Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝCM બનનારા એ માટે દુ:ખી છે કેમ કે ખુરશીનું નક્કી હોતુ નથી: નીતિન ગડકરી

CM બનનારા એ માટે દુ:ખી છે કેમ કે ખુરશીનું નક્કી હોતુ નથી: નીતિન ગડકરી

Nitin Gadkari
Share Now

કેન્દ્રિય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી (Nitin Gadkari )એ ભાજપ (BJP)સહિત તમામ નેતાઓ પર આકરો પ્રહાર કરતા ગઇકાલે સોમવારે કહ્યું કે, દરેક નેતા દુ:ખી છે, ધારાસભ્ય (MLA)દુ:ખી છે કે તે મંત્રી નથી બની શકતા, મંત્રી એટલા માટે દુ:ખી છે તે તેને સારો વિભાગ નથી મળતો, જે મંત્રીઓને સારો વિભાગ મળ્યો છે, તે એટલા માટે દુ:ખી છે કે તે મુખ્યમંત્રી ન બની શક્યા અને મુખ્યમંત્રી એ માટે દુ:ખી છે કે તેને જાણ જ નથી હોતી કે તે ક્યાં સુધી પદ પર રહેશે.

નીતિન ગડકરી (Nitin Gadkari )વેબિનારમાં ઉપસ્થિત હતા

નિતિન ગડકરીએ વિધાનસભામાં સંસદીય લોકશાહી અને લોકોની અપેક્ષાઓ વિષય પર આયોજિત એક વેબિનારમાં કહ્યું કે, જાણીતા વ્યંગકારે લખ્યુ હતુ કે, જે રાજ્યોમાં કામના ન હતા, તેને દિલ્હી મોકલી દીધા, જે દિલ્હીમાં કામના નહતા, તેને રાજ્યપાલ (Governor)બનાવી દીધા અને જે ત્યાં પણ કામના નહતા, તેને રાજદૂત બનાવી દીધા.

આ પણ વાંચો: છત્તીસગઢ CM ના પિતાના આ એક ફોટોથી પોલીસ સવાલોના ઘેરામાં

તેઓએ કહ્યું કે, ભાજપના અધ્યક્ષ રહેતા તેને એવુ કોઇ ન મળ્યુ કે જે દુ:ખી નહોતુ. તેઓએ કહ્યું કે, મને એક પત્રકારે પુછ્યુ કે તમે ખુશ કઇ રીતે રહો છો, મે કીધુ મને ભવિષ્યની ચીંતા નથી, જે ભવિષ્યની ચીંતા ન કરે, તે ખુશ રહે છે. વનડે ક્રિકેટની જેમ રમતા રહો, મે સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કરને ચોક્કા છગ્ગા લગાવવા અંગેનું રાજ પુછ્યુ હતુ તો તેને કહ્યું કે, આ સ્કિલ છે. આ રીતે જ રાજનીતિ પણ એક સ્કિલ છે.

ગુજરાત પર નિશાનો હોઇ શકે છે

ઉલ્લેખનિય છે કે ગડકરીનો પ્રહાર હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM)વિજય રૂપાણી (Vijay Rupani)ને હટાવીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાને લઇને પણ હોઇ શકે છે. નોંધનીય છે કે ભાજપાએ ઉત્તરાખંડ અને કર્ણાટકમાં પણ કેટલાક દિવસો પહેલા જ મુખ્યમંત્રી બદલ્યા છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ પદ્દને લઇને ખેંચતાણ ચાલી રહી છે. રાજસ્થાન અને પંજાબમાં ગત્ત કેટલાક મહિનાઓમાં કોંગ્રેસ નેતાઓની વચ્ચે તો ઘણા પ્રયત્ન થયા છે.

ગુજરાત પેટાચૂંટણીની સમીક્ષા જુઓ વીડિયો દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment