સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનના મંચ પાસે એક વ્યક્તિની હત્યા (murder)મામલે એક નિહાંગે (Nihang)પોલીસ સમક્ષ સરન્ડર કર્યું છે. નિહાંગ સર્વજીત સિંહે દાવો કર્યો છે કે તેને જ હત્યા કરી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ આજે શનિવારે નિહાંગને કોર્ટમાં રજૂ કરશે, તે પહેલા તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.
ગઇકાલે એક યુવકની હત્યા (murder)કરવામાં આવી હતી
ઉલ્લેખનિય છે કે, ગઇકાલે શુક્રવારે ખેડૂત આંદોલન (Peasant movement)ના મંચ પાસે લખબીર સિંહ નામના યુવકની બેરહેમી પુર્વક હત્યા કરવામાં આવી હતી. સવારે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ દેશભરમાં હંગામો મચી ગયો હતો. લખબીર સિંહ પંજાબના તરન તારન જિલ્લાના ચીમા ખુર્દ ગામના રહેવાસી હતા. લખબીર સિંહની ઉંમર 35-36 વર્ષ હોવાનું કહેવાય રહ્યું છે. તેના માતાપિતા પહેલેથી જ મૃત્યુ પામ્યા છે, જ્યારે તેને ત્રણ પુત્રીઓ પણ છે, જે તેમની માતા સાથે રહે છે.
આ પણ વાંચો: ખેડૂત આંદોલન સ્થળના મંચ પાસે યુવકની હત્યા, જુઓ કોના પર લાગ્યો આરોપ
આ ઘટનાની જવાબદારી કોને લીધી
નિહાંગ ગૃપના નિર્વેર ખાલસા-ઉડના દળે આ ઘટનાની જવાબદારી લીધી છે. નિહાંગ ગૃપે કેમેરાની સામે એક વીડિયોમાં સ્વીકાર્યું છે કે, તેમના ગૃપના નિહાંગોએ લખબીર સિંહની હત્યા કરી હતી. ગૃપના પંથ-અકાલી બલવિંદર સિંહે વીડિયોમાં જણાવ્યું હતું કે, આ ઘટના મોડી રાત્રે 3 વાગ્યે બની હતી. તેણે ધાર્મિક લખાણનું અપમાન કર્યું હતું, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. બલવિંદરે વીડિયોમાં જણાવ્યું હતું કે, જો કોઈ અન્ય વ્યક્તિ પણ અપમાન કરશે તો તેની સાથે પણ તે જ રીતે વર્તન કરવામાં આવશે.
murder મામલે ખેડૂતોએ પોતાને રાખ્યા દૂર
બીજી બાજુ, આ ઘટના બાદથી ઘણા મહિનાઓથી ધરણા પર બેઠેલા ખેડૂત નેતાઓ પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જો કે, સંયુક્ત કિસાન મોરચાએ આ હત્યાથી પોતાને દૂર રાખ્યો છે અને કહ્યું છે કે, મૃતક અને નિહાંગ બંને સાથે તેમનો કોઈ સંબંધ નથી. આ સંદર્ભે, એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, તેણે દિલ્હી અને હરિયાણાની પોલીસ (Police)ને નિહાંગ શીખો અંગે અનેક વખત ચેતવણી આપી હતી. એવું પણ કહેવામાં આવ્યું કે નિહાંગ તેમના મોરચાનો ભાગ નથી. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, જે પણ સાચું છે તે પોલીસની તપાસમાં બહાર આવશે. ખેડૂત આંદોલન (movement)ને હત્યા સાથે કોઈ લેવાદેવા નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4