક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ, મેયર હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય સર્વ શ્રીમતી ઝંખનાબેન પટેલ અને હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલિસ કમિશનર અજય તોમર અને કંપનીના અધિકારી-કર્મચારીઓ, મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં.  

મુદ્દાની વાત: આપણા દેશમાં આવા શુભેચ્છકોની અને સારા કામગીરી કરનારાઓની કોઈ કમી નથી, પરંતુ તેમના હિંમતને જોવાની અને લોકો સુધી પોહચડવાની જરૂર છે. OTT INDIA આવા ઉમદા લોકોને સલામ કરે છે. જોડાઓ OTT INDIA પર અમારી સાથે અને વાંચતા રહો પોજિટિવ સ્ટોરીઓને.. સ્વસ્થ રહો અને ઘરે રહો.. 

અહિયાં વાંચો: જિયો પ્લેટફોર્મ્સનો વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં સમાવેશ

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment