દેશ અને દુનિયામાં કોરોનાને 1 વર્ષથી પણ વધુ સમય વહી ગયો છે, કોરોના સામે લડવા માટે માસ્ક, હાથ ધોવા અને સેનિટાઇઝર તેમજ વેક્સિન લેવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. ભારતમાં કોરોનાનો આંકડો 3 કરોડને પાર થઇ ગયા છે, ત્યારે સૌથી વધુ કોરોનાએ જ કહી શકાય કે, આપણને પર્યાવરણનું ઇમ્પોર્ટન્ટ સમજાવ્યુ છે. ત્યારે પર્યાવરણ એટલે વૃક્ષો જે માનવીને જીવન જીવવા માટે ઓક્સિજન પુરો પાડે છે, ત્યારે ખંડવા (Khandwa) માં કોરોનાને લઇને એક નવો ઉપાય શોધી કઢાયો છે.
પર્યાવરણ સંરક્ષણ
આ ઉપાયથી લોકોને કોરોનામાંથી છુટકારો પણ મળે અને પર્યાવરણ સંરક્ષણ પણ કરી શકાય. દેશમાં અત્યારે કોરોના અને પર્યાવરણ બંને ને લઇને જાગૃત થવાની જરુર છે, ત્યારે બંને બાબતે એકસાથે કઇ રીતે જાગૃત થઇ શકાય તે જો તમારે જાણવુ હોય તો મધ્યપ્રદેશના ખંડવાની મુલાકાત લેવી પડે.
કોરોન સામે લડવા અને પકૃતિને પણ સાચવી લેવાય તેના માટે ખંડલા જીલ્લા પ્રશાસને માનવ સભ્યતાને બચાવવા માટે એક મહત્વની મુહિમ છેડી છે. કોરોનાની બીજી લહેરથી સબક લેતાં, લોકોને વેક્સિનેશનની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણની સાથે જાગૃતતા ફેલાય તે માટે એક ડગલું આગળ આવ્યા છે. જ્યાં લોકો વેક્સિન પણ લે છે, અને વેક્સિન લીધા બાદ સારા ભવિષ્ય માટે એક છોડ પણ રોપે છે.
Image Courtesy: Jagran
કોરોન સામે લડવા અને પકૃતિને પણ સાચવી
આ મુહિમમાં પ્રશાસનની સાથે જ એક છોડ ફ્રિ માં જ આપવામાં આવે છે, જેથી કોરોનાની આ જંગ માનવ અને કુદરત બંને મળીને લડી શકે, તેમજ કોરોના નામના વાઇરસને હટાવી શકાય.
કોરોનામાં આ જીલ્લાના અનોખા પ્રયાસને બિરદાવવાનું નામ થાય, જીલ્લાના કલેક્ટરની આ નાયાબ પહેલથી લોકોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો છે. તો જીલ્લામાં બીજી સરકારી યોજનાઓ ની જેમ વૃક્ષારોપણની આ મુહિમ જોર પકડી ચુકી છે. માનવજીતિને બચાવવા પર્યાવરણની સાથે માનવીએ છેડછાડ઼ કરવી બંધ કરવી પડશે, આ જીલ્લો એક સારુ ઉદાહરણ પણ પુરુ પાડે છે.
પર્યાવરણની સાથે સાથે જીવીએ અને વૃક્ષો કાપવાની જગ્યાએ વૃક્ષો વાવીએ તો જીવન સુધરી જશે, તેમજ કદાચ આવા બીજા અનેક વાયરસ આગળના ભવિષ્યમાં ના આવે.
આવા જ દેશ વિદેશના અને હેલ્થ સાથે જોડાયેલા ન્યુઝ જાણવા માટે જોતા રહો OTT india
આ પણ વાંચો: શું માસ્ક પહેરવાથી થાય છે આંખોને નુકશાન?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4