સુરતમાં કોરોનાનું સંક્રમણ રોકવા અને વેક્સીનના બે ડોઝ ૧૦૦ ટકા પૂર્ણ કરવા હવે પાલિકાએ કમર કસી છે. સુરત મનપાની કચેરીઓ,જાહેર સ્થળો, બાગ બગીચાઓ અને બીઆરટીએસ સહિતના સ્થળોએ હવે વેક્સીનના બે ડોઝ નહી લીધા હોય તો પ્રવેશ મળશે નહી. વેક્સીન સર્ટીફીકેટ ચેક કરવા માટે હવે ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે મનપાની ટીમેં કમર કસી
સુરતમાં દિવાળી બાદ ફરીને લોકો પરત આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે મનપાની ટીમેં કમર કસી છે. સુરતમાં એન્ટ્રીના તમામ પોઈન્ટ પર ટેસ્ટીંગ સધન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સુરતમાં વેક્સીનના બે ડોઝ ૧૦૦ ટકા પૂર્ણ કરવા પણ મનપાએ હવે કામગીરી પુરજોશમાં આરંભી દીધી છે. આજથી પાલિકાની કચેરીઓ, સિટીબસ-બીઆરટીએસ બસ, બાગબગીચા, નેચરપાર્ક, ગોપીતળાવ, એકવેરિયમ, સાયન્સ સેન્ટર, તરણકુંડો સહિતના જગ્યાઓ પર વેક્સીનના બે ડોઝ બાકી હોય તેવા લોકોને પ્રવેશ મળશે નહિ. પ્રવેશ કરવા માટે ફરજિયાત ટેસ્ટ પણ કરાવવો પડશે. આ નિયમનો કડકથી અમલ કરાવવા માટે અને વેક્સીન સર્ટીફીકેટ ચેક કરવા માટે ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. સુરતમાં અંદાજીત ૬ લાખ લોકોનો વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : ભારતીય વાયુસેનાના વિમાનોથી ગુંજી ઉઠ્યુ દુબઈનું આકાશ, વિદેશ પ્રધાનએ ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત
સુરતમાં સંક્રમણ વધે નહી તે માટે આ નિણર્ય લેવામાં આવ્યો – નાયબ આરોગ્ય અધિકારી કેતન ગરાસીયા
નાયબ આરોગ્ય અધિકારી કેતન ગરાસીયાએ જણાવ્યું હતું કે દિવાળીની રજાઓ બાદ લોકો ફરીને પરત આવી રહ્યા છે. ત્યારે સુરતમાં સંક્રમણ વધે નહી તે માટે આ નિણર્ય લેવામાં આવ્યો છે. વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય અને ૮૪ દિવસ ન થયા હોય તેવા લોકોને પ્રવેશ મળશે પણ જો ૮૪ દિવસ થઇ ગયા હોય તેમ છતાં વેક્સીનનો બીજો ડોઝ લીધો ન હોય તો તેવા લોકોને પ્રવેશ મળશે નહિ આગામી દિવસોમાં હોટેલ રેસ્ટોરન્ટ, મલ્ટીપ્લેક્સ, મોલ સહિતની જગ્યાઓ પર પણ આ નિયમ લાગુ કરવામાં આવશે. જેથી લોકોને વેક્સીનનો બીજો ડોઝનો સમય થઇ ગયો હોય તેમ છતાં જો બીજો ડોઝ ન લીધો હોય તેવા લોકોને વેક્સીનનો બીજો ડોઝ લઇ લેવા અપીલ કરવામાં આવે છે.
કડકાઈભેર અમલ કરાવવા માટેની કામગીરી શરૃ
આ ઉપરાંત ખાનગી દવાખાનામાં શરદી-ખાંસી કે તાવ જેવા લક્ષણ સાથે જે દર્દી આવે છે અને તે શંકાસ્પદ હોય તેવા લોકોની માહિતી સીધી મ્યુનિ. તંત્રને આપવા કે તેઓને હેલ્થ સેન્ટર પર ટેસ્ટીંગ માટે મોકલવા જણાવ્યું છે. ખાનગી દવાખાનાના શરદી-ખાંસી અને તાવના દર્દીેમાંથી પોઝિટિવ દર્દીને શોધીને તાત્કાલિક તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોને શોધીને તેમના ટેસ્ટ કરવા માટેની કામગીરી શરૃ કરી છે. આ ઉપરાંત જે પોઝિટિવ આવે છે ત્યાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા સાથે તેનો કડકાઈભેર અમલ કરાવવા માટેની કામગીરી શરૃ કરી દીધી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4