Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝનીતીન પટેલનું નિવેદન, આખું ગુજરાત જેને ઓળખતુ હશે તે….

નીતીન પટેલનું નિવેદન, આખું ગુજરાત જેને ઓળખતુ હશે તે….

Share Now

ગુજરાતના નવા નાથ, નવા CM(New Chief Minister of Gujarat) નામની અટકળોનો દોર સમગ્ર રાજ્યમાં તેજ છે. આ યાદીમાં સી આર પાટીલ, ગોરધન ઝડફિયા, પુરૂષોત્તમ રૂપાલા, આર સી ફળદુ, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, મનસુખ માંડવિયાના નામ ટોચમાં દેખાઇ રહ્યાં છે.

7 કરોડનો જાણે કેબીસી નો પ્રશ્ન હોય તેમ લોકોમાં ચર્ચાનો વિષય  

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામુ આપ્યા બાદ એમ કહી શકાય કે 7 કરોડનો જાણે કેબીસી નો પ્રશ્ન હોય તેમ કોણ બનશે ગુજરાત રાજ્યના નાથ કે નવા સી એમ કોણ હશે તે સવાલ બધામાં મનમાં છે.

ટૂંકસમયમાં જ ગુજરાતના નવા મુખ્યમંત્રી(New Chief Minister of Gujarat)નું નામ જાહેર થઇ શકે છે. રાજ્યના નવા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ પ્રદેશ ભાજપ પ્રમખ સી.આર.પાટીલ છે. બીજી તરફ ગોરધન ઝડફિયા,નીતિન પટેલ,મનસુખ માંડવીયા પણ મુખ્યમંત્રી બનવા થનગની રહ્યા છે.

બધા જ સીએમ સાથે કરવાની મને તક મળી છે : નીતિન પટેલ 

એકાએક રાજીનામાનું કારણ આપવાનું રૂપાણી સહિતના ટોચના નેતાઓ ટાળ્યું હતુ. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, હું સીએમ પદનો દાવેદાર નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ નિર્ણય વિચાર વિમર્શથી લેવામાં આવ્યો છે.

વીડિયો જુઓ

 

કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે આગામી રણનીતિ એકાદ દિવસમાં નક્કી થશે. આવતીકાલ સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ થશે. આજે મોડી સાંજે કે કાલે સવારે ધારાસભ્યોની બેઠક બોલાવીને નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવામાં આવશે.

આ સિવાય મીડિયામાં ઘણા બધા નામ છે, જે બોલાઇ રહ્યાં છે. નીતીન પટેલે મીડિયાને જણાવ્યુ કે, ભાજપની પ્રણાલી છે, પીએમ અને અમિત શાહ યોગ્ય નિર્ણય લેશે અને તે બાદ જાહેરાત થશે. આ સિવાય નીતીન પટેલે કહ્યું કે, હું વિજય રુપાણીએ કેમ ટિપ્પણી કરી તેના વિશે બોલવુ યોગ્ય નથી.

 

આ પણ વાંચો: ગુજરાતના CM બાદ હવે આ રાજ્યોના સીએમની વિદાય નક્કી!

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment