Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા માટે કુખ્યાત નિખિલ દોંગા અને સાગરીતોએ કર્યો હતો પ્લાન

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા માટે કુખ્યાત નિખિલ દોંગા અને સાગરીતોએ કર્યો હતો પ્લાન

gondal
Share Now

ગોંડલનો કુખ્યાત અને ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા કેસમાં પીએસઆઇ સહિત છ આરોપીની નિયમિત જામીન અરજી બીજી વખત નામંજૂર કરવામાં આવી છે. ચાર્જશીટ રજૂ થયા બાદ રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરાઇ હતી, જે ત્રીજા અધિક સેશન્સ જજ તરફથી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ તેમજ કોઇ કોગ્નિઝેબલ ગુનો કરવાની ફિરાકમાં હોવાથી અરજી નામંજૂર કરી હતી.આ તકે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગતાં પહેલાં જેતપુર તારીખમાં જતી વેળાએ રાજકોટ હાઇવે પર નાસી જવા કાવતરું રચાયું હતું, પણ મુદત ન મળતાં કારસો નિષ્ફળ ગયો હતો.

gondal nikhil

શા માટે જેલમાંથી ભાગ્યો હતો

જામીન અરજી વેળાએ પોલીસે રજૂ કરેલા સોગંદનામામાં ઘટસ્ફોટ થયો હતો કે નિખિલ દોંગાના પિતા રમેશ પરસોતમભાઇ દોંગા સામે ગોંડલ સિટીમાં દર્જ થયેલા બે ગુના ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ રજિસ્ટર કરાવ્યા હોવાનું માની તેની હત્યા કરવા માટે સાગરીતો સાથે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ભાગવાનું કાવતરુ રચ્યું હતું. ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાંથી ગુજસીટોકનો પાલારા જેલમાં રહેલો કુખ્યાત ગેંગસ્ટર નિખિલ દોંગા કોઇ મોટા ગુનાને અંજામ આપવા માટે હોસ્પિટલમાંથી નાસી છૂટયો હતો. જે બનાવમાં સંડોવાયેલા મનાતા પોલીસ કર્મચારી તેમજ અન્ય લોકોની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા.

gondal donga

ભરત ઝવેરભાઇ રામાણી (રહે. રાજકોટ), રેનીશ ઉર્ફે લાલજી ડાયાભાઇ માલવિયા-પટેલ (રહે. ગોંડલ), નિકુંજ તુલસીભાઇ દોંગા-પટેલ (રહે. રાજકોટ), પાર્થ ઉર્ફે લાલો બિપિનભાઇ ધાનાણી-પટેલ (રહે. રાજકોટ) અને વિજયભાઇ વિઠ્ઠલભાઇ સાંગાણી-પટેલ (રહે. માધાપર) વાળાએ ત્રીજા અધિક સેશન્સ જજ, ભુજની કોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા માટે અરજી કરી હતી. તો પોલીસ સબ-ઇન્સ્પેકટર રમેશભાઇ ભારમલભાઇ ગાંગલ (આહીર) (રહે. ભુજ હેડકવાર્ટર)એ પણ અલગથી જામીન મેળવવા માટે અરજી કરી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ ગુનાકામના છ આરોપીએ નિયમિત જામીન મેળવવા માટે અરજી કરી હતી. સરકાર તરફથી પીપી કલ્પેશ સી.ગોસ્વામી અને આરોપીના વકીલ તરફથી દલીલો કરવામાં આવી હતી. તપાસનીશ ડીવાયએસપી જે. એન.પંચાલ પણ હાજર રહ્યા હતા.ચાર્જશીટ રજૂ થયા બાદ તમામની પ્રથમ રેગ્યુલર જામીન અરજી ફગાવી દેવાઇ હતી, જેમાં આરોપીઓ કોગ્નિઝેબલ ક્રાઇમ કરવાની ફિરાકમાં હોવાનો તેમજ માજી ધારાસભ્ય જયરાજસિંહનું કાસળ કાઢવા માટે જી. કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી જવા તેમજ નાસવામાં મદદ કરી હોવાનો ઉલ્લેખ કરી ત્રીજા અધિક સેશન્સ જજ એમ. એમ. પટેલે અરજી નામંજૂર કરી હતી.જી.કે.ના મેનેજરે આરોપીને રિફર કરવા સિવિલ સર્જનને કરી હતી ભલામણ પીએસઆઇ આર. બી. ગાગલના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે ગુનાકામે આરોપી નિખિલ દોંગાને જી. કે. જનરલ હોસ્પિટલમાં તબીબે દાખલ કર્યો હતો, તેમ છતાંય તબીબને ગુનાકામે આરોપી તરીકે લેવાયા નથી કે ગુનો દાખલ કરાવાયો નથી. તો વધુમાં જાપતો જેલ અધીક્ષકે ફાળવેલો હોઇ તેમને પણ આ કામે આરોપી દર્શાવાયા નથી. બીજી બાજુ આરોપી આકાશ આર્ય તથા જી. કે. જનરલના મેનેજર વિજય સાંગાણીએ સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચને જી. કે. જનરલમાં રિફર કરવા ભલામણ કરી હોવાનો ખુલાસો પણ થયો છે.

આ પણ જુઓ:મહંતનું મોત : આત્મહત્યા કે મર્ડર ? થયો ખુલાસો

gondal mla

જોકે આ દલીલો વચ્ચે જોવા જઈએ તો આરોપીઓએ તા. 25-3ના ભરત રામાણીની સ્વિફટ કારથી આરોપી રેનીશ રામાણી, ભાવિક ઉર્ફે ખીલી અને ખુદ ભરત ત્રણેય માધાપર હાઇવે પર આવેલી એક હોટલમાં રોકાયા હતા બાદમાં બીજા દિવસે આરોપી શ્યામલ દોંગા અને સાગર કયાડા પણ આઇ20 કારથી ભુજ આવ્યા હતા અને તેઓ એરપોર્ટ રિંગ રોડ પરની એક હોટલમાં રોકાયા હતા. પાલારા જેલમાં મુલાકાત વેળાએ વાત થઇ હતી ત્યારે નિખિલ દોંગાએ કહ્યું હતું કે જયરાજસિંહનું કાંઈ કરવું પડશે અને તેના મર્ડર માટે નાસી જવાનું નક્કી થયું હતું. જેલમાંથી નાસી જવા માટે શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મદદ કરવાનું નક્કી થયું હતું.આ સમગ્ર પ્રકરણમાં આરોપીને બનાવટી આધારકાર્ડ બનાવી આપનાર રાજુ કોલી (રહે. ગોંડલ) તેમજ ભાવેશ ખીલી (રહે. ગોંડલ) બંને હજુ પોલીસ પકડથી દૂર છે. જો જામીન નામંજૂર કરવામાં આવશે તો આ બંનેને પકડવામાં મુશ્કેલી ઊભી થશે. તો આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જામીન લીધા બાદ નાસી જશે તેવી ભીતિ હોવાથી નામંજૂર કરવામાં આવે તેવી દલીલ સરકારી વકીલ તરફથી કરવામાં આવી હતી.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment