Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝજમ્મુ કાશ્મીરમાં ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનાર પત્રિકા “વોઈસ ઓફ હિંદ” પર NIA ના દરોડા

જમ્મુ કાશ્મીરમાં ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનાર પત્રિકા “વોઈસ ઓફ હિંદ” પર NIA ના દરોડા

NIA
Share Now

જમ્મુ કાશ્મીરમાં હાલમાં 16થી વધુ અલગ-અલગ જગ્યાઓ પર NIA એ દરોડા પાડ્યા છે. NIA ના નિશાના પર એ લોકો છે, જે આતંકી સંગઠન ISIS ની એક જેહાદી પત્રિકા ચલાવે છે. આ પત્રિકાનું નામ વોઈસ ઓફ હિંદ છે. ISIS ની આ ઓનલાઈન મેગેઝિન ફેબ્રુઆરીના 2020 માં રિલીઝ થઈ રહી છે. માનવામાં આવે છે કે, આ પત્રિકા મુસ્લિમ યુવાઓમાં કટ્ટરતા ફેલાવે છે. જે બાદ આ યુવાનો જેહાદ તરફ વળી રહ્યા છે. આ સાથે જ દરોડા દરમિયાન IED પણ મળ્યા છે.

આ ઓનલાઈન પત્રિકાને ચલાવનારા લોકો તપાસ એજન્સીઓને સતત ચકમો દઈ રહી છે. અલગ-અલગ VPN નંબરથી વેબસાઈટ ઓપરેટ કરવામાં આવી રહી છે. તપાસથી જાણ થઈ છે કે, ભારતીય નંબરોથી આ ખાતાઓ જોડાયેલા છે.  

પહેલા ચરણમાં જમ્મુ-કાશ્મીરના 11 સ્થળો પર તપાસ કરવામાં આવી. આ તપાસમાં ISIS ના 3 મોટાં સમૂહોની અનંતનાગથી ધરપકડ કરવામાં આવી છે. ઉમર નિસાર, તનવીર અહમદ ભટ, રમીજ લોન પહેલાથી જ પકડાયેલો છે. ઉમર નિસાર ભારતમાં ISIS ના સમૂહ અને અફઘાન-પાકિસ્તાન સ્થિત ISIS હેંડલર્સની મુખ્ય કળી હતો. 2017 પછી આઈએસજે/ એચપીના વલી અને મૂળ રૂપથી શ્રીનગર રહેનારા પાકિસ્તાની આઈએસઆઈ નો એત જુનો સભ્ય એજાજ અહંગરના સાથે સતત સંપર્કમાં હતો. અને એની પાસેથી જ આદેશ લેતો હતો.  

ISIS માટે કરતો હતો ભર્તી

તપાસમાં ખુલ્યું છે કે, ધરપકડ કરેલા લોકોના કેટલાંક સહયોગી કાશ્મીરમાં છે. આ બધા જ ISIS ની મીડિયા ગતિવિધિઓમાં સામેલ છે. અહંગર 1990ના દશકથી જ પાકિસ્તાન ચાલ્યો ગયો હતો અને અલગ-અલગ સંગઠન જેવા કે, TuM, AQ, 313 બ્રિગેડ સાથે રહીને અંતે ISIS માં સામેલ થયો હતો. તેના જમાઈ સાથે ISIS માટે કાશ્મીરી યુવકોની ભરતી કરતો હતો.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરમાં 570 લોકોની અટાકાયત, આતંકીઓનો સામનો કરવા કેન્દ્ર સરકારે મોકલી નિષ્ણાતોની ટીમ

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment