ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ઉત્તરપ્રદેશના રાજકારણમાં નિષાદ વોટ બેંકને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાને નિશાદોના મસીહા તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નિશાદની રાજનીતિ કરી રહેલી નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ ટેકો આપશે તેવું ઇશારામાં કહી દીધું છે. નિષાદ પાર્ટી 16 ઓગસ્ટના રોજ પોતાનો છઠ્ઠો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. નિશાદોને અનામત આપવાના નામે આ પાર્ટીની રચના કરવામાં આવી હતી.
પીએમ મોદીને લોહીથી લખ્યો હતો પત્ર
નિષાદ પાર્ટીના કાર્યકરોએ ગઈ કાલે સોમવારના રોજ પાર્ટીના નેતા સંજય નિષાદને ચલણી નોટોની માળા પહેરાવીને આવકાર્યા હતા. જે બાદ સંજય નિષાદ અને તેમના પક્ષના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના લોહીથી પત્ર લખીને નિષાદોને SC / ST માં સમાવવાની માંગ કરી હતી.
આ પણ વાંચો:અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા પર ઈમરાન ખાન થયા ખુશ
લોહી અને મત બને આપવા તૈયાર
ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા બાદ, સંજય નિષાદે લોહીથી પત્ર લખવા પર કહ્યું કે જેમ નિષાદ અનંત માટે તમામ લોકો લોહી આપવા માટે તૈયાર છે, તેમ તેઓ મત આપવા માટે પણ તૈયાર છે. અમે ભાજપને લોહીથી પત્ર લખ્યો છે જેથી તેમને ખબર પડે કે અમે લોહી આપવા માટે તૈયાર છીએ અને મત આપવા માટે પણ તૈયાર છીએ તમે ફક્ત અમારા અનામતનો મુદ્દો ઉકેલો.
નિષાદોને જોઈએ છે રાજનીતિમાં હિસ્સો
નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદે જણાવ્યું કે બેઠકમાં ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે અમને ખાતરી આપી છે. અમને આશા છે કે ભાજપ પોતાનું વચનનું પાલન કરશે. અત્યારસુધી નિષાદ પણ રાજકારણનો શિકાર હતો, પરંતુ હવે તે રાજનીતિમાં પોતાનો હિસ્સો માંગી રહ્યો છે. હવે તેઓ મજબૂત છે. હવે તેઓ અન્ય માટે નહીં પણ પોતાના માટે મત આપશે.
તમામ રાજકીય પક્ષોએ નિષાદ અનામતના મુદ્દાને બનાવ્યો જટિલ
સંજય નિષાદે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા નિષાદોના અનામતના મુદ્દાને ખૂબ જટિલ બનાવવામાં આવ્યો છે. આઝાદીના 70 વર્ષમાં જે નહોતું થયું તે હવે થશે. આ દરમિયાન સાંસદ પ્રવીણ નિષાદે કહ્યું કે અમે નિષાદોને અનંત આપવાનો મુદ્દો સંસદમાં સતત ઉઠાવ્યો છે. ભાજપના ટોચના નેતૃત્વએ ખાતરી આપી છે કે તમામ મુદ્દાઓનો જલ્દીથી ઉકેલવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2022 ની ચૂંટણી પહેલા જ અનામતનો મુદ્દો ઉકેલાઈ જશે.
અગાઉ જૂન મહિનામાં પણ અમિતશાહ ને મળ્યા હતા
સંજય નિષાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને નિષાદોની અનામતને લઈને મળ્યા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે, અગાઉ જૂન મહિનામાં પન તેઓએ અમિત શાહ સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે તેમના પુત્ર પ્રવીણ માટે કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન માંગ્યું હતું. પ્રવીણ નિષાદ ભાજપના સાંસદ છે. જ્યારે તેમના પુત્રને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા નહી ત્યારે તેમણે જાહેરમાં ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે જૂન મહિના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સંજય નિષાદની આ બીજી બેઠક હતી. આ બેઠક બાદ નિષાદ પાર્ટી એક રીતે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટેકો આપશે તેવું લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. ત્યારે ઉત્તરપ્રદેશના રાજકારણમાં નિષાદ વોટ બેંકને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી છે. તમામ રાજકીય પક્ષો પોતાને નિશાદોના મસીહા તરીકે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નિશાદની રાજનીતિ કરી રહેલી નિષાદ પાર્ટીના નેતા સંજય નિષાદે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ ટેકો આપશે તેવું ઇશારામાં કહી દીધું છે. નિષાદ પાર્ટી 16 ઓગસ્ટના રોજ પોતાનો છઠ્ઠો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. નિશાદોને અનામત આપવાના નામે આ પાર્ટીની રચના કરવામાં આવી હતી.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4