કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક જાણીતી ન્યૂઝ ચેનલને ઇંટરવ્યૂ આપતા સમયે કારની સ્પીડ લિમિટ ન વધારવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માતો પર દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું. આ દરમિયાન ગડકરીએ કહ્યું કે અફસોસની વાત છે કે સૌથી વધુ અકસ્માતો ભારતમાં થાય છે, અને હું પરિવહન મંત્રી છું. જોકે, તેમણે કહ્યું હતું કે અકસ્માતોમાં ઘટાડો કરવા માટે તમામ લોકોના સહકારની જરૂર છે.
ભારતમાં પાંચ લાખ અકસ્માતો દર વર્ષે થાય છે
નીતિન ગડકરીએ કહ્યું કે વિશ્વમાં સૌથી વધુ અકસ્માતો ભારતમાં થાય છે. દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે, જેમાં 1.5 લાખ મૃત્યુ થાય છે. લગભગ ત્રણ લાખ લોકો અકસ્માતમાં હાથ -પગ ગુમાવે છે. હું અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું. તેમણે કહ્યું કે તમિલનાડુમાં અકસ્માતોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે અને એક એનજીઓની મદદથી મુંબઈ-પુણે હાઈવે પણ 50 ટકા નીચે આવ્યો છે.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ ગુજરાત પ્રવાસે, વિકાસના કામોનું કરશે લોકાર્પણ
અકસ્માતોથી મૃત્યુ પામવામાં તમામ ઉંમરના લોકો
તેમણે કહ્યું કે હું અકસ્માતો ઘટાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો 18 વર્ષના 65 વર્ષના લોકો છે. દુર્ઘટનાને અટકાવી ન શકવા બદલ હું ખૂબ જ દુ:ખી છું અને તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું યુદ્ધના ધોરણે કામ કરી રહ્યો છું, પરંતુ જે કામ થવું જોઈએ તે થઈ રહ્યું નથી. ગડકરીએ કહ્યું કે હમણાં હું એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું કે એર એમ્બ્યુલન્સ રસ્તા પર પાર્ક કરેલી હોય અને જો કોઈ અકસ્માત થાય તો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે જેથી તેનો જીવ બચાવી શકાય.
દરેકનો સહકાર મળે તો અકસ્માતના કેસો ઘટી શકે છે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે માર્ગ અકસ્માતના કેસોમાં, હવે હું એ કોશિશ કરી રહ્યો છું કે તેમના ફેફસાં, હૃદય અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય જેથી અન્ય લોકોના જીવ બચાવી શકાય. તેમણે કહ્યું કે મને અફસોસ છે કે માર્ગ અકસ્માતની દિશામાં જે કામ થવું જોઈએ તે થઈ શક્યું નથી. પરંતુ, મેં અકસ્માત ઘટાડવા માટે ઘણો પ્રયત્ન કર્યો અને હજુ પણ પ્રયાસ કરી રહ્યો છું. જો આપણને સમાજ અને દરેકનો સહકાર મળે, તો કદાચ હું માર્ગ અકસ્માતના કેસોમાં ઘટાડો લાવી શકું છું.
એક્સપ્રેસ વે પર કારની ઝડપ વધારવાની યોજના
નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં વાહનોની સ્પીડ લિમિતનું પેરામિટર અમારા માટે એક મોટો પડકાર છે. કારની સ્પીડ અંગે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના કેટલાક નિર્ણયો છે. જેના કારણે અમે કંઇ કરી શકતા નથી. આજે દેશમાં એવા એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યા છે, જેના પર બસોની ઝડપે વાહન ચલાવી શકાય છે. રસ્તો પણ ખૂબ જ સલામત બનાવી દેવામાં આવ્યો છે અને હાઇવેની બંને બાજુ બેરિકેડ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, અમે એક યોજના બનાવી છે કે હું વાહનોની સ્પીડ માટે સંસદમાં જઈશ અને બિલ બનાવીને તમામ પેરામિટરનએ બદલીશ.
દરેક રસ્તાઓ માટે સ્પીડ લિમિતને લઈને ફાઇલ તૈયાર
તેમણે કહ્યું કે સ્પીડ અંગે એક માનસિકતા છે કે જો કારની સ્પીડ વધે તો અકસ્માત થશે. આપણે આ ખ્યાલમાંથી બહાર નીકળવું પડશે, જેના માટે અમે ફાઈલ તૈયાર કરી રહ્યા છીએ. આમાં, એક્સપ્રેસ વેથી હાઇવે અને શહેરો અને જિલ્લાઓના રસ્તાઓ સુધી સ્પીડ લિમિટ તૈયાર કરવામાં આવી રહી છે. લોકશાહીમાં અમને કાયદો બનાવવાનો અધિકાર છે અને ન્યાયાધીશોને નિર્ણય લેવાનો અધિકાર છે.
કયા રસ્તા પર કેટલી સ્પીડ હોવી જોઈએ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે મારો અંગત અભિપ્રાય છે કે એક્સપ્રેસ વે અને હાઇવે પર કારની ઝડપ મર્યાદા 120 થી 140 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. એ જ રીતે, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઝડપ મર્યાદા જે ચાર-લાઇન રસ્તાઓ પર 100 કિમી પ્રતિ કલાક, રાજ્ય ધોરીમાર્ગો પર બે-લાઇન રસ્તા પર 80 કિમી પ્રતિ કલાક અને શહેરના રસ્તાઓ પર 75 કિમી પ્રતિ કલાક હોવી જોઈએ. તેમણે કહ્યું કે હું તકનીકી રીતે હું સ્પીડ લિમિટ 200 કિમી સુધી મર્યાદિત કરી શકું છું, પરંતુ અમારા પર પ્રશ્નો ઉભા થવા લાગશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4