કોરોના સંકટ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી હતી. જેમાં ગરીબોને મફત રાશન આપવાનો પણ સમાવેશ કરાયો હતો. ગરીબોને મફત રાશન આપવાના હેતુથી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ, ગરીબોને પહેલાથી આપવામાં આવતા મફત રાશન સિવાય, અલગથી રાશન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
80 કરોડ લોકોને મળે છે લાભ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા, એક કિલો દાળ અને એક કિલો ચણા આપવામાં આવે છે. લોકડાઉન બાદ માર્ચ 2020માં તેની શરૂઆત કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને એપ્રિલ, મે અને જૂન માટે રાખવામાં આવ્યો હતો પરંતુ કોરોના રોગચાળાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને તેને ઘણી વખત લંબાવવામાં આવ્યો હતો. હવે તેની અવધિ નવેમ્બર 2021માં પૂર્ણ થઈ રહી હતી.
महंगाई बहुत ज़्यादा हो गई है। आम आदमी को दो वक्त की रोटी भी मुश्किल हो रही है। कोरोना की वजह से कई बेरोज़गार हो गए
प्रधानमंत्री जी, ग़रीबों को मुफ़्त राशन देने की इस योजना को कृपया छः महीने और बढ़ाया जाए
दिल्ली सरकार अपनी फ़्री राशन योजना छः महीने के लिए बढ़ा रही है। https://t.co/rF3TC7bRaM
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 6, 2021
આ પણ વાંચો:કેદારનાથ બાદ હવે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં પણ સ્થાપિત થશે આદિ શંકરાચાર્યની પ્રતિમા
આ યોજનાને 30 નવેમ્બરથી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી
જે અંગે ખાદ્ય વિભાગના સચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે આ યોજનાને 30 નવેમ્બરથી વધુ આગળ લંબાવવાની હજુ સુધી કોઈ દરખાસ્ત આવી નથી, દેશની અર્થવ્યવસ્થા સુધરી રહી છે. હવે એવું માનવામાં આવે છે કે 30 નવેમ્બર પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને આપવામાં આવતા 5 કિલો ચોખા અથવા ઘઉં હવે બંધ થઈ જશે.
સીએમ કેજરીવાલે ઉઠાવ્યા સવાલ
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા, એક કિલો દાળ અને એક કિલો ચણા આપવામાં આવે છે. લોકડાઉન બાદ માર્ચ 2020માં તેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે જ્યારે આ યોજનાની અવધિ લંબાવવા માટે કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી. એટલે કે જો આ યોજના હવે બંધ થશે તો ગરીબ પરિવારને મળતું વધારાનું રાશન બંધ થઈ જશે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે સવાલો ઉઠાવ્યા છે.
સીએમ કેજરીવાલે છ મહિનાના એક્સટેન્શનની કરી માંગ
સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું છે કે સામાન્ય માણસ માટે બે ટાઈમનું જમવાનું પણ મુશ્કેલ બની રહી છે, કોરોનાને કારણે ઘણા લોકો બેરોજગાર થયા, મોંઘવારી ખૂબ વધી ગઈ છે. આવી સ્થિતિમાં, ગરીબોને મફત રાશન આપવાની યોજનાને વધુ છ મહિના માટે લંબાવવી જોઈએ, દિલ્હી સરકાર તેની મફત રાશન યોજનાને છ મહિના માટે લંબાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોની મદદ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી હતી. જેમાં ગરીબોને મફત રાશન આપવાનો પણ સમાવેશ કરાયો હતો. ગરીબોને મફત રાશન આપવાના હેતુથી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ, ગરીબોને પહેલાથી આપવામાં આવતા મફત રાશન સિવાય, અલગથી રાશન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે હવે આ યોજનાની અવધિ પૂરી થવા આવી છે. અને તેને લંબાવવા માટે કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4