Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝIRCTCએ પહેલી પોડ હોટલ શરૂ કરી, કેપ્સ્યૂલ જેવા દેખાતા લક્ઝરી રૂમમાં આરામ કરી શકશે યાત્રી

IRCTCએ પહેલી પોડ હોટલ શરૂ કરી, કેપ્સ્યૂલ જેવા દેખાતા લક્ઝરી રૂમમાં આરામ કરી શકશે યાત્રી

mumbai railway station
Share Now

ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત મુસાફરોને હવે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અનોખો અનુભવ થશે. આઈઆરસીટીસીએ ભારતીય રેલવેના સહયોગથી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પીઓડી કોન્સેપ્ટ પર રિટાયરિંગ રૂમની શરૂઆત કરી છે. ભારતીય રેલવેમાં આ પ્રકારની પ્રથમ સુવિધા છે. IRCTCએ કહ્યું કે, નાની કારોબારી યાત્રા વખતે ટ્રેનથી ટ્રેન યાત્રા કરવા કે વિદ્યાર્થીઓના ગ્રુપને પ્રવાસે લઈ જતી વખતે પોડ રૂમ યાત્રાને આરામદાયક અને આસાન બનાવે છે.આ પ્રકારના રૂમ અમેરિકા અને જાપાનમાં ઘણા જ પ્રસિદ્ધ છે. જો કોઈ યાત્રી ટ્રેનની યાત્રા પછી થાક ઉતારવા માગતો હોય તો તે સ્ટેશન પર જ આ પોડ હોટલમાં રોકાઈને આરામ કરી શકે છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેપ્સ્યૂલવાળા રૂમની હોટલમાં એક યાત્રી 12થી 24 કલાક સુધી રોકાય શકે છે. અહીં રોકાવા માટે ભાડું 999 રૂપિયાથી લઈને 1999 રૂપિયા સુધીનું હશે. રેલવેનું કહેવું છે કે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાડું ઘણું જ ઓછું રાખવામાં આવ્યું છે.

આ દેશમાં પહેલેથી જ છે ‘પોડ હોટલ’

IRCTCના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસના પહેલા માળે આ પોડ હોટલમાં કુલ 48 રૂમ છે. આ રૂમની લંબાઈ 7 ફૂટ, જ્યારે પહોળાઈ અને ઊંચાઈ 4 ફૂટ છે. ‘પોડ્સ’માં હોટલની જેમ આરામદાયક બેડ છે. દુનિયામાં સૌથી પહેલા આ પ્રકારની હોટલની શરૂઆત જાપાનમાં થઈ હતી.. હવે જાપાન સહિત રશિયા, યુએસ, યુકે, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને મલેશિયામાં મોટે પાયે પોડ હોટલ છે. અર્બન પોડ ભારતમાં શરૂ થનારી પહેલી બુટીક પોડ હોટલમાંની એક છે.

આ પણ વાંચો : પ્રથમ T-20 માં ટીમ ઇન્ડિયાની જીત, કીવીને 5 વિકેટથી હરાવ્યું

શું છે પોડ હોટલ?

પોડ હોટલમાં કેપ્સ્યૂલવાળા રૂમ હોય છે. આ તમામ એરકંડિશન રૂમ હોય છે. હાલના સમયમાં પોડ હોટલને ચાર કેટેગરીમાં વેચવામાં આવી છે, જેની અલગ અલગ કિંમત અને સુવિધાઓ છે. મુંબઈ સ્ટેશન પર બનેલા પોડ રૂમને ક્લાસિક પોડ, એક્સક્લૂઝિવ લેડીઝ પોડ અને સ્યૂટેડ પોડમાં વેચવામાં આવ્યા છે. આ આધારે જ એની કિંમત પણ નક્કી કરાઈ છે.

કેટલું છે ભાડું

આઈઆરસીટીસીનું માનવું છે કે આ અનોખી સુવિધા મુસાફરો માટે ભારતમાં રેલ યાત્રા કરતા લોકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ હોટલમાં 12 કલાક માટે લગભગ 999 રૂપિયા પ્રતિ વ્યક્તિથી લઈ 24 કલાક માટે પ્રતિ વ્યક્તિ 1999 રૂપિયા હશે.

કુલ કેટલા પોડ છે

આ સુવિધા કુલ 48 પોડ્સની પોડ ઈન્વેન્ટ્રી પ્રદાન કરે છે. આ પોડ્સને ક્લાસિક, ઓનલી લેડીઝ, પ્રાઇવેટ પોડ્સ એમ ત્રણ વિભાગ છે. ડિફરન્ટલી એબલ્ડ માટે એક પોડ છે. 4 પરિવારના સભ્યોને રહેવા માટે 4 ફેમિલી પોડ્સ પણ છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment