Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅજબ ગજબ: એક,બે,ત્રણ,…દસ?? હા, મહિલાએ એકસાથે દસ બાળકોને આપ્યો જન્મ!!!

અજબ ગજબ: એક,બે,ત્રણ,…દસ?? હા, મહિલાએ એકસાથે દસ બાળકોને આપ્યો જન્મ!!!

Gosiame Thamara Sithole
Share Now

તમે લોકોને ઘણા ગિનિશ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Records)બનાવતા જોયા હશે. લોકો દુનિયામાં અજીબો ગરીબ કરીને અથવા જે કોઇએ ન કર્યું હોય તેવા હિંમતવાળા કાર્યો કરીને નામના મેળવતા રહે છે. ઘણા મોટા પ્રયત્નો સુધી સફળ પણ રહે છે પણ ઘણા લોકો સફળ નથી પણ થતાં.

હા પણ દક્ષિણ આફ્રિકામાં તો કંઇક જુદુ જ બન્યુ, જે કોઇએ વિચાર્યુ નહી હોય, લાસ્ટ મન્થમાં (Morocco) માં નવ બાળકોને જન્મ આપનારા માલિયન હલીમા સિસે જે રેકોર્ડ બનાવ્યો હતો, તે હવે તુટી ગયો છે.  સાઉથ આફ્રિકામાં એક મહિલાએ એક સાથે એક, બે નહિ, 6 કે 7 નહી પણ 10 બાળકોને જન્મ આપ્યો છે.

ન્યુયોર્ક યોર્ક 37 વર્ષીય ગોસિયામી થમારા (Gosiame Thamara Sithole)એ એક સાથે 10 બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં મહિલાએ 7 છોકરાઓ અને 3 છોકરીઓને જન્મ આપ્યો હતો.

Mali

Pc: THE WOMAN’S HOSPITAL OF TEXAS VIA FACEBOOK

મહિલાના પતિ તેબોહો ત્સોતેત્સીએ જણાવ્યુ હતુ કે, “સાથ બાળકો અને 3 બાળકીઓને જન્મ આપ્યો હતો, મારી પત્ની 7 મહિના અને 7 દિવસથી ગર્ભવતિ હતી, હું ખુશ છુ અને ભાવુક પણ છુ.”   આ સિવાય પણ પણ તેમને 6 વર્ષના બે જુડવા બાળકો છે.

 

દંપતિને 8 બાળકોની હતી આશા

અફ્રિકા ન્યુઝ પ્રમાણે સિટહોલ અને તેમની પત્ની સોતેત્સી (Teboho Tsotetsi) ને પ્રેગનેન્સી દરમિયાન 8 બાળકોની આશા હતી, કારણ કે જ્યારે સ્કેન કરવામાં આવ્યુ ત્યારે 2 બાળકો નહોતા, કદાચ બની શકે કે તે ટયુબમાં ફસાઇ ગયા હોય જેથી દેખાયા ન હોઇ શકે.

 

રિટેડના એક સ્ટોર મેનેજરે જણાવ્યુ હતુ કે, આ માતાને પોતાના બાળકોની ચિંતા હતી, કે તે જન્મશે કે નહી? તે ગર્ભમાં જ મૃત્યુ નહી પામે? તેમજ તે એકબીજા સાથે જોઇન્ટ કે જુડવા તો નહી હોય ને? આવા સવાલોના કારણે સિટહોલ્ને રાત્રે ઉંઘ પણ નહોતી આવતી.  

હું હેરાન છુ આ પ્રેગનેન્સીથી

સિટહોલ્ મિડિયાને જણાવ્યુ હતુ કે, તે ખુશ છે, “આ પ્રેગનેન્સી દરમિયાન મને કોઇ પીડામાંથી પસાર થવુ નહોતુ પડ્યુ, આ પ્રેગનેન્સીને લઇને હું હેરાન પણ છુ, હું ઘણીવાર બીમાર પણ પડી ગઇ હતી, પણ આ થોડુ મુશ્કેલ છે. ”

એક રેકોર્ડ પ્રમાણે 1970 થી અત્યાર સુધી બે મહિલાઓને એકસાથે નવ બાળકોને જન્મ આપવાનો રેકોર્ડ બનાવ્યો હતો પણ આ બાળકો થોડા જ દિવસો સુધી જીવિત રહ્યાં હતા.

 

આ પણ વાંચો: જાણો ચમત્કારી ફાયદા માત્ર એક ગ્લાસ છાસ પીવાથી !!!!

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment