Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeકહાનીગીર માં નથી માત્ર એશિયાટિક સિંહ ..અહીના ‘આફ્રિકન’ ની છે આગવી ઓળખ

ગીર માં નથી માત્ર એશિયાટિક સિંહ ..અહીના ‘આફ્રિકન’ ની છે આગવી ઓળખ

african-village-in-gujarat
Share Now

ગુજરાત..વર્ષો પહેલા પારસીઓ અહી આવ્યા અને દૂધમાં સાંકર ભળે તેમ ભળી ગયા…આ કહાની તૌ સૌ કોઈએ સાંભળી છે..પરંતુ આજે તમને એક એવી કહાનીના વાત કરવા જઈ રહ્યા છીએ…જેમાં આફ્રિક ન પ્રજા ગુજરાતમાં આવીને વસી..અને આજે પણ તે ગામ મીની આફ્રિકા ( African)તરીકે જાણીતું છે…વિશ્વમાં અશિયાટીક સિંહ અને આફ્રિકન સિંહની બોલબાલા છે…પરંતુ આ એક સહયોગ છે..કે જ્યાં એશિયાટીક સિંહ વસવાટ કરે છે..ત્યાંજ આફ્રિકન લોકોએ પણ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી..અને આજે તેઓ પાક્કા ગુજરાતી છે…કેમકે અહીના લોકોની રંગરુપ અને સંસ્કૃતિ આફ્રિકન છે…પરંતુ તમને જાણને નવાઈ લગાશે કે આફ્રિકા નહી પરંતુ ગુજરાતનું જાબુર ગામ.. ગીર જંગલના ખોળે વસેલું જાંબુર ગામ. આ ગામ  મીની આફ્રિકા તરીકે જાણીતું  છે…ગામમાં સિદી જાતીના લોકો વર્ષોથી વસવાટ કરે છે…જેઓ મુળ આફ્રિકન છે…

શુ છે આ ગામનો ઇતિહાસ

ગુજરાતની ધરતી હંમેશા સૌ કોઈને આશરો આપતી રહી છે…આજે પણ દેશના વિવિધ રાજ્યોના લોકો અહી રોજગાગર અને ધંધાર્થે આવે છે…પરંતુ આ કહાની છે 600 વર્ષ પહેલાની…જ્યાંરે પરિસ્થિતિના માર્યા આફ્રિકન લોકો ભારત આવ્યા..અને ગુજરાતીની ધરતીએ તેમને હુંફાળો પ્રેમ આપી પોતીકા બનાવી લીધા..કાળો રંગ, વાંકડિયા વાળ ધરાવતા આ લોકો ભારતમાં હબસી તરીકે ઓળખાય છે..કહેવાય છે કે હૈદરાબાદના નબાબ તેમને આફ્રિકાથી( African)અહી લાવ્યા હતા..તે સમયે જૂનાગઢના નવાબ હૈદરબાદની મુલાકાતે ગયા..અને તેઓ આ પ્રજાની માગણી કરી..બસ ત્યારથી સિદીઓનો ગુજરાતમાં પ્રવેશ થયો..જૂનાગઢના ઉપરકોટના નિર્માણ સમયે આ પ્રજાએ મસમોટા પથ્થર અને તોપ કિલ્લા પર ચઢાવી હતી…જાબુરમાં હાલ સિદી સમાજની છ હજાર આસપાસની આબાદી છે…શરીરે આફ્રિકન એવી આ પ્રજા હાલ પાક્કા ભારતીય છે..જો કે 600 વર્ષ બાદ પણ તેઓ મુળ પોતાની મુળ સંસ્કૃતિને નથી ભુલ્યા..આફ્રિકન ધામલ નૃત્ય આજે પણ ગીર સોમનાથ સહિત ગુજરાતભરમાં ફેમસ છે…મોરા ચહેરા અને રંગ રુપ અસિલ આફ્રિકન( African) …હાલ આ પ્રજા પોતાના સમાજના લોકો સાથે જ લગ્ન કરે છે..આ પ્રજા પાક્કુ ગુજરાતી બોલે છે..છતાં પોતાની માતૃભાષા સાવલીને ભૂલ્યા નથી..સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સિદી જાતીની સંખ્યા 20 હજાર આસપાસ પહોંચી છે..જાબુર ગામના આફ્રિકન લોકો સરાક પાસે ઘણી અપેક્ષાઓ પણ રાખી રહ્યા છે..સૌષ્ઠવ શરીર ધરાવતા યુવકો પણ સરકાર પાસે યોગ્ય માર્ગદર્શન અને  રમત ગમતના ગ્રાઉન્ડની માગ કરી રહ્યા છે..જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી સારુ પ્રદર્શન કરી શકે

african-village-in-gujarat

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

હાલ આ લોકો શું કરે છે ? 

અહીના મોટાભાગના પરિવાર મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે..પુરુષ રિક્ષા ચલાવવી અથવા ધમાલ નૃત્ય કરી રોજગારી મેળવે છે…તો મહિલાઓ ભરતકામ કરી ઘર સંભાળે છે..મીની આફ્રિકન તરીકે જાણીતા જાબુર ગામના વિકાસ માટે સ્થાનિક પ્રશાસને પણ ચોક્કસ પગલાં લેવા જોઈ જેથી અહીના લોકોને પણ પ્રાથમિક સુવિધા મળી રહે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment