Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝઆગામી વર્ષે IPL માં 10 ટીમ રમશે, જુઓ લિસ્ટ

આગામી વર્ષે IPL માં 10 ટીમ રમશે, જુઓ લિસ્ટ

IPL
Share Now

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15 મી સીઝનમાં 10 ટીમ ભાગ લેશે. દુબઇમાં ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને બોલી લગાવનારી ફર્મના અધિકારીઓની હાજરીમાં હરરાજીની પ્રક્રિયા પુર્ણ થઇ હતી. નવી ટીમો ખરીદવાની રેસમાં અડાણી ગૃપ, ટોરેન્ટ ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, આરપી-સંજીવ ગોયનકા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ ઇન્ડિયા, જિંદલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા જેવા ગૃપ સામેલ હતા. પરંતુ અંતે સંજીવ ગોયનકા ગૃપ અને સીવીસી કેપિટલે બાજી મારી હતી.

એવુ સૌ પ્રથમ વાર નહીં હોય કે આઇપીએલની એક સિઝનમાં 10 ટીમો મેદાને રમવા ઉતરશે. આ પહેલા 2011 માં પણ 10 ટીમોએ ભાગ લીધો હતો. તે સીઝન પુણે વોરિયર્સ અને કોચ્ચિ ટસ્કર્સ કેરલાએ આઇપીએલમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારબાદ 2012 ની સીઝનથી પહેલા કોચ્ચિ ટસ્કર્સની ટીમને હટાવી દેવામાં આવી હતી, જેના પગલે આઇપીએલની 2012 અને 2013 સીઝનમાં 9 ટીમોએ ભાગ લીધો હતો. બાદમાં 2014 ની સીઝનથી આઇપીએલ 8 ટીમોના ફોર્મેટ સાથે રમાઇ રહી છે.

આઇપીએલ (IPL)માં ભાગ લેનારી ટીમો

1. મુંબઇ ઇન્ડિયન્સ– પાંચ વખત આઇપીએલ ચેમ્પિયન બનનારી એક માત્ર ટીમ છે. 2020 ની સીઝનમાં મુંબઇએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવી પોતાનું પાંચમુ ટાઇટલ જીત્યુ હતુ. જોકે, પ્રથમ બે આઇપીએલમાં મુંબઇ લીગ સ્ટેજથી બહાર થઇ ગઇ હતી. બાદમાં મુંબઇ ઇન્ડિયન્સે સૌ પ્રથમવાર 2010 માં દમ જમાવ્યો, જ્યારે સચિન તેંદુલકર (Sachin Tendulkar)ની આગેવાનીમાં મુંબઇ રનર અપ રહી. 2013 ની સીઝનમાં રિકી પોન્ટિંગના સ્થાને રોહિત શર્માએ ટીમની કેપ્ટનશીપ સંભાળી, તે વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઇ ઇન્ડિયન્સે સૌ પ્રથમવાર ટાઇટલ જીતીની સચિન તેંદુલકરને યાદગાર વિદાય આપી હતી.

2. કોલકત્તા નાઇટ રાઇડર્સ– કોલકત્તા આઇપીએલની સફળ ટીમોમાંથી એક છે. જોકે પ્રથમ ત્રણ સીઝનમાં ટીમનુ પ્રદર્શન કરાબ રહ્યું હતુ. ત્યારબાદ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ને કેપ્ટનશીપ સોંપતા ટીમમાં એક લય જોવા મળી. ગંભીરે 2012 અને 2014 માં ટીમને આઇપીએલ ટાઇટલ જીતવ્યુ હતુ. 2014 બાદ કોલકત્તા ચાર વખત પ્લેઓફમાં પહોંચી, પરંતુ ટાઇટલ ન જીતી શકી નહતી.

આ પણ વાંચો: પાકિસ્તાનની જીત બાદ વિરાટ કોહલીએ રિઝવાનને ગળે લગાવ્યો, ફોટો થઇ રહ્યો છે વાઇરલ

4. રાજસ્થાન રોયલ્સ– શેન વોર્નની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) 2008 માં આઇપીએલની પ્રથમ સિઝનનું ટાઇટલ જીતીને તમામને ચોંકાવી દીધા હતા. તે વર્ષે ફાઇનલમાં રાજસ્થાને ચેન્નઇ સુપર કિંગ્સને હરાવી હતી. પરંતુ 2008 બાદથી રાજસ્થાનનું પ્રદર્શન આશા મુજબનું નથી રહ્યું અને તે માત્ર ત્રણ વખત પ્લેઓફ (Playoffs)માં પહોંચવામાં સફળ રહી છે. સ્પોટ ફિક્સિંગના પગલે રાજસ્થાન રોયલ્સને 2016 અને 2017 સીઝન માટે પ્રતિબંધ હેઠળ રહેવુ પડ્યુ હતુ. આઇપીએલ 2021 ની સીઝનમાં ટીમ લીગ સ્ટેજમાં 7 માં સ્થાન પર રહી હતી.

5. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર– આઇપીએલની લોકપ્રિય ટીમોમાં સ્થાન મેળવનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હજુ સુધી એક પણ વખત ટાઇટલ જીત્યુ નથી. આ ટીમ અત્યાર સુધીમાં ત્રણ વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ટીમમાં કોહલી, ડિવિલિયર્સ જેવા મોટા ગજાના ખેલાડીઓ હોવા છતાં 2017 અને 2019 ના સીઝનમાં ટીમ નિચલા સ્થાને રહી હતી. જોકે 2020 અને 2021 ની સીઝનમાં ટીમ પ્લેઓફ સુધી તો પહોંચી, પરંતુ ત્યાં ટાઇટલ જીતવામાં સફળ રહી નહતી.

6. સનરાઇઝર્સ હૈદરાબાદ– સનરાઇઝર્સની ટીમ 2013 થી આઇપીએલનો ભાગ છે. આ ટીમ અત્યાર સુધીમાં બે વખત ફાઇનલ સુધી પહોંચી છે અને એક વખત ટાઇટલ પણ જીતી છે. ટીમે 2016 થી 2020 સુધી દરેક સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાઇ કર્યું છે. ડેવિડ વોર્નર અને ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટીમને સફળતા અપાવવામાં મહત્વની ભૂમીકા ભજવી છે, પરંતુ આઇપીએલ 2021 માં આ બંને ખેલાડીઓનો શો ફ્લોપ રહ્યો હતો.

7. પંજાબ કિંગ્સ– આઇપીએલમાં પંજાબ કિંગ્સ (Punjab Kings)નું પ્રદર્શન પણ આશા મુજબનું રહ્યું નથી. પંજાબની ટીમે શાનદાર શરૂઆત કરતા પ્રથમ સીઝનમાં પ્લેઓફ સુધી પહોંચી, રંતુ ત્યારબાદ ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. 2014 માં પંજાબની ટીમ ટાઇટલ જીતવાથી નજીક આવી ગઇ, પરંતુ ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ટાઇટલ (Titles)જીતવાના સપનાને ચકનાચુર કરી નાખ્યુ. 2014 બાદ 7 સીઝન રમાઇ ગઇ છે, પરંતુ કેપ્ટનની સાથે જ ટીમ અને કોચિંગ સ્ટાફમાં સતત બદલાવ કરવા છતાં પણ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે.

8.ચેન્નઇ સુપર કિંગ્સ– આ આઇપીએલની બીજી સૌથી સફળ ટીમ છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઇએ ચાર વખત આઇપીએલનું ટાઇટલ કબ્જે કર્યું છે. આ ઉપરાંત તે પાંચ વખત આઇપીએલમાં રનર્સઅપ પણ રહી ચુકી છે. ચેન્નઇ માટે ગત્ત વર્ષ ખરાબ રહ્યું હતુ અને તે સૌ પ્રથમ વખત આઇપીએલના પ્લેઓફ માટે ક્વોલિફાઇ ન કરી શકી. પરંતુ આ સીઝનમાં ધોની બ્રિગેડે શાનદાર વાપસી કરતા ટાઇટલ જીત્યુ હતુ.

9. લખનૌ– આરપી- સંજીવ ગોયનકા ગ્રુપે 7090 કરોડ રૂપિયાની બોલી લગાવી લખનૌ ફ્રેન્ચાઇઝીને ખરીદી છે. આ પહેલા સંજીવ ગોયનકા બે વર્ષ માટે પુણે ફ્રેન્ચાઇઝી રાઇજિંગ પુણે સુપર જાયન્ટ્સના માલિક (Owner)રહી ચુક્યા છે. લખનૌમાં જ ઇકાના સ્ટેડિયમ છે, જેની ક્ષમતા લગભગ 70,000 ની છે.

10 અમદાવાદ– સીવીસી કેપિટલ પાર્ટનર્સે 5625 કરોડ રૂપિયાની બોલી લગાવી અમદાવાદની ફ્રેન્ચાઇઝી ખરીદી છે. અમદાવાદને શરૂઆતથી નવી ટીમની લિસ્ટમાં આગળ બતાવી રહ્યાં હતા. કારણે કે અહીં દુનિયાનું સૌથી નોટુ સ્ટેડિયમ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા એક લાખથી પણ વધુ છે.

IPL નું ફોર્મેટ કેવુ રહેશે…

10 ટીમોનો સમાવેશ થવાથી આઇપીએલ (IPL)ની આગામી સિઝનમાં 2011 ની ફોર્મેટ ફરી લાગુ થશે. આઇપીએલ 2022 માં 10 ટીમો વચ્ચે કુલ 74 મેચ રમાશે, જેમાં દરેક ટીમ 7 યજમાન અને 7 મેચ બહાર રમશે. આઇપીએલ 2011 ની સીઝનમાં પણ કુલ 74 મેચનું આયોજન કર્યું હતુ અને તમામ ટીમોએ 14-14 મેચ રમી હતી.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment