Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝ‘આપ’ના પ્રદેશ યુવા પ્રમુખનું રાજીનામું, જાણો ‘આપ’ના નવા પ્રદેશ યુવા પ્રમુખ કોણ બની શકે છે?

‘આપ’ના પ્રદેશ યુવા પ્રમુખનું રાજીનામું, જાણો ‘આપ’ના નવા પ્રદેશ યુવા પ્રમુખ કોણ બની શકે છે?

nikhil savani - mahipatsinh chauhan
Share Now

ગુજરાતના રાજકારણમાં છેલ્લા થોડા દિવસોથી ગરમાવો જોવા મળી રહ્યો છે. 2022 વિધાનસભાની ચુંટણીઓને તો ઘણી વાર છે પરંતુ રાજકીય પક્ષો ચુંટણીઓને લઈ અત્યારથી સક્રિય જોવા મળી રહ્યા છે. એમાંય ખાસ કરીને આમ આર્દી પાર્ટી હાલ ચર્ચામાં રહી છે. આમ આદમી પાર્ટીમાં મોટા ચહેરાઓ જોડાઈ રહ્યા છે, ત્યારે થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

MAHIPATSINH CHAUHAN

મહિપતસિંહ ચૌહાણે ખુદ રાજીનામું આપ્યું તેની જાણકારી આપી હતી. મહિપતસિંહ ચૌહાણે ગઈ કાલ રાત્રીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ મુકીને જણાવ્યું હતું, કે તે બનાસકાંઠાના દાંતામાં પાર્ટીના એક કાર્યક્રમમાં જવાના હતા અને કાર્યાલય ઉપરથી ફોન આવે છે કે તેમને બનાસકાંઠા જવાનું નથી અને જે કાર્યક્રમ નક્કી કરે તેની જાણ પાર્ટીના કાર્યાલય ઉપર કરે, આ વાતથી નારાજ થઈ મહિપતસિંહ ચૌહાણે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે.

આ પણ વાંચો : ડ્રોન એટેક મામલે પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગ

nikhil-savani-to-join-aap

મહિપતસિંહ ચૌહાણે કહ્યું હતું કે યુવાનોને પાર્ટીમાં લાવવા હતા પણ પાર્ટીની મંજુરી લેવા જઈશ તો 2022 પણ જતું રહેશે. મહિપતસિંહ ચૌહાણ સોશિયલ મિડિયામાં લાઈવ થયા હતા…ત્યારે તેણણે કહ્યું હતું કે હું પ્રદેશ યુવા પ્રમુખ પદેથી રાજીનામું આપું છું, પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરીશ તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ લોકોમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે, કે આ વાતથી મહિપતસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું નથી…કોઈ એવો બીજો ચહેરો લાવવા પણ રાજીનામું અપાવ્યું હોય, અથવા સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોય તેવી વાતો ચર્ચાઈ રહી છે.

જુઓ આ વિડીઓ : ગોપાલ ઈટાલિયાના ઘરે હોબાળો 

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે, કોંગ્રેસમાં રહેલા યુવા પાટીદાર નેતા નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. નિખિલ સવાણી આજે મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરવાના છે તેમાં આ જાણકારી આપી શકે છે. નિખિલ સવાણીને યુવા પાટીદાર ચહેરા તરીકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવી શકે છે. હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ખેંચતાણ જોતા લાગી રહ્યું છે, કે આગામી વિધાનસભામાં ભાજપ જ સત્તામાં રહેશે.

આવો જાણીએ કોણ છે નિખિલ સવાણી

NIKHIL SAVANI

નિખિલ સવાણી મૂળ ભાવનગરના ગારિયાધારનો વતની છે. જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે તે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલા હતો. તેમણે આંદોલનમાં ખૂબ સક્રિય રહીને ભૂમિકા ભજવી હતી. નિખિલ સવાણી એક સમયે હાર્દિક પટેલનો ખાસ માણસ માનવામાં આવતો હતો. નિખિલ સવાણી NSUIમાં પણ સક્રિય રીતે જોડાયેલો હતો. નિખિલ સવાણી ભાજપમાં જોડાયો હતો પરંતુ ગણતરીના જ દિવસોમાં ભાજપમાંથી નિકળી ગયો હતો. ભાજપમાંથી નિકળતી વખતે નિખિલ સવાણીએ કહ્યું હતું કે સમાજને આગળ લાવશે તેની સાથે રહીશ.

જુઓ આ વિડીઓ : વિજય સુંવાળાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ

હાલ નિખિલ સવાણી કોંગ્રેસમાં છે પરંતુ આજે કોંગ્રેસ સાથે છેડો ફાળીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ખોડલ ધામ ખાતે મળેલી બેઠકમાં નરેશ પટેલે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીએ સારી કામગીરી કરી છે, આ નિવેદન પછી રાજકારણ ખૂબ ગરમાયું હતું. આ નિવેદન પછી સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. અને પાટીદાર ચહેરાઓને જોડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે યુવા પાટીદાર નેતા નિખિલ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે અને આમ આદમી પાર્ટી પ્રદેશ યુવા પ્રમુખ બની શકે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment