સમુદ્ર જેના ચરણ પખારે, ભક્તોના દુઃખ ભગાડે. કલંકમાંથી (nishkalank) નિષ્કલંક કરે એવા અરબી સમુદ્રના સ્વામી એટલે નિષ્કલંક મહાદેવ. ।। ॐ नमो नीलकण्ठाय ।। જેમણે પાંડવોને કર્યા હતા કલંક મુક્ત. એવા દેવોના દેવ નિષ્કલંક મહાદેવ ભાગનગરના કોળિયાક નજીક અરબી સમુદ્રમાં છે વિરાજમાન. અરબી સમુદ્ર તટથી સમુદ્રમાં 1 કિલોમીટર અંદર સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા ભાવિક ભક્તો આવે છે દુર દુરથી.
પાંડવો સ્થાપિત પૌરાણિક (nishkalank) નિષ્કલંક મહાદેવના દર્શનનો સમય પણ ચંદ્રની સમય અનુસાર છે. શિવલિંગના દિવસમાં માત્ર 2 જ વાર થાય છે દર્શન.જ્યારે સમુદ્રમાં ભરતી આવે ત્યારે શિવલિંગ પાણીમાં થઈ જાય છે ગરકાવ.જ્યારે ઓટ આવે ત્યારે શિવલિંગ આવે છે બહાર. ૐ નમઃ શિવાય
મધ દરિયે શિવજી બિરાજ્યા છે તેનો ઈતિહાસ પણ છે રોચક. આવો જાણીએ નિષ્કલંક મહાદેવનો રસપ્રદ ઈતિહાસ.પાંડવોએ પાંચ શિવલિંગની સ્થાપના કરી હતી તે પાંચેય શિવલિંગ અરબી સમુદ્રની લહેરો વચ્ચે આજેય પણ છે મોજુદ.પ્રાચીન નિષ્કલંક મહેદવના શરણે આવી ભાવિક ભક્તો કરે છે દંડવત પ્રણામ. 24 કલાકમાંથી 12 કલાક દરિયાના પાણીમાં ગરકાવ રહેતા નિષ્કલંક મહાદેવને બાવન ગજની ઘજા ચડાવવામાં આવે છે.દરિયામાં ભરતી આવે છે ત્યારે માત્ર મંદિરની ધજા જ દેખાય છે. નિષ્કલંક મહાદેવને ખુદ સમુદ્ર જળાભિષેક કરે છે.
પાંડવોના પાપ દુર કરનાર ભોળાનાથના શરણે આવનાર ભક્તોની તમામ મુશ્કેલીઓ થઈ જાય છે દુર. અહીં શ્રાવણ અને ભારદવા માસની અમાસે મેળો ભરાય છે ત્યારે લાખોની સંખ્યામાં ઉમટે છે જનમેદની. શ્રાવણ માસની અમાસે અરબી સમુદ્રમાં ગુંજી ઉઠે છે હર હર મહાદેવના નારા.સમુદ્રમાં સ્નાન કરી ભક્તો કરે છે નિષ્કલંક મહાદેવની પુજા અર્ચના. નિષ્કલંક મહાદેવ નકળંક મહાદેવના નામથી પણ છે પ્રખ્યાત. અહીં સ્વજનોની અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળે છે તેવી પણ માન્યતા જોડાયેલી છે.
આ પણ વાંચો : વિશ્વનો સૌથી નાનો વાંદરો, કેમ ઓછી થઈ રહી છે આ વાંદરાની વસ્તી
સમુદ્રમાં ભરતી હોય ત્યારે દર્શને આવેલા ભક્તો લહેરાતી ધજાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભરતી સમયે આવેલા ભક્તોને શિવના દર્શન થાય તે માટે સમુદ્ર તટે નિષ્કલંક મહાદેવ અને ચંદ્રમૌલીશ્વર મહાદેવનું મંદિર પણ બનાવ્યું છે. તમે પણ આવો પાંડવોના કલંક દુર કરનાર નિષ્કલંક મહાદેવના દર્શને અને તમે પણ થઈ જાઓ નિષ્કલંક.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4