Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝલો બોલો હવે પારલે બિસ્કિટ થયા મોંઘા, જાણો નવી કિંમત

લો બોલો હવે પારલે બિસ્કિટ થયા મોંઘા, જાણો નવી કિંમત

Parle-G
Share Now

મોંધવારી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે દેશનું સૌથી લોકપ્રિય ગ્લુકોઝ બિસ્કિટ પારલે જી હવે 6-7 ટકા મોંઘું થવા જઇ રહ્યું છે.બધા લોકોને પરવડે તેવા બિસ્કિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ બિસ્કિટનું ઉત્પાદન ભારત દેશમાં પારલે પ્રોડક્ટસ દ્વારા કરવામાં આવે છે. તો તમને જણાવી દઇએ કે ૨૦૧૧માં કરવામાં આવેલા નીલ્સન સર્વે મુજબ તે વિશ્વમાં સૌથી વધુ વેચાતી બિસ્કીટની બ્રાન્ડ છે. ભારતમાં પહેલાં ચા સાથે લેવાતા નાસ્તા તરીકે પારલે-જી (PARLE G) એક સૌથી જૂનું બ્રાન્ડનું નામ છે. દાયકાઓ સુધી આ બિસ્કીટ તેના પ્રતિષ્ઠિત સફેદ અને પીળા મીણીયા કાગળના આવરણમાં ઉત્પાદન કરવામાં આવી હતી.બિસ્કિટના રંગમાં કે કદમાં કે કિંમતમા ધણા વર્ષોથી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.પરંતું આજ વખતે કંપની દ્વારા કિંમતમાં વધારો કરવાની વાત સામે આવી છે.

પાર્લે જી(PARLE G) કંપનીએ કેટલો કર્યો ભાવમાં વધારો

કંપનીએ રસ્ક અને કેક સેગમેન્ટમાં અનુક્રમે 5-10 ટકા અને 7-8 ટકા ભાવમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે બિસ્કિટ સેગમેન્ટમાં પાર્લેના ઉત્પાદનોમાં પાર્લે જી(PARLE G) હાઇડ એન્ડ સીક અને ક્રેકજેક જેવી લોકપ્રિય બ્રાન્ડનો સમાવેશ થાય છે.જેની સાથે આ બધા બિસ્કિટમાં પણ ભાવ વધારો જોવા મળશે તેવું હાલ જોવા મળી રહ્યું છે.અગ્રણી ફૂડ કંપની પાર્લે પ્રોડક્ટ્સે ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે તેની તમામ શ્રેણીઓમાં ઉત્પાદનોના ભાવમાં 5 થી 10 ટકાનો  વધારો કર્યો છે. કંપનીના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ખાંડ, ઘઉં અને ખાદ્યતેલ જેવા કાચા માલના ભાવમાં વધારાને કારણે કંપનીએ તેના ઉત્પાદનોની કિંમતોમાં વધારો કરવો પડ્યો છે.

PARLE G

આ પણ વાંચો:PM મોદીની અધ્યક્ષતામાં લેવાયો મોટો નિર્ણય, ત્રણેય કૃષિ કાયદા રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી

કંપની ફુગાવાના દબાણનો સામનો કરી રહી છે?

પારલે(PARLE G) પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, “અમે કિંમતોમાં 5-10 ટકાનો વધારો કર્યો છે.” તેમણે કહ્યું કે ‘કંપનીએ 20 રૂપિયા કે તેથી વધુ કિંમતના બિસ્કિટ અને અન્ય ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. તે જ સમયે, ભાવોને આકર્ષક સ્તરે રાખવા માટે, પેકેટના ‘ગ્રામ’ કાપવામાં આવ્યા છે.તેમણે આગળ કહ્યું કે, “આ ઉત્પાદન ખર્ચ પરના ફુગાવાના દબાણને ધ્યાનમાં લીધા પછી કરવામાં આવ્યું છે. જેનો અમે સામનો કરી રહ્યા છીએ. મોટાભાગની કંપનીઓ  તેનો સામનો કરી રહી છે.” તેમણે જણાવ્યું હતું કે કંપની ફુગાવાના દબાણનો સામનો કરી રહી છે કારણ કે ખાદ્ય તેલ જેવી ઇનપુટ સામગ્રીના ભાવમાં ગયા વર્ષની સરખામણીમાં 50-60 ટકાનો વધારો થયો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment