આજથી શરૂ થતા નવા વર્ષ માટે લોકો અનેક પ્રકારના નવા નિયમો પાળવાનો વાયદો પોતાની જાત સાથે અને જાહેર જનતા સાથે કરે છે. જોકે જો આપણે સૌએ પોતાને આ નવા વર્ષમાં અને ખાસ કરીને પોતાના શરીરને નવા વર્ષમાં કઈંક ગિફ્ટ આપવી હોય અને નવા વર્ષનું રીઝોલ્યુશન(New Year Resolution) કરવું હોય તો યોગ જ બેસ્ટ ઉપાય છે.
New Year Resolution
આપણા શ્વસનતંત્રને મજબુત બનાવવા માટે થોડા સરળ પ્રાણાયામ આપણે કરવા જોઇએ. જેથી આપણા ફેફસા સંપુર્ણ રીતે સારી રીતે કાર્ય કરે. આપણા ફેફસાંની બનાવટ મધુમખ્ખીની છતની જેમ હોય છે. 75 મિલીયન કોશિકાઓ આપણા ફેફસામા હોય છે, જેમાંથી માત્ર 20 મિલીયન કોશિકાઓ જ કામ કરે છે. બાકી છિદ્રોમાં હવા અને ઓક્સિજન નથી પહોંચતુ, જેના કારણે ગંભીર બીમારીઓ પણ થાય છે. આજે આપણે જાણીશુ કઇ કઇ રીતે આપણે યોગને વધુમાં વધુ ઉપયોગમાં લઇ શકીએ છીએ.
શ્વાસ લેવાની રીત બદલો
freepik
લોકો સામાન્ય રીતે શ્વાસ લેતા હોય છે, આ પ્રક્રિયાને બદલવાની જરુર નથી, શ્વાસ લેવાની સાચી રીત છે, ઉંડો શ્વાસ લેતા રહો, જો કે આ સંભવ પણ નથી કે તમે હંમેશા આ બાબત પર ધ્યાન આપતા રહો. પણ આ પ્રાણાયામના અભ્યાસથી તમે તમારા ફેફસાં સારી રીતે કાર્ય કરશે.
કુંભગ અથવા શ્વાસ રોકવુ
એકવાર શ્વાસ લેવામાં 10 સેકન્ડનો સમય લાગે છે, જેમાં ઉંડો શ્વાસ લઇને તમારા હાર્ટને ફુલાવે છે, જેમાં કુભંગ પ્રાણાયામ મદદ કરશે, જેમાં ઓક્સિજન વધુ પહોંચશે,આનો અભ્યાસ રોજ કરવો.
શ્વાસ છોડવો અથવા રેચક
આ પ્રાણાયામને રેચક કહે છે, જેમાં શ્વાસને ધીમે ધીમે છોડવામાં આવે છે, આ પ્રાણાયામ કરવાથી તમારા ફેફસામાં રહેલાં દુષિત જહેરીલી હવા પણ શરીરમાંથી નીકળી જાય છે. જેનાથી ફેફસાં સ્વસ્થ રહે છે.
અનુલોમ વિલોમ
આ પ્રાણાયામમાં નાકના બંને છિદ્રોમાંથી વારાફરતી શ્વાસ લેવો અને છોડવો પડતો હોય છે, જેની રીત છે..
સૌથી પહેલાં જમણાં હાથના અંગુઠાથી ડાબા નાકને બન્દ કરી દો, અને જમણાં નાકથી ધીરે ધીરે શ્વાસ લો, શ્વાસને અંદર ખેંચો, આ ત્યાં સુધી કરો જ્યાં સુધી ઓક્સિજન ભરપુર પ્રમાણમાં ભરાઇ ના જાય, પછી હવે અનામિકા આંગળીથી જમણા નાકને બંધ કરો અને ડાબા નાકથી શ્વાસ છોડો આમ ધીમે ધીમે આ પ્રક્રિયાને કરતા રહો, શરુઆતમાં 5 તી 7 વાર કરો.
Freepik
કપાલભાતિ
આ પ્રાણાયામ મસ્તિષ્ક માટે ખુબ જ ફાયદામંદ છે. આ સિવાય ફેફસાંની સફાઇ માટે પણ ખુબ મદદ કરે છે.
આ રીતે કરો-
આને કરવા માટે સુકાસન મુદ્રામાં બેઠો.
હવે પેટના નિચેના ભાગને અંદર ખેંચો અને શ્વાસ બહાર છોડી દો,આને પહેલીવાર 3 થી 5 મિનિટ સુધી કરો. પછી સમય વધારતા જાવ.
હેલ્થ અને કોરોના સાથે જોડાયેલી તમામ માહિતી માટે જોતા રહો OTTindia
આ પણ વાંચો: દેશમાં 1 દિવસમાં 31 બાળકો કરે છે આત્મહત્યા, કારણ માત્ર એક…
Android: http://bit.ly/3ajxBk4