Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝNIA એ આતંકી ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં અનેક ઠેકાણા પર દરોડા પાડ્યા

NIA એ આતંકી ફંડિંગ મામલે જમ્મુ-કાશ્મીરમાં અનેક ઠેકાણા પર દરોડા પાડ્યા

Share Now

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે રવિવારે જમ્મુ -કાશ્મીરના 14 જિલ્લાઓમાં 45 સ્થળો પર દરોડા પાડ્યા હતા. એનઆઇએના  (NIA)આ દરોડા ટેરર ​​ફંડિંગના કેસ મામલે કરવામાં આવ્યા હતા. NIA ના અધિકારીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF ની મદદથી જમાત-એ-ઇસ્લામીના સભ્યોના નિવાસ પર દરોડા પાડ્યા હતા. વર્ષ 2019 માં, કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા પાકિસ્તાન (Pakistan) સમર્થક અને અલગાવવાદી સમર્થકના વલણને કારણે આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

NIA ના દરોડા

મળતી માહિતી મુજબ, પ્રતિબંધ હોવા છતાં, જમાત-એ-ઇસ્લામીની પ્રવૃત્તિઓ જમ્મુ-કાશ્મીર (Jammu-kashmir)માં વધી રહી હતી, તેની તપાસ કરવા માટે, એનઆઈ (NIA)એએ આ દરોડા પાડ્યા હતા. દરોડા પહેલા એક સીનિયર ડીઆઈજી અને દિલ્હીની એક ટીમ શ્રીનગર (Srinagar) જવા રવાના થઈ હતી. શ્રીનગર (Srinagar)ઉપરાંત, આ દરોડા (Raid)ઓ બડગામ, ગાંદરબલ, બારામુલા, કુપવાડા, બાંદીપોરા, અનંતનાગ, શોપિયાં, પુલવામા, કુલગામ, રામબન, ડોડા, કિશ્તવાડ અને રાજૌરી જિલ્લાઓમાં કરવામાં આવ્યા હતા.

ફંડિંગ રોકવુ જરૂરી છે

મળતી માહિતી મુજબ જમાત-એ-ઇસ્લામી આતંકવાદી સંગઠનોને ફંડિંગ આપવાની પ્રક્રિયામાં છે. જમ્મુ-કાશ્મીર (Jammu-kashmir)માં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોનું ફંડિંગ રોકવું એ માટે પણ જરૂરી છે કે આતંકવાદી ઘટનાઓ પર બ્રેક લગાવી શકાય. એજન્સીને એવા અહેવાલો મળ્યા હતા કે જમાત-એ-ઇસ્લામીના કેટલાક લોકો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI ના સંપર્કમાં છે અને દુબઈ અને તુર્કી પાસેથી નાણાં લઈ રહ્યા છે. આ પૈસા શિક્ષણ અને આરોગ્ય જેવા કામોના નામે લેવામાં આવી રહ્યા છે.

કલમ 370 હટાવ્યા બાદ રાહત થઇ

મળતી માહિતી મુજબ જમાત-એ-ઇસ્લામી, ઘાટીમાં આતંકી ઘટનાઓ અને પથ્થરમારાની ઘટનાઓને ઝડપી બનાવવા માગે છે. કલમ 370 હટાવ્યા બાદથી આવી ઘટનાઓમાં ઘટાડો થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામીએ એક ગુપ્ત બેઠક પણ યોજી હતી જેમાં નવા આતંકવાદીઓની ભરતી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કાશ્મીરના 14 સ્થળો પર દરોડા

31 જુલાઈના રોજ, NIA એ IED ની રિકવરી અને લશ્કર-એ-મુસ્તફાના કમાન્ડર હિદાયતુલ્લાહ મલિકની ધરપકડ સંબંધિત કેસોમાં જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

જમાત-એ-ઇસ્લામી કેવી રીતે કામ કરે છે?

મળતી માહિતી અનુસાર કાશ્મીર (Kashmir)ના સૌથી મોટા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનને જમાત-એ-ઇસ્લામીએ ઉભો કર્યો હતો અને આ સંગઠનને તમામ પ્રકારની સહાયતા આપતો રહ્યો છે. આતંકવાદીઓને તાલીમ આપવાથી લઈને તેમને આશ્રય આપવા સુધી જમાત-એ-ઈસ્લામી કામ કરી રહ્યા છે. જમાત ઇસ્લામિક ધાર્મિક પ્રવૃત્તિઓના નામે ફંડ લે છે અને તેનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરે છે.

જમાત યુવાનોનું બ્રેઇનવોશ કરી ઉશ્કેરે છે

આ સિવાય જમાત હિઝબુલ મુજાહિદ્દીન માટે તેના સંસાધનોનો ઉપયોગ કરીને જમ્મુ-કાશ્મીરના યુવાનો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના યુવાનોનું બ્રેઇનવોશ કરી ભારત વિરોધી ભાવનાઓને ઉશ્કેરવાનું અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનું કામ કરે છે. હિઝબુલ સિવાય જમાત અન્ય આતંકવાદી સંગઠનોને પણ ટેકો આપી રહ્યું છે. જમાતના નેતાઓ હંમેશા કાશ્મીરને ભારત સાથે રહેવાનો પડકાર આપતા રહ્યા છે.

આ પણ વાંચો : તીરંદાજ પ્રવીણ જાધવના પરિવારને ધમકી મળી 

Android: http://bit.ly/3ajxBk4

IOShttp://apple.co/2ZeQjTt

No comments

leave a comment