Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝભારતીય સેનાની તાકાતમાં વધારો, હવે ચીન વિરૂદ્ધ ત્રિશૂલ અને વજ્રથી કરશે મુકાબલો

ભારતીય સેનાની તાકાતમાં વધારો, હવે ચીન વિરૂદ્ધ ત્રિશૂલ અને વજ્રથી કરશે મુકાબલો

Indian Army
Share Now

ભારત અને ચીનની સેના વચ્ચે ગલવાન ઘાટીમાં લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં ચીનના સેંકડો સૈનિકો માર્યા ગયા હતા તો ભારતના પણ 20 જવાન શહીદ થયા હતા. આ તમામ પરિસ્થતિ બાદ ભારત અને ચીન વચ્ચે તણાવભર્યો માહોલ યથાવત છે. બીજી બાજુ બંને દેશ વચ્ચે વાતચીતોનો દોર પણ ચાલી રહ્યો છે. ત્યારે ચીનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના (Indian Army)હવે કઇક અલગ અંદાજમાં સજ્જ થઇ છે.

Indian Army ની તાકાતમાં વધારો

ગત્ત વર્ષે ચીન અને ભારત વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશ વચ્ચે હજુ પણ તણાવભર્યો માહોલ છે. આ તમામ બાજ ચીની સૈનિકોએ પથ્થરો તેમજ લાકડીઓનો ઉપયોગ કર્યો હતો. હવે ચીનને તેની જ ભાષામાં જવાબ આપવા માટે ભારતીય સેનાને પણ લડાઈ માટે ત્રિશુળ અને હાથમાં પહેરવાના પંચ જેવા હથિયારોથી સજ્જ કરવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તરાખંડ: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદિઓ સાથેની મુઠભેડમાં બે જવાન શહિદ

મળતી માહિતી મુજબ, દિલ્હીની એક કંપનીને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત આ હથિયારો બનાવવા માટે કામ અપાયુ છે. જે હથિયારો બનાવી રહી છે તેમાં વજ્ર એક લોખંડની લાઠી છે અને તેમાં સામેના વ્યક્તિને કરંટનો ઝટકો આપવાની પણ સુવિધા રખાઈ છે.

Indian Army ને અનેક હથિયારો મળશે

તેવી જ રીતે કંપની એક ત્રિશુળ પણ બનાવી રહી છે. જે અણીદાર તો છે સાથે તેના દ્વારા શોક પણ આપી શકાશે. આ ઉપરાંત હાથમાં પહેરવાના પંચ પણ બનાવાઈ રહ્યા છે. જે મારવાની સાથે સાથે તેના દ્વારા પણ કરંટ આપી શકાય છે. આ પંચ માઈનસ ડિગ્રીના ટેમ્પરેચરમાં પણ કામ કરી શકે છે. તો બીજી તરફ દુશ્મનના સૈનિકોના વારથી બચવા માટે ભદ્ર નામની એક ઢાલ પણ બનાવવામાં આવી રહી છે. જેમાંથી પસાર થઇ રહેલો કરંટ પણ દુશ્મનને ઝટકો આપી શકે છે.

જાણો BSF વિશે Video દ્વારા:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment