ન્યુઝીલેન્ડ (New Zealand)ની ટીમ ફાઇનલ (Final)માં પહોંચી થઇ ગઇ છે. T-20 વર્લ્ડ કપ (World Cup)2021ની પહેલી સેમી-ફાઇનલ ઇંગ્લેન્ડ (England)અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 6 બોલ બાકી રહેતા મેચ 5 વિકેટથી જીતી ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
New Zealand એ પહેલા ટોસ જીતી પ્રથમ બોલિંગ લીધી
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. તે દરમિયાન ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 166 રન કર્યા હતા. ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સે માર્ટિન ગુપ્ટિલને 4 રન પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ વોક્સે કીવી કેપ્ટનને પેવેલિયન ભેગો કરી દીધો હતી. બેક ટુ બેક વિકેટ પડ્યા બાદ ડેવોન કોનવે અને મિચેલ વચ્ચે 67 બોલમાં 82 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યાર બાદ લિવિંગસ્ટોને કોનવેને 46 રને આઉટ કરી મેચને ફરી ટર્નિંગપોઇન્ટ પર લાવી દીધો હતો.
આ પણ વાંચો: કાગિસો રબાડાએ જે કર્યું તે ઈંગ્લેન્ડ સામે કોઈ બોલર ન કરી શક્યો!
New Zealand ના બોલરે ઇંગ્લેન્ડના બેટધરોને હાવી ન થવા દીધા
આ પહેલા બેટિંગ (Batting)કરતા ઇંગ્લેન્ડની શરૂઆત સારી રહી હતી. જોસ બટલર અને જોની બેયરસ્ટો વચ્ચે 37 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઇ હતી. તેવામાં એડમ મિલ્ને ઓપનર બેયરસ્ટોને આઉટ કરી પાર્ટનરશિપ (Partnership)જોડીને તોડી હતી. કીવી ટીમને બીજી વિકેટ ઈશ સોઢીએ અપાવી હતી, તેણે જોસ બટલરને પેવેલિયન ભેગો કર્યો હતો. આ બંને ઓપનરની વિકેટ ગુમાવ્યા બાદ ડેવિડ મલાન અને જોની બેયરસ્ટો વચ્ચે 63 રનની પાર્ટનરશીપ થઇ હતી. ત્યાર બાદ 116 રનના સ્કોર પર ટિમ સાઉદીએ મલાનને 41 રન પર આઉટ કરી ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ લીધી હતી. તો મોઇન 51 અને લિવિંગસ્ટોને 17 જ્યારે મોર્ગને 4 રન બનાવી કીવી ટીમને 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કીવી ટીમના બોલિંગ (Bowling)આક્રમણની જો વાત કરીએ તો, સાઉથી, મિલ્ને, સોઢી, નિશમે અનુક્રમે 1-1 વિકેટ લીધી હતી.
અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4