ભારતમાં રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે સાથે જ વેક્સીન લઇ સર્ટિફિકેટ હવે તમને મળી જશે માત્ર થોડી જ ક્ષણોમાં…. હવે કોરોના સર્ટિફિકેટ મળશે WhatsApp પરથી …..ઝડપી ગતિએ કોરોના વેક્શિનેશન સર્ટિફિકેટ મેળવવા માટે સરકારે એક ખાસ રીત બનાવી અને તમે ઘરે બેઠા જ મેળવી શકશો વૉટ્સએપ દ્વારા કોરોના રસીકરણ સર્ટિફિકેટ….કોરોના રસીકરણનું પ્રમાણપત્ર હવે તમામ સ્થળોએ જરૂરી બની ગયું છે. દેશ-વિદેશમાં ટ્રાવેલર્સને પ્રવેશ આપતાં પહેલાં વેક્સિન સર્ટિફિકેટ દેખાડવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. તમામ સરકારી કામ સિવાય, વિવિધ ઓફિસોમાં કર્મચારીઓ પાસેથી કોરોના રસીકરણના પ્રમાણપત્રો પણ માંગવામાં આવી રહ્યા છે. તેને જોતા સરકારે હવે તેની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે ન તો તમારે રસીકરણ પ્રમાણપત્ર માટે ઉતાવળ કરવાની જરૂર છે અને ન તો તમારે અન્ય કોઈ વ્યવસ્થા કરવાની ચિંતા કરવાની જરૂર છે. હવે તમે તમારા વોટ્સએપ પરથી આ પ્રમાણપત્ર સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. આ અંગેની માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ઓફિસના ટ્વિટર હેન્ડલ પરથી આપવામાં આવી છે. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ટેક્નોલોજી દ્વારા સામાન્ય લોકોનું જીવન સરળ બની રહ્યું છે.
વ્હોટ્સએપ મારફત થોડી સેકન્ડોમાં જ હાંસલ કરી શકાશે
Revolutionising common man's life using technology!
Now get #COVID19 vaccination certificate through MyGov Corona Helpdesk in 3 easy steps.
📱 Save contact number: +91 9013151515
🔤 Type & send 'covid certificate' on WhatsApp
🔢 Enter OTPGet your certificate in seconds.
— Office of Mansukh Mandaviya (@OfficeOf_MM) August 8, 2021
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે જણાવ્યું હતું કે હવે કોરોના વેક્સિનન સર્ટિફિકેટ વ્હોટ્સએપ મારફત થોડી સેકન્ડોમાં જ હાંસલ કરી શકાશે. સરકારના આ નિર્ણયથી એવા લોકોને સુવિધા મળશે, જેમને કોવિડ પોર્ટલ અથવા એપથી વેક્સિન સર્ટિફિકેટ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્વાસ્થ્યમંત્રાલયે જણાવ્યું હતું કે જે વ્યક્તિ વેક્સિન સર્ટિફિકેટ પ્રાપ્ત કરવા માગે છે તેમણે મોબાઈલથી એક વ્હોટ્સએપ નંબર પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યાર બાદ કેટલીક સેકન્ડમાં જ વેક્સિન સર્ટિફિકેટ મોકલવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પર આ પગલાને સામાન્ય નાગરિકો માટે શાનદાર નિર્ણય ગણાવ્યો હતો.
આ અગાઉ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે કોવિડ એપ અથવા પોર્ટલ, આરોગ્ય સેતુ અને ઉમંગ એપની મદદ લેવી પડતી હતી. આ પ્રક્રિયાથી હજુ પણ સર્ટિફિકેટ મેળવી શકાય છે. વેક્સિનનો એક ડોઝ લીધા બાદ પ્રોવિઝનલ અને બન્ને ડોઝ બાદ ફાઈનલ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
આ પણ વાંચો : પીએમ મોદી પહેલા એવા વડાપ્રધાન કે જે કરશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા બેઠકની અધ્યક્ષતા
કેવી રીતે મળશે ઓનલાઇન સટીફીકેટ જાણો પ્રોસેસ
સૌ પ્રથમ MyGov કોરોના હેલ્પ ડેસ્ક વોટ્સએપ નંબર +91 90131 51515 તમારા મોબાઇલમાં સેવ કરો. આ પછી, WhatsApp ખોલો અને તેમાં હેલ્પડેસ્ક WhatsApp નંબર શોધો. તેની ચેટ વિંડોમાં, ડાઉનલોડ પ્રમાણપત્ર લખો અને મોકલો.જલદી તમે ડાઉનલોડ સર્ટિફિકેટ મેસેજ મોકલો, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 6 અંકનો ઓટીપી આવશે.હવે MyGov ના WhatsApp માં આ OTP દાખલ કરો. જો એક કરતા વધારે વપરાશકર્તા નોંધાયેલા હોય તો તેમની યાદી એપ પર બતાવવામાં આવશે.આમાંથી, તમને જોઈતું પ્રમાણપત્ર પસંદ કરો અને નંબર લખો.જલદી આ પ્રક્રિયા પૂર્ણ થશે, તમારા WhatsApp પર કોવિડ 19 પ્રમાણપત્ર આવશે.
કોરોના સર્ટિફિકેટ કેમ જરુરી
ઘણે ઠેકાણે કોરોના વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત બનાવાયુ છે. ફ્લાઈટમાં, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે તથા કેટલીક સરકાર અને હવે તો પ્રાઈવેટ ઓફિસોમાં પણ કોરોના વેક્સિન સર્ટિફિકેટ અનિવાર્ય કરી દેવાયું છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt