આસામ (Assam)માં આજે ગુરુવારે સવારે ઓટોરિક્ષા અને ટ્ર્ક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માત કરીમગંજ જિલ્લાના પાથરખંડીમાં થયો હતો. અહીં એક ટ્રકે ઓટોરિક્ષા (Auto rickshaw)ને ટક્કર મારી હતી.
Assam | Nine persons were killed in an accident between a truck & an autorickshaw at Baitakhal, Patharkhandi today morning
"Assam Police is trying to trace the driver of the truck who had fled the scene after hitting the auto deceased were travelling in", says CM Himanta B Sarma
— ANI (@ANI) November 11, 2021
Assamના અકસ્માતમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ
પોલીસ અધિકારી (Police officer)પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ 9 લોકોના મોત થયા છે. પોલીસે આગળ વધુમાં જણાવ્યું કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બાળકો અને મહિલાઓ છે. તેઓ છઠ પૂજા કરીને ઓટોરિક્ષામાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન સામેથી આવતી ટ્રકે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. જેમાં નવ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલ (Hospital)માં ખસેડાયો હતો. મૃતકોમાં 3 પુરુષ, પાંચ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 8 લોકોના મોત
I deeply mourn tragic death of 9 persons in an accident at Baitakhal, Patharkhandi this morning. One injured is admitted to hospital.@assampolice is trying to trace driver of the truck who had fled the scene after hitting the auto deceased were travelling in.
Condolences.
— Himanta Biswa Sarma (@himantabiswa) November 11, 2021
Assamના મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma)એ આ અકસ્માત બાબતે દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમએ ટ્વિટ કરીને જણાવાયું હતું કે, આજે સવારે બેટાખાલ પાથરખેડીમાં એક અકસ્માત થતાં 9 લોકોના મોત થતાં ભારે શોક વ્યક્ત કરું છું. એક ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આગળ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આસામ પોલીસ તેને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
ઇકો કારે મારી પલટી જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4