Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝજાતિ આધારિત વસ્તી ગણતરી દેશના હિતમાં છે, કેન્દ્રએ નિર્ણય લેવાનો છે: નીતીશ કુમાર

જાતિ આધારિત વસ્તી ગણતરી દેશના હિતમાં છે, કેન્દ્રએ નિર્ણય લેવાનો છે: નીતીશ કુમાર

Nitish Kumar
Share Now

જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને લઇને બિહાર (Bihar)ના મુખ્યમંત્રી નીતીશ કુમારે (Nitish Kumar)કહ્યું કે, આ મુદ્દાને લઇ કેન્દ્ર (Central)તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારનો જવાબ આવ્યો નથી. દેશના અલગ-અલગ રાજ્યોથી માગ ઉઠી રહી છે. આ તમામ પર વિચારવા અને નિર્ણય લેવાનું કેન્દ્રનું કામ છે. જાતિગત ગણતરીએ દેશના હિતમાં છે, જેનાથી તમામને લાભ મળશે. કેટલાક લોકો તેના વિરૂદ્ધમાં બોલે છે, આ સમાજને જોડવા માટે નહીં પરંતુ બાટવા માટે છે.

નીતિશ કુમારે (Nitish Kumar)શું કહ્યું?

ખેડૂત આંદોલન (Farmer Protest)દ્વારા રાકેશ ટિકૈત (Rakesh Tikait)ને રાજકારણ (Politics)માં ચમકાવનારા પ્રશ્ન પર નીતિશ કુમારે કહ્યું કે, એ તો પોત-પોતાની પદ્ધતિઓ હોય છે, હવે કોઇ તેને ચૂંટણી અને રાજકારણ સાથે જોડે છે તો અમે શું નિવેદન આપી શકીએ. રાજકારણ દ્વારા જો કોઇને કામ કરવાનો મોકો મળે તો તેને જોવુ જોઇએ કે અન્ય કોઇનું સારુ કઇ રીતે થશે.

મોંઘવારી મુદ્દે સીએમ નીતિશ કુમાર શું બોલ્યા?

પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)અને રસોઇ ગેસ (LPG)માં વધતા જતા ભાવના પગલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, કોરોનાના પગલે ઘણી વસ્તુઓ પર રોક લાગી હતી જેની સીધી અસર આર્થિક સ્થિતિ પર પહોંચી હતી. હવે એવી સ્થિતિમાં કોઇ પણ ચીજ વસ્તુઓના ભાવ વધશે તો શું કરશો. આ મુદ્દા પર કારણ વગરની ચર્ચા ન કરવી જોઇએ. સૌથી વધુ જરૂરત કોરોનાથી છુટકારો મેળવવાનો છે.

આ પણ વાંચો: શા માટે ભાજપ જાતિ આધારિત વસ્તી ગણતરી માટે તૈયાર નથી?

મુખ્યમંત્રી નીતિશ કુમારની(Nitish Kumar) પાર્ટી જનતા દળ (યુનાઈટેડ)નું એનડીએ સાથે ગઠબંધન છે. ત્યારે આ મહિનાની શરૂઆતમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહની આગેવાનીમાં જેડીયુનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યું હતું અને જાતિ આધારિત વસ્તી ગણતરીની માગ કરી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના ધારાસભ્ય અને બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે (Tejashwi Yadav)નીતિશ સરકારને કહ્યું છે કે, જો કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે પોતાની વાત પર અડગ રહે છે તો બિહાર (Bihar)માં સરકારે પોતાની રીતે આ કામ કરવું જોઈએ. મહત્વનું છે કે આ મુદ્દાને લઇને ગૃહમંત્રી બાદ પીએમ મોદી (PM Modi)ને પણ પ્રતિનિધિમંડળ મળ્યુ હતુ અને જાતિગત ગણતરી અંગેની ચર્ચા કરી હતી.

પહેલા ક્યારે થઈ હતી જાતિ આધારિત વસ્તી ગણતરી?

 દેશમાં છેલ્લી જાતિ આધારિત વસ્તી ગણતરી 1931 માં કરવામાં આવી હતી. 1941 માં જાતિ આધારિત વસ્તી ગણતરી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ જાહેર કરવામાં આવ્યો ન હતો. 2011 માં સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ વિસંગતતાના આધારે એકત્રિત કરવામાં આવેલા આ ડેટાને પણ જાહેર કરવામાં આવ્યો નહતો.

ઉલ્લેખનિય છે કે આવતા વર્ષે સાત રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને ધ્યાનમાં રાખીને જાતિ આધારિત વસ્તી ગણતરી સરકાર (government)માટે સંવેદનશીલ મુદ્દો છે. અનેક રાજકીય પક્ષો એકઠા થઈને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. જેડીયુ, અપના દળ અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-આઠવલે જેવા ભાજપ (BJP)ના સહયોગી પક્ષો પણ જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી કરી રહ્યા છે. કોંગ્રેસ (Congress), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (RCP), રાષ્ટ્રીય જનતા દળ (RJD)અને સમાજવાદી પાર્ટી (SP)જેવા ઘણા વિપક્ષી પક્ષો પણ આની માગ કરી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે સરકાર આ મુદ્દે કઈ રીતે આગળ વધે છે. 

જણાવી દઈએ કે બિહાર (Bihar)માં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ગરમાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે તેજસ્વી યાદવ અને અન્ય ઘણા નેતાઓ દેશમાં જાતિની વસ્તી ગણતરી કરવાની માગણી કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment