Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝનીતિન ગડકરીએ પંડિત નેહરુને આદર્શ નેતા ગણાવ્યા, કહ્યું ભારતીય લોકશાહીમાં મહત્વનું યોગદાન

નીતિન ગડકરીએ પંડિત નેહરુને આદર્શ નેતા ગણાવ્યા, કહ્યું ભારતીય લોકશાહીમાં મહત્વનું યોગદાન

nitin gadkari,neharu,bajpayee,news in gujarati,lattest news
Share Now

 

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ભાજપના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારતીય લોકશાહીના આદર્શ નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ હંમેશા લોકશાહીની મર્યાદાનું પાલન કરવાનોઆગ્રહ રાખતા હતા. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે શાસક પક્ષ સાથે વિપક્ષના લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયીનો રાજકીય વારસો એ આપણા માટે પ્રેરણા છે અને ભારતની લોકશાહીમાં પંડિત નેહરુનું યોગદાન નોંધપાત્ર છે. આ વાત તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહી હતી. 

સાક્ષક પક્ષ અને વિરોધ પક્ષે આત્મનિરીક્ષણ કરવું જોઈએ 

ગડકરીએ કહ્યું, હું શાસક પક્ષ અને વિપક્ષને એક વખત આત્મનિરીક્ષણ કરવાનો આગ્રહ કરું છું કારણ કે આજનો વિરોધ પક્ષ કાલે સત્તા પર હોઇ શકે છે. તેમજ આજનો શાસક પક્ષ આવતીકાલે વિપક્ષની ભૂમિકામાં આવી શકે છે. ભારતની લોકશાહીમાં આપણી ભૂમિકા હમેશાં બદલાતી રહે છે. 

 

NITIN GADKARI,NEWS IN GUJARATI,BIG NEWS,આ પણ વાંચો:દેશમાં મહિલાઓ પર અત્યાચાર થાય છે અને સરકારને અફઘાન મહિલાઓની ચિંતા

લોકશાહીમાં વિપક્ષ કહું જ જરૂરી 

ગડકરીએ કહ્યું કે હું માનું છું કે સ્વસ્થ લોકશાહીમાં સરકારને કાબૂમાં રાખવા માટે મજબૂત વિપક્ષ હોવો ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે દેશની લોકશાહીની મજબૂતી માટે વિપક્ષની ભૂમિકા ખૂબ મહત્વની બની જાય છે. તેમણે કહ્યું કે પંડિત નહેરુએ હંમેશા અટલ બિહારી વાજપેયીનું સન્માન કર્યું અને હંમેશા તેમણે એ વાત પર ભાર મૂક્યો હતો કે લોકશાહી માટે મજબૂત વિપક્ષ ખૂબ જ જરૂરી છે.

 

સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષના હોબાળા પર આપી પ્રતિક્રિયા 

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, કૃષિ કાયદો બિલ, તેલના ભાવ અને પેગાસસ વાયરસ પર વિપક્ષ દ્વારા ઉઠાવેલા હંગામો પર, ગડકરીએ  મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમના દિવસોને યાદ કરતા તેમણે કહ્યું કે તે દિવસોમાં હું વિપક્ષનો નેતા હતો અને ગૃહને ખોરવા માટે વિપક્ષનું નેતૃત્વ કરતો હતો. આ દરમિયાન હું અટલ જીને મળ્યો અને તેમણે કહ્યું કે લોકશાહીમાં આ પ્રકારનું વર્તન યોગ્ય નથી અને લોકો સુધી પહોંચવું પણ મહત્વનું છે.

CPI સાંસદે નીતિન ગડકરીના નિવેદનની પ્રશંસા કરી

CPI સાંસદ વિનય વિશ્વમે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “ભાજપના નેતાએ જે રીતે નેહરુ અને વાજપેયી વિશે વાત કરી છે તે આજના સમયને ધ્યાનમાં લેતા ગંભીર લાગે છે. તે સંઘ પરિવારના રાજકારણથી અલગ છે. મોદીજી આ રાજકીય ટિપ્પણી પર કેવી પ્રતિક્રિયા આપે છે તે સાંભળવા માટે હવે હું ખૂબ જ ઉત્સુક છું.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ભાજપના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારતીય લોકશાહીના આદર્શ નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે બંને નેતાઓ હંમેશા લોકશાહીની મર્યાદાનું પાલન કરવાનોઆગ્રહ રાખતા હતા. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે શાસક પક્ષ સાથે વિપક્ષના લોકોએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે અટલ બિહારી વાજપેયીનો રાજકીય વારસો એ આપણા માટે પ્રેરણા છે અને ભારતની લોકશાહીમાં પંડિત નેહરુનું યોગદાન નોંધપાત્ર છે. આ વાત તેમણે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહી હતી. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment