Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝનીતિન પટેલનું દર્દ છલકાયું, કહ્યું- મીડિયામાં મારા એકલાનું જ નહીં, ભલભલાના નામ ચાલતા હતા!

નીતિન પટેલનું દર્દ છલકાયું, કહ્યું- મીડિયામાં મારા એકલાનું જ નહીં, ભલભલાના નામ ચાલતા હતા!

nitinbhai patel talks about Gujarat's cm
Share Now

ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી જ્યારથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે, ત્યાંરથી સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓનો એકમાત્ર સળગતો સવાલ હતો કે હવે પછી મુખ્યમંત્રી કોણ બનશે? ત્યારે એક અજાણ્યો ચહેરો સામે આવ્યો. અને એ ચહેરો હતો ભુપેન્દ્ર પટેલનો. રવિવારે ૧૨ સપ્ટેમ્બરે બપોરના સમયે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા.

મીડિયામાં મારા એકલાનું નહોતું ચાલતું…

જો કે સૌથી આગળ ચર્ચામાં નીતિન પટેલનું નામ હતું. આ સિવાય પણ બીજા ઘણા બધા નામોની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ નામ કંઈક અલગ જ આવ્યું. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શું થશે? તેવા ઘણા બધા સવાલો ઊભા થયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ (nitinbhai patel) મુખ્યમંત્રીના નામના જાહેરાત બાદ મહેસાણામાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે હું અસલ મહેસાણાનો છું. મને કોઈ લોભ લાલચ નથી. મીડિયામાં ઘણા બધા નામો ચાલતા હતા. મારું એકલાનું નામ નહોતું ચાલતું. એટલે એવું ના સમજતા કે હું એકલો રહી ગયો છું. જ્યાં સુધી હું જનતાના હૃદયમાં છું. ત્યાં સુધી મને કોઈ કાઢી શકવાનું નથી.

nitinbhai patel talks about Gujarat's cm

image credit-google image

 

નવા મુખ્યમંત્રી આપણા સાથે જ છે.

ભૂપેન્દ્ર પટેલેને મુખ્યમંત્રી જાહેર કરાયા બાદ નીતિનભાઈ પટેલ (nitinbhai patel) મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં એક હજાર લિટરની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ મહેસાણામાં રૂપિયા પાંચ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત કમળપથ રોડનું પણ લોકાર્પણ કર્યું હતું. તેના લોકાર્પણ પછી નીતિન પટેલે જણાવ્યું હતું કે આજે નવા મુખ્યમંત્રીની જાહેરાત થઈ હતી. જેનાથી આજના દિવસે તમને જાત જાતના પ્રશ્નો હશે. મેં પોતે જ નવા મુખ્યમંત્રી બનવા માટે દરખાસ્ત મૂકી હતી. આ નવા મુખ્યમંત્રી આપણા સાથે જ છે. આજે પણ અઠવાડિયામાં પાંચ વખત ભુપેન્દ્રભાઈ મારી ઓફિસે આવતા હોય છે.

જુઓ આ વિડીયો: Nitin Patel On CM Post

ફરી એ જ ઘટનાક્રમ!

2016 માં પણ આ પ્રકારનો ઘટનાક્રમ થયો હતો. 2016માં નીતિન પટેલના મુખ્યમંત્રી બનવાના સમાચાર વચ્ચે, ચર્ચાઓ વચ્ચે મંત્રી તરીકે વિજય રૂપાણીનું નામ સામે આવ્યું હતું. અને નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી તરીકે સંતોષ માનવો પડયો હતો. ત્યારે ફરી એકવાર એ જ ઘટના ક્રમ બન્યો છે. એવું કહેવામાં આવે છે કે આ તેમના માટે આ છેલ્લી તક હતી. કદાચ હવે નીતિન પટેલ ક્યારેય ગુજરાતના મુખ્યમંત્રી નહીં બની શકે.

આ પણ વાંચો: ગુજરાતની કમાન BHUPENDRA PATELના હાથમાં, બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment