ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. હવે કિમ જોંગે(Kim Jong) કોરિયન દ્વીપકલ્પમાં તણાવ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. મંગળવારે ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયાના અહેવાલમાં તેમનું નિવેદન સામે આવ્યું છે. કિમ જોંગે સંરક્ષણ પ્રદર્શન દરમિયાન પોતાના સંબોધનમાં અમેરિકા પર આરોપ લગાવ્યો છે.
અમેરિકા ઉતર કોરિયા તરફ નથી રાખતું આક્રમક વલણ
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) અનુસાર, તેમના ભાષણની શરૂઆતમાં કિમ જોંગે કહ્યું, “કોરિયન દ્વીપકલ્પમાં તણાવનું મૂળ અમેરિકા છે.” તેમણે અહીં ‘સેલ્ફ-ડિફેન્સ 2021’ ડિફેન્સ એક્ઝિબિશનમાં આ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન(Joe Biden) લાંબા સમયથી કહી રહ્યા હતા કે તેઓ ઉત્તર કોરિયા(Uttar Korea) સામે આક્રમક વલણ રાખતા નથી.
આ પણ વાંચો:દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકવાદીની કરી ધરપકડ, AK-47 સહિતના ઘણા હથિયારોકર્યા જપ્પ્ત
કિમ જોંગે બાયડનના દાવાને નકાર્યા
જો કે, કિમ જોંગે(Kim Jong) બાયડનના આ શબ્દોનો નકારતા કહ્યું હતું કે, હું તે જાણવા માટે આતુર છું કે શું દુનિયામાં એવા લોકો કે દેશો છે કે જેઓ તેમની(અમેરિકા) વાતો પર વિશ્વાસ કરે. KCNAના અહેવાલ મુજબ કિમ જોંગે એમ પણ કહ્યું હતું કે, “જો તમે તેની(અમેરિકા) હરકતો જુઓ તો તેના નિવેદનો સાથે કોઈ લેવાદેવા નથી. એવું માનવાનું કોઈ કારણ નથી કે અમેરિકાનું વલણ ઉત્તર કોરિયા પ્રત્યે આક્રમક નથી.”
અમેરિકાએ દક્ષિણ કોરિયાની રાજધાનીમાં સૈનિકોને તૈનાત કર્યા
અમેરિકાએ તેના 28,500 સૈનિકોને સિયોલ (દક્ષિણ કોરિયાની રાજધાની) માં તૈનાત કર્યા છે, જેથી ઉત્તર કોરિયા સાથેની લડાઈ દરમિયાન દક્ષિણ કોરિયા સુરક્ષિત રહી શકે. આ મામલે કિમે કહ્યું હતું કે, “લશ્કરી શક્તિને મજબૂત કરવાના અપ્રતિબંધિત અને ખતરનાક પ્રયાસો કોરિયન દ્વીપકલ્પ પર લશ્કરી સંતુલનનો નાશ કરી રહ્યા છે અને લશ્કરી અસ્થિરતા અને ભય વધારી રહ્યા છે.
ઉત્તર કોરિયા સાથે દુશ્મનાવટ કરવાનો કોઈ ઈરાદો નથી
વર્ષ 2017 માં, ઉત્તર કોરિયાએ મિસાઇલોનું પરીક્ષણ કર્યું હતું જે સમગ્ર અમેરિકા ખંડ સુધી પહોંચી શકે છે અને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી પરમાણુ વિસ્ફોટ કરી શકે છે. પ્યોંગયાંગનું કહેવું છે કે અમેરિકાના આક્રમણથી પોતાનો બચાવ કરવા માટે તેને શસ્ત્રોની જરૂર છે. જ્યારે જો બાયડને પ્રમુખ બન્યા બાદ વારંવાર કહ્યું છે કે અમેરિકાનો ઉત્તર કોરિયા સાથે દુશ્મનાવટ કરવાનો કોઈ ઈરાદો નથી.
કિમ જોંગે દક્ષિણ કોરિયા પર પણ આરોપ લગાવ્યો
આ સાથે કિમ જોંગે(Kim Jong) દક્ષિણ કોરિયા પર છેતરપિંડી કરવાનો અને બેવડી નીતિ અપનાવવાનો આરોપ પણ લગાવ્યો છે. કિમ જોંગે કહ્યું કે, “કોઈપણ સંયમ વિના, દક્ષિણ કોરિયા છેલ્લા કેટલાક સમયથી અહીં પોતાની સેનાની તાકાત વધારવા માટે ખતરનાક રણનીતિ અપનાવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે પ્યોંગયાંગ વિસ્તારમાં ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છે. આ પ્રતિબંધો ઉત્તર કોરિયાના પ્રતિબંધિત પરમાણુ હથિયારો અને બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમોને કારણે લાદવામાં આવ્યા છે. વળી, ઉત્તર કોરિયાનો અહીં દક્ષિણ કોરિયા સાથે લાંબા સમયથી વિવાદ છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પોતાના નિવેદનોને લઈને અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. હવે કિમ જોંગે કોરિયન દ્વીપકલ્પમાં તણાવ માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. મંગળવારે ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયાના અહેવાલમાં તેમનું નિવેદન સામે આવ્યું છે. કિમ જોંગે સંરક્ષણ પ્રદર્શન દરમિયાન પોતાના સંબોધનમાં અમેરિકા પર આરોપ લગાવ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4