Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝજાતિગત વસ્તી ગણતરીને લઇ ગરમાયુ રાજકરણ, PM મોદીને મળ્યા બિહારના નેતાઓ

જાતિગત વસ્તી ગણતરીને લઇ ગરમાયુ રાજકરણ, PM મોદીને મળ્યા બિહારના નેતાઓ

NITISH KUMAR MEETS PM MODI
Share Now

વર્ષોથી ચાલતી માંગ જાતીફત જનગણનાને લઇ ગરમાયુ રાજકારણ. જાતિગત વસ્તી ગણતરી (Caste Census) ની માંગણીને લઈને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં 10 પક્ષોના 11 નેતાઓ સામેલ થયા હતા.બિહારના મુખ્યમંત્રી નીતિશ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ વડાપ્રધાનને મળ્યા બાદ તેઓએ સાથે પત્રકાર પરિષદ યોજી હતી. નીતીશે કહ્યું કે અમે વડાપ્રધાનને બિહારની જાતિઓ સબંધિત માહિતી આપી છે, તેમણે અમારી વાત ધ્યાનથી સાંભળી છે. વડાપ્રધાને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગને નકારી નથી. આ બેઠક લગભગ 40 મિનિટથી વધુ સમય સુધી ચાલી. જોવાનું એ રહ્યું કે કેન્દ્ર શું નિર્ણય લેશે જાતિગત જનગણના ને લઇ.

બેઠક બાદ નીતિશકુમારનું નિવેદન

નીતિશકુમારે બેઠક બાદ કહ્યું કે તમામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે જાતિગત વસ્તીગણતરીની માગણી કરી છે. બિહારના તમામ રાજકીય પક્ષોનો આ અંગે એક મત છે. નીતિશકુમારે કહ્યું કે સરકારના એક મંત્રી તરફથી નિવેદન આવ્યું છે કે જાતિગત વસ્તીગણતરી થશે નહીં. આથી અમે ત્યારબાદ વાત કરી. નીતિશકુમારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમારી વાત સાંભળી છે.

દેશમાં જાતિના આધારે વસ્તી ગણતરી થવી જોઈએ, જેથી પછાત જાતિઓના વિકાસને વેગ મળી શકે

જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ મુદ્દે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં રાજ્યની 10 પાર્ટીઓના નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. જેમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, જેડીયુના શિક્ષણ મંત્રી વિજય કુમાર ચૌધરી, ભાજપના ખાણ ભૂસ્તર મંત્રી જનક રામ, કોંગ્રેસ નેતા અજીત શર્મા, CPI નેતા મહેબૂબ આલમ, AIMIMના અખ્તરુલ ઈમાન, પૂર્વ મુખ્યમંત્રી અને હમ સુપ્રીમો જીતન રામ માંઝી, VIP પ્રમુખ મુકેશ સાહની, CPI નેતા સૂર્યકાંત પાસવાન અને સીપીએમ નેતા અજય કુમાર સામેલ છે..આ નેતાઓની માંગ છે કે દેશમાં જાતિના આધારે વસ્તી ગણતરી થવી જોઈએ, જેથી પછાત જાતિઓના વિકાસને વેગ મળી શકે. આ નેતાઓની માગણી છે કે દેશમાં જાતિના આધારે વસ્તી ગણતરી થવી જોઈએ. જેથી કરીને પછાત જાતિઓના વિકાસમાં તેજી લાવી શકાય. અનેક દાયકાઓથી જાતિગત વસ્તી ગણતરીની માગણી થઈ રહી છે. પરંતુ હવે એકવાર ફરીથી બિહારથી આ અવાજ ઉઠ્યો છે. અનેક રાજકીય પક્ષોએ તેની માગણી કરી છે.

આ પણ વાંચો : જો બાયડને ફરી તાલિબાનોને આપી ચેતવણી

ઐતિહાસિક કામ થઈને રહેશે- તેજસ્વી યાદવ

આરજેડીના નેતા તેજસ્વી યાદવે આ મામલે કહ્યું કે ઐતિહાસિક કામ થઈને રહેશે. જો જાનવરોની ગણતરી થાય છે તો પછી માણસોની પણ થવી જોઈએ. જો ધર્મના આધારે ગણતરી થાય છે તો જાતિના આધારે પણ થવી જોઈએ.

જાતિ આધારિત વસ્તી ગણતરી પર રાજકારણ ગરમાયું

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને રાજકારણ ખૂબ જ ગરમાયું છે. શાસક પક્ષ અને વિપક્ષ આ મુદ્દે એક થયા છે. વિપક્ષમાંથી વિપક્ષ નેતા તેજસ્વી યાદવે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ ઉગ્ર કરી હતી. જેને શાસક પક્ષ JDU દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી નીતીશ કુમારે તેમના નેતૃત્વ પ્રતિનિધિમંડળનું વડાપ્રધાનને મળવાની વાત કરી હતી.

ત્યાર બાદ કવાયત ઝડપી બની અને બેઠક આજે યોજાઇ છે. જો કે ભાજપ તેની તરફેણમાં નથી. કેન્દ્ર સરકારે લોકસભામાં ચોમાસુ સત્રમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જાતિ આધારિત વસ્તી ગણતરી ન કરવાની જાહેરાત કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment