Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeસ્પોર્ટ્સન્યૂઝીલેન્ડની WTC ફાઇનલ પેહલા શાનદાર જીત

ન્યૂઝીલેન્ડની WTC ફાઇનલ પેહલા શાનદાર જીત

NEW ZEALAND
Share Now

ન્યૂઝીલેન્ડ (NEW ZEALAND )અને ઇંગ્લેન્ડ હાલ 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાય રહી હતી. તેમાં પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. અને બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો. અને તે જીત સાથે હવે ન્યૂઝીલેન્ડ હવે ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારતને પાછળ પાડી ટોચ પાર આવી ગયું છે. ન્યૂઝીલેન્ડે આ સિરીઝ 1-0 થી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડે 22 વર્ષ બાદ ઇંગ્લેન્ડને પોતાના ઘરમાં હરાવ્યું છે. તે પેહલા 1999માં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે WTC ફાઇનલ 18 થી 22 જૂને રમવાની છે. તેથી ન્યૂઝીલેન્ડ માટે આ જીતનું મહત્વ વધારે છે કારણકે ન્યૂઝીલેન્ડની ટીમ હાલ ફોર્મમાં છે. તેથી તેમને ફાઇનલમાં ફાયદો થઈ શકે છે.

ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ ને હરાવ્યું

રવિવારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામે 8 વિકેટથી જીત મેળવી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને પેહલી ઇંનિગમાં ઇંગ્લેન્ડે 303 રન ફટકારીયા હતા. તે બાદ ન્યૂઝીલેન્ડ 388 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં જ 85 રનની લીડ મેળવી હતી. પછી ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં માત્ર 122 રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી. તે બાદ ન્યૂઝીલેન્ડને જીતવા 38 રન હતા અને ન્યૂઝીલેનડે આશાનીથી 41 રન બનાવી ને જીત હાસિલ કરી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોનવેએ 80, વિલએ 82 અને રોસ ટેલરએ પણ 80 રન બનાવ્યા હતા.મેટ હેનરી અને ટ્રેન્ટ બોલ્ટ એ 6 વિકેટ ઝડપી હતી. મેન ઓફ મેચ મેટ હેનરીને આપવામાં આવ્યું હતું.જયારે પ્લેયર ઓફ ઘી સિરીઝ ડેવોન કોનવેને આપવામાં આવ્યો હતો.

New Zealand

PC- ICC

ન્યૂઝીલેન્ડના સારા દેખાવ ના કારણે ભારત માટે મુશ્કેલીઓ વધી છે. ભારતને WTC ફાઇનલ પોતાના નામે કરવા ખુબ જ સારો દેખાવ કરવો પડશે. ન્યૂઝીલેન્ડ અત્યારે રેડ હોટ ફોર્મમાં ચાલી રહી છે. ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લા ઘણા ટાઇમથી સારો દેખાવ કરતી આવી છે. તેને ઇન્ડિયાને પણ 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0 થી હરાવી છે. ઇંગ્લેન્ડ સિરીઝ દરમિયાન ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ડેવોન કોનવેએ ડેબ્યુ કર્યું હતું અને ખુબ જ રન બનાવ્યા છે. તે ભારત સામે ફાઇનલમાં પણ રમી શકે છે તેથી ભારતીય ટીમે તેના વિરુદ્ધ પ્લાન તૈયાર રાખવા પડશે.

 

KANE WILLAMSON

PC-GETTY IMAGE

વિલિયમસનને કોણી પર ઇજા 

ન્યૂઝીલેન્ડને(NEW ZEALAND) આ સાથે એક મોટો ઝાટકો પણ લાગ્યો હતો. કેન વિલિયમસને બીજી ટેસ્ટમાં ભાગ લીધો નહતો. તેની જગ્યા એ ટોમ લેથમને ટીમનો કેપ્ટન બનાવમાં આવ્યો હતો. વિલિયમસનને કોણી પર ઇજા થઈ હતી તેના કારણે તે રમી શક્યો નહતો. પરંતુ તેની કાંઈ કમી થી ટીમના દેખાવમાં કોઈ ફરક રહ્યો હતો. પરંતુ WTC ફાઇનલ આવી રહી છે તેવામાં વિલિયમસનનું ટીમની બહાર જવું તે ન્યૂઝીલેન્ડ(NEW ZEALAND) માટે ચિંતાનો વિષય છે. તેમના કોચ ગેરીએ જાણવાયું હતું કે આ નિર્ણય આશાન નહતો પરંતુ વિલિયમસન ઘણા ટાઈમથી આ ઇજાથી પરેશાન હતો.અને આ નિર્ણય WTC ફાઇનલ માટે લેવામાં આવ્યો છે.અમને વિશ્વાસ છે તે 18 જૂનથી રમાનારી ફાઇનલ મેચ સુધી ફિટ થઇ ટીમ સાથે જોડાશે.

 

આ પણ વાંચો:વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતવા આ 6 ખેલાડીઓનું ચાલવું જરુરી

No comments

leave a comment