Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝબ્રિટને ફરી નિયમ બદલાવ્યો, ભારતથી આવનારા લોકોને હવે ક્વોરન્ટિન નહીં રહેવું પડે

બ્રિટને ફરી નિયમ બદલાવ્યો, ભારતથી આવનારા લોકોને હવે ક્વોરન્ટિન નહીં રહેવું પડે

Quarantine
Share Now

ભારત (India)અને બ્રિટન (Britain)વચ્ચેનો ક્વોરન્ટિન (Quarantine)નિયમ ખતમ થશે કે નહીં. ગઇકાલે ગુરૂવારે ભારતમાં બ્રિટનના હાઈકમિશનરે મામલાને વિગત આપતા જણાવ્યું હતુ કે, ભારતથી બ્રિટન જતા લોકોને 11 ઓક્ટોબર બાદ ક્વોરન્ટિન નહીં રહેવું પડે. જો કે આ નિયમ એવા લોકોને જ લાગુ પડશે જે વેક્સિન (Vaccine)ને બ્રિટને માન્યતા આપી છે.

બ્રિટને ફરી ક્વોરન્ટિન (Quarantine)નિયમ બદલ્યો

કોરોના વેક્સિન (Corona Vaccine)ને લઇને બ્રિટનના ભારે નિયમો બાદ ભારતે પણ તેને વળતો જવાબ આપ્યો હતો. ત્યારે હવે આ તમામ વચ્ચે બ્રિટને ફરી એકવાર પોતાના જ નિયમમાં ફેરફાર કર્યો છે. ભારતમાં બ્રિટનના રાજદૂત (Ambassador)એલેક્સ એલિસે ટ્વિટ કરી બ્રિટન દ્વારા યાત્રા નિયમોમાં થયેલા ફેરફારની જાણકારી આપી છે.

બ્રિટનના રાજદૂતે કર્યું ટ્વીટ

ભારતમાં બ્રિટનના એમ્બેસેડર એલેક્સ એલિસે ટ્વિટ કરી કહ્યું કે, ભારતથી બ્રિટન જતા ભારતીયો માટે ક્વોરન્ટિન થવાના કોઈ પણ નિયમો લાગુ નહીં પડે. પરંતુ તેઓએ કોવિશીલ્ડ (Covishield)કે યુકે દ્વારા માન્ય વેક્સિન લીધી હોવી જરૂરી છે. આ નિયમ 11 ઓક્ટોબરથી લાગુ થશે. આ સાથે જ બ્રિટન સરકારે ભારત સરકાર (Government Of India)નો આભાર પણ માન્યો છે. જેમાં એલેક્સે કહ્યું કે, ગત મહિનાથી આપવામાં આવેલા સહયોગ બદલ ભારત સરકારનો ધન્યવાદ.

આ પણ વાંચો: ભારતનો UK ને વળતો જવાબ, હવે બ્રિટનથી આવનારા તમામ પ્રવાસીઓને 10 દિવસ આઇસોલેટ થવું પડશે

કેટલાક સમય પહેલા જ ભારત અને બ્રિટિશ સરકાર (British Government)વચ્ચે ક્વોરન્ટિન થવાના નિયમને લઈને વિવાદ ઊભો થયો હતો. સૌથી પહેલાં બ્રિટને ભારતની વેક્સિનને મંજૂરી આપી ન હતી અને બાદમાં મંજૂરી આપી તો ભારતથી બ્રિટન જતા નાગરિકોને ક્વોરન્ટિન થવાનું ફરજિયાત કરી નાખ્યુ હતું.

Quarantine નિયમને લઇને ભારતે આપ્યો હતો વળતો જવાબ

બ્રિટને કડક વલણ અપનાવ્યા બાદ ભારતે પણ તેને વળતો જવાબ આપ્યો હતો અને બ્રિટિશ નાગરિકો માટે ભારત આવવાના લઈને નિયમો કડક કરી દીધા હતા. સરકારે બ્રિટનથી આવતા લોકો માટે ક્વોરન્ટિન થવાના નિયમો ફરજિયાત કરી દીધા હતા. ગત્ત 4 ઓક્ટોબરે લાગુ થયેલા નિયમો બાદ ભારત પહોંચનાર બ્રિટિશ નાગરિકોને 72 કલાક પહેલાં જ RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દીધા હતા. આ સાથે જ ભારત આવ્યા બાદ પણ 8 દિવસ પછી પણ ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત હતું. 10 દિવસ સુધી પોતાના ખર્ચે તેઓને કોરોન્ટિન રહેવાનું પણ અનિવાર્ય કર્યું હતું. સરકારના આ નિયમ બાદ બ્રિટિશ સરકારે (British Government)ઝુકી હતી.

દિવ્યાંગને ઘરે મળશે વેક્સિન જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment