કોરોના કાળમાં ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે એવું લાગે છે કે કોરોના પોતાની સાથે પરિવર્તનનો પવન લઈને આવ્યો છે. કોરોનાકાળમાં સૌથી મોટો પરિવર્તન બાળકોનો ઓનલાઇન શિક્ષણ અને બીજો ‘વર્ક ફ્રોમ હોમ’ (work from home) ઘરને બનવામાં આવ્યું ઓફિસ. હવે જ્યારે જીવનમાં આટલા બધા બદલાવ થયા છે ત્યારે કેટલાક નિયમો અને કાયદાઓ પણ બદલાઈ ગયા છે એવુ કહી શકાય છે. એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમા એક વિદ્યાર્થીએ ન્યૂટનનો ચોથો નિયમ આપ્યો છે. આવો જાણીએ શું છે ન્યુટનનો ચોથો નિયમ!
‘कोविड काल’ का न्यूटन. pic.twitter.com/5kZRckVBhP
— Awanish Sharan (@AwanishSharan) January 4, 2022
ન્યુટનનો ચોથો નિયમ સાંભળીને આશ્ચર્ય થયું:
ન્યુટનનો ચોથો નિયમ સાંભળીને આશ્ચર્ય થયું ને પરંતુ અહિયાં ત્રણ નિયમો વાંચવામાં બાળકોને પરસેવો આવી જાય છે. જો કે આ બાળકની પ્રતિભા તો જુઓ તેણે ચોથો નિયમ શોધી કાઢ્યો. આપણે જોઈએ છીએ કે દરરોજ કોઈ પણ વસ્તુને કોરોના સાથે જોડવામાં આવે છે. તે જ રીતે ન્યુટનનો ચોથો નિયમ પણ કોરોના સાથે જોડાયેલો છે. જોકે આને ન્યુટનનો નિયમ ના કહી શકાય પણ આ વિદ્યાર્થિની પ્રતિભાને સલામ છે.
આ પણ વાંચો: આ દેશમાં ચાલી રહ્યો છે યુવતીઓને બળજબરીથી ગર્ભવતી બનાવવાનો ધંધો, ઉમર જાણીને ચોંકી જશો!
કોરોના વધે છે ત્યારે અભ્યાસ ઘટે છે અને, (Newton’s 4th law)
એટલે કોવિડ સમયગાળાને ન્યૂટનનો ચોથો નિયમ કહેવામાં આવે છે. બાળકે પોતાની નોટમાં લખ્યું છે કે જ્યારે કોરોના વધે છે ત્યારે અભ્યાસ ઘટે છે અને જ્યારે કોરોના ઘટે છે ત્યારે અભ્યાસ વધે છે. એટલે કે કોરોના અભ્યાસના વિપરિત છે. એમ પણ લખ્યું છે કે આમાં K એક નિયતાંક છે, જેને વેસ્ટેજ નિયતાંક કહેવાય છે.
વિદ્યાર્થીની આ નોટ પર લખેલા નિયમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરતા IAS ઓફિસર અવનીશ શરણે (Awanish Sharan) લખ્યું છે કે કોવિડ સમયગાળાનો ન્યૂટન. આ અંગે લોકો અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે. જો કે આ એક મજાકની પોસ્ટ છે.
ન્યુટનનો વાસ્તવિક નિયમ:
ન્યુટનનો ત્રીજો કાયદો જણાવે છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાવે છે, ત્યારે ક્રિયાની સમાન પરંતુ વિપરીત પ્રતિક્રિયા થાય છે, જેમ કે બંદૂકમાંથી ગોળીબાર કરવામાં આવે ત્યારે બંદૂક પાછળની તરફ ખેંચાય છે. તો તમે સમજી જ ગયા હશો કે વિદ્યાર્થીએ આ ક્રિયાની વિપરીત પ્રતિક્રિયાને કોરોના સાથે કેવી રીતે સરખાવ્યુ છે.
જુઓ આ વિડીયો: Akshay Kumar latest update
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4