Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / October 16.
Homeન્યૂઝAir Pollution: હવા પ્રદુષણના કારણે 70 લાખ લોકોનો જીવ જાય છે

Air Pollution: હવા પ્રદુષણના કારણે 70 લાખ લોકોનો જીવ જાય છે

Air Quality Guidelines
Share Now

ભારતમાં એયર પોલ્યુશન દિવસે દિવસે વધતુ જ જઇ રહ્યું છે, ખાસ કરીને રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદુષણ (Dirty Air) જે રીતે વધી રહ્યું છે તે પ્રમાણે કહી શકાય કે, દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે, સ્વચ્છ હવા દરેક વ્યક્તિનો મૌલિક અધિકાર છે, પણ એક રિપોર્ટ પ્રમાણે, WHO એ વાયુ પ્રદુષણના કારણે 70 લાખ લોકોની મોત થઇ રહી છે, અને આ મોતના આંકડાને રોકવા માટે સખ્ત ગાઇડલાઇન્સ બનાવવાની જરુર છે, સાથે સાથે વાયુ પ્રદુષણની ગાઇડલાઇન્સને અમલમાં પણ લાવવવામાં આવી જોઇએ.

Air

Image Courtsey: HP

6 પ્રદુષિત કણો નો ખતરો

આ વાયુ પ્રદુષણને રોકવા માટે ખાસ તો એવા ઉધોગોને વિકસિત કરવાની જરુર છે, જે પ્રદુષણ માટેના જવાબદાર કણોને રોકી શકે.

 

વિશ્વ સંગઠન WHO નું કહેવુ છે કે, પીએમ 2.5, પીએમ 10,ઓઝોન, સલ્ફર ડાઇ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાઇ ઓક્સાઇડ, કાર્બન મોનો ઓક્સાઇડ ની સતત ચપેટમાં આવવાના કારણે 70 લાખ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે.

  • PM 2.5, એનુઅલ મીન- 40, 24 કલાકમાં 60
    PM 10, એનુઅલ મીન – 60, 24 કલાકમાં 100
    NO2, એનુઅલ મીન – 40, 24 કલાકમાં 80
    SO2, એનુઅલ મીન – 50, 24 કલાકમાં 80

ડબ્લ્યુએચઓ એ શું કહ્યું?

વાયુ પ્રદુષણ જલવાયુ પરિવર્તનનું કારણ હોવાની સાથે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સૌથી મોટો ખતરો છે, પ્રદુષણના કારણે પુરી દુનિયામાં દરેક વર્ષમાં લગભગ 70 લાખ મોત થાય છે. તેમાં સુધારો કરીને જાન બચાવી શકીએ છીએ.

દરેક વર્ષમાં લગભગ 70 લાખ મોત થાય

WHO એ લગભગ બધા જ પ્રદુષકોને માનકોના સ્તરના ઘટાડી દીધુ છે, પણ સાથે જ કહ્યું છે કે આનું પાલન કરવુ જરુરી છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યુ છે કે, જો પ્રસ્તાવિક માનકોનું પાલન કરવામાં આવે તો PM 2.5 થી દુનિયાભરમાં થનારી 80% મોતને રોકી શકાય છે, આ સિવાય પાર્ટિકુલેટ મેટર શ્વાસ દ્વારા સીધું જ માણસના ફેફસામાં પહોંચી જાય છે, અને ત્યાંથી મળીને માણસની મોતનું કારણ બને છે. આ સિવાય પરિવહન, ઉર્જા, ઉધોગ અને કૃષિ ઉધોગ તેમજ ઘરમાં સૌથી વધુ ઉત્સર્જીત થાય છે.

 

આ પણ વાંચો :  હવે વાયુ પ્રદુષણથી મળશે છુટકારો? 23 વર્ષીય વન્ડર બોય અંગદનું સ્ટાર્ટઅપ ‘પ્રાણ’

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment